The world heritage site Hallstatt (Austria) - મોતી જેવું ગામ "હાલસ્ટાટ" ઓસ્ટ્રિયા.
"ગગન વાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા ના જીવન કેરો અનુભવ તો કરી જો." નમસ્તે દોસ્તો, આજે હું તમારી સાથે મારા 2 દિવસ ના "હાલસ્ટાટ" ના પ્રવાસ ના અનુભવ ની વાતો કરીશ. હાલસ્ટાટ (Hallstatt) એ ઓસ્ટ્રિયા ના પર્વતીય ક્ષેત્ર સાલ્ઝકામેરગુટ (Salzkammergut) ના પશ્ચિમ કાંઠે આવેલ એક નાનું ગામ છે. 800 તેથી 900 ની વસ્તી ધરાવતું આ ગામ તેના 16 મી સદી ના આલ્પાઈન ઘરો, સાંકડી સુંદર શેરીઓ, તેમના કોફી ની દુકાનો માટે ખુબ પ્રખ્યાત છે. અહીં માણવા લાયક વસ્તુઓ માં મીઠા ની જીવંત પ્રાચીન ખાણ જે પર્વત ની વચ્ચે આવેલી છે એ, ભૂમિગત મીઠા પાણી નું તળાવ (હાલસ્ટેટેર સી) અને સ્કાય વોલ્ક કે જ્યાંથી પુરા હાલસ્ટાટ ગામ નો અને તળાવનો ખુબ સુંદર મનમોહક નજારો દેખાઈ છે, ગામ ની ગલીઓ, ઘર ની સુંદર રચનાઓ અને આજુ બાંજુ ના પર્વતો ના નજારાઓ છે. અહીં પર્વતો ની વચ્ચે થી એક સુંદર પાણી નો નાનો ધોધ પડે છે જેનું નામ વોલ્ડબાખસ્ટ્રુબ (Waldbachstrub Waterfall.) છે. આ જગ્યા ને વિડિઓ પર જોવા માટે અહીં ક્લિક કરો :https://youtu.be/28D3tNafM_0 પેલો દિવસ અમે મી...