એક આસ્તિક જયારે મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે એ તેનો ભાર ભગવાનપર મૂકે છે. આવી પરિસ્થિતિઓમાં નાસ્તિકો હિંમત અને આત્મવિશ્વાસ મેળવવા માટે માનસિક રીતે કયા ખ્યાલો પર આધાર રાખે છે?
આસ્તિક અને નાસ્તિક ને સમજવા માટે તો સૌપ્રથમ એની સાથે રેવું અને એના વિચારો ને સમજવું જરૂરી છે પછી જ તમે કોઈ પણ સવાલ નો જવાબ આપી શકો. મારા ઘણાસારા મિત્રો નાસ્તિક છે તેઓ કોઈ ભગવાન માં નથી માનતા કોઈ ભગવાન નહિ એટલે કોઈ ધર્મ નહિ અને કોઈ ધર્મ નહિ તો ધર્મ ને લગતા રીત રિવાજો નહિ. બીજું એક કારણ ધર્મ માં ના માનવવાનું એક એ પણ છે કે અહીં જો તમે ખ્રિસ્તી હોવ તો એનો પણ ટેક્સ ભરવો પડે છે જે લોકો ને પસંદ નથી. પણ ખેર એ વાત નથી, મારા મત મુજબ કોઈ પણ સમસ્યા નો સામનો કેમ કરવો એ જીવનભર આપડે કરેલી પ્રેક્ટિસ કે અનુભવ ના આધારે નક્કી કરતા હોઈ એ છીએ. જે આસ્તિક છે એ લોકો ઘણીવાર નાની પણ સમસ્યા આવી જાય તો ભગવાન ને યાદ કરવા માંડે છે કેટ કેટલા પ્રોમીસીસ કરી દે છે કે હે ભગવાન આ થશે તો આમ કરીશ તેમ કરીશ, અને જયારે સમસ્યા ના સમાધાન પાછળ એટલું ધ્યાન નથી આપી શકતો અને જયારે સમજ્યા હલ થઇ જય તો ભગવાન નો આભાર માને છે કે એમને મદદ કરી. જયારે નાસ્તિક લોકો કોઈ પણ સમસ્યા આવે તો બધો સમય એને ઉકેલવામાં કાઢે છે, જાતે સમાધાન શોધે છે કારણ કે એ લોકો એ એ રીતે જ જીવન ભર પ્રેક્ટિસ કરી હોઈ છે એટલે એના માટે નવું નથી....