Posts

Showing posts from September, 2020

શું ભારત દેશ ૨૦૨૫ માં મહાસત્તા બની જશે?

Image
વિચાર તો ખુબ ગલી-પચી કરાવે એવો છે, પરંતુ જમીની વાસ્તવિકતા જોતા એવું લાગે કે આવું થવું ઘણું જ અઘરું છે. ચાલો જોઈએ મહાસત્તા હોવું એટલે શું? અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, જર્મની અને  મહા-નાલાયક ચીન  (ના છૂટકે લખવું પડે છે) આ બધી વિશ્વની સ્થાપિત મહાસત્તાઓ છે અને આ સિવાય પણ  ઇઝરાયેલ , સાઉદી અરેબિયા, યુ એ ઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વિગેરે પણ મહાસત્તા થી કમ નથી. મહાસત્તા આને કહેવાય દા. ત.  3 જાન્યુઆરી 2020  ના રોજ ઇરાક ના બગદાદ શહેર ના એરપોર્ટ ની બહાર જઈ રહેલા મોટરકારો ના કાફલા પર ડ્રોન દ્વારા મિસાઈલ ફેંકીને ઈરાન ના સૌથી મોટા અને મધ્ય-પૂર્વ માં મોટું માથું કહેવાતા એવા  જર્નલ સુલેમાની  ને અમેરિકાએ મારી નાખ્યા અને તો પણ વિશ્વમાં કોઈની હિમ્મત ન થઇ કે અમેરિકાને કઈ કરી શકે (ઈરાને વળતા હુમલા રૂપે અમેરિકાના, ઇરાક માં આવેલા લશ્કરી મથકો પર મિસાઈલ મારો કર્યો પરંતુ એ તો  પેપર ફૂટી ગયું હતું , અડધી રાત્રે  ઈરાન દ્વારા ઇરાક ના વડાપ્રધાન  ને આ હુમલા ની આગોતરી માહિતી આપી દીધી હતી અને આ માહિતી ઇરાક ના વડાપ્રધાને અમેરિકન સેનાને પહોંચાડી ના હોય એવું માન...