Glasdorf
More information about the place: https://www.weinfurtner.de/ કેમ છે દોસ્તો, ચાલો આજે કઈંક નવી જગ્યા એ ફરવા જઈએ. ફરવા લાયક જગ્યાઓનું લિસ્ટ તો બનાવીયે એટલું ઓછું પડે અને એમાં પણ ફરવા વાળા ની ચોઈસ પર પણ આધાર રાખે. જેમ કે ઘણા લોકો માટે ફરવા લાયક જગ્યા માં શોપિંગ મોલ હોઈ જેમ કે મારી વાઈફ :) અને મને કુદરત ના ખોળા માં રમવું વધુ ગમે. આજ ની આ જગ્યા છે એ બંનેવ નું મિશ્રણ છે કેમ કે આ જગ્યા નું લોકેશન મારા જેવા માટે ફરવા વાળા માટે જામે અને અહીં શોપિંગ મોલ છે એ શોપિંગ વાળા લોકો માટે જામે. આ જગ્યા નું નામ છે ગ્લાસડોર્ફ. ગ્લાસડોર્ફ એ એક જર્મન નામ છે એનો મતલબ ગુજરાતી માં કરીયે તો કાચનું ગામ એમ થાય. કાચ નું ગામ એટલે કે અહીં તમે આવશો અને કઈ પણ વસ્તુ ઓ જોશો તો એ મોટા ભાગે કાચમાંથી બનાવેલી છે અને અહીં જેટલા શોપિંગ મોલ છે એ કાંચ ની વસ્તુ ઓ જ વેચે છે.એટલે ચારે બાજુ કાંચ કાંચ અને કાંચ જ અને એટલે જ આ જગ્યા ને જુસ્ટિફાય કરવા માટે આ જગ્યા નું નામ ગ્લાસડોર્ફ આપ્યું હશે. મારા આ વિડિઓ માં અમે જે શોપિંગ મોલ ની મુલાકાત કરી હતી એનો છે અને આ જગ્યા ટુરિસ્ટ માટે પ્રખ્યાત નથી એટલે અહીં બો જવાનું ના પણ થ...