The world heritage site Hallstatt (Austria) - મોતી જેવું ગામ "હાલસ્ટાટ" ઓસ્ટ્રિયા.


"ગગન વાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, 
જીવન દાતા ના જીવન કેરો અનુભવ તો કરી જો."

નમસ્તે દોસ્તો,

આજે હું તમારી સાથે મારા 2 દિવસ ના "હાલસ્ટાટ" ના પ્રવાસ ના અનુભવ ની વાતો કરીશ. હાલસ્ટાટ (Hallstatt) એ ઓસ્ટ્રિયા ના પર્વતીય ક્ષેત્ર સાલ્ઝકામેરગુટ (Salzkammergut) ના પશ્ચિમ કાંઠે આવેલ એક નાનું ગામ છે. 800 તેથી 900 ની વસ્તી ધરાવતું આ ગામ તેના 16 મી સદી ના આલ્પાઈન ઘરો, સાંકડી સુંદર શેરીઓ, તેમના કોફી ની દુકાનો માટે ખુબ પ્રખ્યાત છે.  અહીં માણવા લાયક વસ્તુઓ માં મીઠા ની જીવંત પ્રાચીન ખાણ જે પર્વત ની વચ્ચે આવેલી છે એ, ભૂમિગત મીઠા પાણી નું તળાવ (હાલસ્ટેટેર સી) અને સ્કાય વોલ્ક કે જ્યાંથી પુરા હાલસ્ટાટ ગામ નો અને તળાવનો ખુબ સુંદર મનમોહક નજારો દેખાઈ છે, ગામ ની ગલીઓ, ઘર ની સુંદર રચનાઓ અને આજુ બાંજુ ના પર્વતો ના નજારાઓ છે. અહીં પર્વતો ની વચ્ચે થી એક સુંદર પાણી નો નાનો  ધોધ પડે છે જેનું નામ વોલ્ડબાખસ્ટ્રુબ (Waldbachstrub Waterfall.) છે.
આ જગ્યા ને વિડિઓ પર જોવા માટે અહીં ક્લિક કરો :https://youtu.be/28D3tNafM_0

પેલો દિવસ અમે મીઠા ની ખાણ, સ્કાયવોલ્ક અને થોડું ટ્રેકિંગ કરવા માં વિતાવ્યો.



હાલસ્ટાટ એ એના મીઠા ના ઉત્પાદન માટે જાણીતું છે , જે પ્રાગઐતિહાસીક સમય થી શરૂ થયું હતું જે આયર્ન એજ તરીકે પણ ઓળખાઈ છે. આ મીઠાની ખાણો પર્વતો ને ખોદી ને બનાવી છે અને અત્યારે તે જીવંત ખાણ  છે. આ ખાણ પ્રવાસીઓ માટે પણ ખુલી છે, એની મુલાકાત એ એક લ્હાવો છે. ત્યાં પોહ્ચવા માટે નો રસ્તો પણ ખાસ છે. ફ્યુનીક્યુલર રેલ્વે ની મદદ થી પેલા તો તમારે હાલસ્ટાટ ગામ ની તળેટી થી પર્વત પર આવેલી મીઠા ના ખાણ ના પ્રવેશ સુધી જવાનું રહે છે. ટ્રેન માં બેસવાનો લ્હાવો પણ લેવા જોવો છે, તમને આજુ બાજુ ના કુદરતી દ્રશ્યો અચંબિત ના કરે તો જ નવાઈ!.
ફ્યુનિક્યુલર રેલ્વે 
હવે ઉપર પહોંચ્યા પછી પેલું સ્થળ આવશે એ છે સ્કાયવોલ્ક એટલે કે હવા માં ચાલવું એમ પણ કહી શકાય. આવું નામ એટલે આપ્યું છે કે પર્વત ના એક કિનારા પરથી આખા ગામનું પાર્નોરામિક દર્શન થઇ એ હેતુ થી ત્યાં કાચ નું વ્યૂ પોઇન્ટ બનાવ્યો છે જેના પર ઉભા રેવાથી એવું જ લાગશે કે તમે હવા માં ઉભા છો અને ત્યાંથી તમને પુરા ગામડા અને તળાવ નો અદભુત નજારો જોવા મળશે જે તમારા પ્રવાસ ને જરૂર યાદગાર બનાવશે. ત્યાં થોડો સમય જરૂર વિતાવવા જેવો છે અને અમે તો ચા નો થર્મોશ પણ જોડે લઇ ગયા હતા અને એ જગ્યા એ થી ચા પીવાની અને કુદરત ના સુંદર ચિત્ર સમાન હાલસ્ટાટ ગામ, તળાવ અને આજુ બાજુ ના પર્વતો નો નજારો માણવાની મઝા કૈક ઔર છે. આવા નજારા  જોતા જોતા તમે ક્યાં એમાં ખોવાઈ જશો એ પણ તમને ખ્યાલ નહિ રહે , દુનિયા માં શું ચાલી રહ્યું છે કોણ ખુશ છે કોણ દુઃખી છે એ બધી વાતો થી પર  થઇ જશો  અને લાગશે કે ખરું જીવન તો બસ કુદરત ના ખોળા માં ખૂંદવા થી જ મળે છે. જીવન માં કેટલા દુઃખો હશે કેટલા તણાવ હશે અને એ બધા થી છુટકારો અશક્ય જેવો જ છે માટે તો ભગવાને આવી સરસ રચનાઓ બનાવી છે જે ની મુલાકાત માત્ર થી તમે બધું દુઃખ ભૂલી ને તેમાં લિન થઇ જશો. માટે જ આપણું જીવન કેટલું પણ વ્યસ્ત ના હોઈ પણ થોડો સમય કાઢી ને વેકેશન પર અચૂક જવું અને જીવન નો ખરો મતલબ પણ જાણવો।

ચાલો બો થઇ ફિલોસોફી અને હવે સ્કાયવોલ્ક થી આગળ વધીયે. હવે બીજું સ્ટોપ આવશે મીઠાની ખાણ. અહીં સરસ નાનું એવુ મ્યૂઝિમ છે જેમાં ખાણ માં કામ કરતા લોકો અને તેમના પહેરવેશ તેમજ મીઠાની ખાણ મા વપરાતા સાધનો નુ સરસ રીતે વર્ણન કર્યું છે. અને તમને તેમાં કામ કરતા લોકો ના જીવન ના અનુભવ થાય એમાટે એ લોકો જેવો પોશાક પહેરતા એવો પોશાક તમને પણ આપ વા માં આવે છે અને એ પેરી ને જ તમે અંદર જય શકો છો. હવે એક માર્ગદર્શક  (Tourist guide) તમને અંદર મીઠા ની ખાણ  માં લઇ જશે. તમને પેલા તો એક નાની લાકડાની ટ્રેન ની મદદ થી મીઠા ની ખાણ  ની ક્યાંય અંદર સુધી લઇ જશે અને મારા મુજબ આ ટ્રેન નો ઉપયોગ પેલા ના સમય માં મીઠા ને પર્વત ના તળિયે થી એના દ્વાર સુધી લઇ જવા માટે કરતો હશે. અહીં ની મુલાકાત થી એક વાત તો ચોક્કસ છે કે તમને મીઠા ની ખાણ  માં કામ કરતા લોકો ના કામ થી અને તેમને પડતી મુશ્કેલી થી જરૂર વાકેફ થઇ જશો. આ એક અચૂકપણે કરવા જેવો અનુભવ છે. મીઠા ની ખાણ ની મુલાકાત મારા માટે ખાસ હતી એના થી મને પર્વત ની અંદર કેટલા મિનરલ્સ રહેલા છે તે અને પર્વત ની વચ્ચે રેવાથી કેવો અનુભવ થઇ છે એ જાણવા મળ્યું। આ કેટલાય વર્ષો થી સ્થાઈ થયેલા આ પર્વતો ના પેટમાં ક્યાં ક્યાં ખજાના નો છુપાયેલા છે એતો જવા જેવું જ છે. મીઠાની ખાણ માં અમે પર્વત ના મધ્ય માં 300 મીટર જેટલા નીચે આવ્યા એટલે કે મીઠા ની ખાણ નું મુખ જ્યાં છે ત્યાંથી પેલા તો પર્વત ના વચ્ચે પેલી ટ્રેન થી આવ્યા અને ત્યાંથી લસરપટ્ટી જેવી રચના બનાવી છે પર્વત ની વચ્ચે જે થોડા થોડા અંતરે છે એની મદદ થી મીઠા ની ખાણ વિશે જાણતા જાણતા ક્યારે અમે પર્વતો ની અંદર 300 મીટર પોહચી ગયા એ ખબર જ ના પડી. ત્યાં ઠંડી ખરી એટલે જે અમે ત્યાં કામ કરનાર ના કપડાં પેર્યા તા એ ઘણા સારા લાગ્યા કારણ કે એ ખાસા  જાડા હતા અને બુટ પણ ઘણા ભારે અને જાડા હતા.

સ્કાયવોલ્ક પરથી ફોટો 
મીઠાની ખાણ ની મુલાકાત પતાવી ને જ્યાં હતા ત્યાં અમે પાછા આવ્યા અને ત્યાંથી હવે બે રસ્તા છે નીચે પાછા ગામ તરફ જવા માટે. એક તો તમે પર્વતારોહણ કરતા કરતા નીચે આવો અને બીજો છે ફરીથીફ્યુનીક્યુલર રેલ્વે ની મદદ થી નીચે આવવાનો। જેવું જેને અનુકૂળ આવે એ રીતે નીચે આવી શકે છે.
તમે મારો વિડિઓ જોજો જરૂર માજા આવશે. આ વિડિઓ ની લિંક હું પછી નીચે લખીશ. હવે અમે ગામડા ની મુલાકાત લીધી અને ચોખ્ખાઈ તો પેલેથી જ યુરોપ ના દેશો માં બોવ જ છે એટલે એ તો અમને અહીં જોવા મળી જ, સાથે સાથે દેશ વિદેશ થી આવેલા પર્યટકો પણ એટલા જ દેખાયા. અહીં આવશો તો તમને ચાઇનીસ લોકો કોઈ પણ સમયે જોવા મળશે જ ભલે એ શિયાળો હોઈ કે ઉનાળો. એક ચાઇનીસ સાથે ની અનાયાસે થયેલી થોડી વાતચીત માં ખબર પડી કે આ ગામડાનું આબેહૂબ ગામ ચાઇના માં પણ બનાવેલું છે. પણ કેવાઈ છે ને કે ઓરિજિનલ એ ઓરિજિનલ.
આ અમારી પેલા દિવસ ની દિનચર્યા રહી. હવે બીજા દિવસે અમારે ગામ જોવાનું હતું અને હાલસ્ટેટેર તળાવ માં બોટ ટ્રીપ કરવાની હતી.

ગામડા ના પ્રવેશદ્વાર પર નીચે ફોટો છે એ પૂતળું બનાવેલ છે અને એ ગામડા માં રહેનાર નું પ્રતિનિધિત્વ કરે છે.

આ ગામ ના ઘરો દેખાવ માં ખૂબ સુંદર લાગે છે. બધા ઘર ની બાલ્કોની માં અને બારી પાર ફૂલો ના કુંડા અવશ્ય જોવા મળે છે. જે ઘર ની સુંદરતા માં અને ગામ ની સુંદરતા માં ખુબ જ વધારો કરે છે. આવું આપડા ભારત માં કરવા જેવું છે. તમે ઘર માં તમને ગમતા કોઈ પણ ફૂલ કે છોડવા જરૂર રાખો જે તમને તો ફ્રેશ કરશે પણ આજુ બાજુ ની હવા પણ ખુશનુમા રાખશે.



ફળફૂલ ના છોડવા પણ કુદરતી સૌંદર્ય વધારવા માં એક મહત્વ નું યોગદાન આપે છે. ગમેતેવા ફૂલ હશે પણ જોવા જરૂર ગમશે. કદાચ આ પણ એક કારણ હતું કે ગામ ખુબ જ સુંદર લાગતું હતું જાણે કે સ્વર્ગ ની કોઈ શેરી માં ભૂલા પડ્યા હોઈ.

ગામડાની રચના પણ ખુબજ સુંદર છે. એક બાજુ તળાવ અને બીજી બાજુ ઘરો છે અને નાની નાની ખાણી પીણી ની દુકાનો છે. કોઈ કોઈ જગ્યા એ સુવેનિયોર ની પણ દુકાનો છે જ્યાંથી તમે હાલસ્ટાટ ની યાદગીરી માટે કઈ મનગમતી વસ્તુ ખરીદી શકો છો. અહીં જમવાના રેસ્ટોરન્ટ પણ સારા લોકેશન પાર છે જ્યાં તમે તળાવ અને પર્વતો નો આનંદ લેતા લેતા આરામ થી સમય કાઢી ને ભોજન લઇ શકો છો. અહીં તો લોકો એક બીયર નો ગ્લાસ લઇ ને કલાકો ના કલાકો કાઢી નાખે છે. જ્યાં નજર નાખશો ત્યાં તમને લોકો ની ભીડ જ દેખાશે અને એક બીજા ના કે સરસ લોકેશન ના  ફોટા પાડતા દેખાશે. જાણે કે આ સુંદર દ્રશ્ય ને તમારા કેમેરા માં જ હંમેશા માટે કેદ કરી લેવું હોઈ. મને તો આ ફોટોગ્રાફી ખુબજ ગમે મને એમ જ થઇ કે કોઈ વસ્તુ ચૂકવી ના જોઈએ. પછી ખબર નઈ ક્યારે પાછા આવશું અને આવશું તો પણ આવો નજારો હશે કે નઈ.


તમે જેમ જેમ આગળ જતા જાવ તેમ તેમ નવા નવા નઝારા તમને આકર્ષતા રહેશે. શેરી માંથી કોઈ એક જગ્યાએ થી ઉચે થી આવતો પાણી નો ધોધ પણ જોઈ શકાય છે. ગામડા ની મધ્ય માં પોહ્ચ્તા ત્યાં એક નાના ચોરા જેવી જગ્યા છે અને ત્યાં એક નાનો ફુવારો પણ છે જે ખુબ સુંદર લાગે છે.


પછી અમે બોટ ટ્રીપ પણ કરી. 10 થી 15 યુરો ચૂકવી ને એ બોટ ટ્રીપ કરી શકાય છે. આ બોટ તમને પુરા તળાવ માં 2 કલાક જેટલો સમય ફેરવશે અને આજુ બાજુ ના પર્વતો ની વચ્ચે અને જ્યાં પાણી નો ધોધ તળાવ ને મળે છે એ જગ્યાએ પણ લઇ જશે. જો હવામાન ચોખ્ખું હશે તો તમને પર્વતો ના ખુબ સરસ નજારા જોવા મળશે અને લીલોતરી તો એટલી જ કે તમને આંખના નંબર પણ કદી નહિ આવે. અહીં મેં બીજા ઘણા ફોટા મુક્યા જે તમને આ જગ્યા થી વાકેફ થવા માં મદદ કરશે.
બસ આજ હતી અમારી 2 દિવસ ની કદી ના ભુલાઈ તેવી "હાલસ્ટાટ" ગામ ની મુલાકાત.

મારા યુટયુબ ચેનલ પણ ખુબજ સરસ વિડિઓ મેં મુકેલ છે જે તમે નીચે ક્લિક કરી ને જોઈ શકો છો. તમને જો મારી ચેનલ ગમે તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.

https://www.youtube.com/watch?v=28D3tNafM_0

વિડિઓ ની નીચે માહિતી બોક્સ માં પાર્કિંગ અને અહીં પોહવાના માર્ગો વિશે માહિતી આપવમાં આવી છે અને તમે રસ્તા માં બીજા ક્યાં ક્યાં સ્થળો એ જઈ શકો છો એ પણ લખ્યું છે.
https://www.youtube.com/watch?v=28D3tNafM_0
આ ઉપર ની લિંક પર ક્લિક કરશો તો તમે સીધા મારી ચેનલ પાર પોંહચી જશો અને ત્યાંથી જ સબસ્ક્રાઇબ કરી શકો છો.












તમારી કોમેન્ટ મને જરૂર પ્રોત્સાહિત કરશે।
આભાર।
---દરેક સમયે યોગ્ય શબ્દ ના મળે તો ફક્ત સ્મિત કરવું, શબ્દો અસ્પષ્ટ હોઈ શકે પણ સ્મિત ક્યારેય નહિ.---

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?