જર્મની નું સૌંથી ચોખ્ખું સરોવર -- કૉનીગ્સ સી (Königssee)
જર્મની નું સૌંથી ચોખ્ખું સરોવર -- કૉનીગ્સ સી (Königssee) નમસ્તે દોસ્તો, આજે હું તમને મારા એક દિવસ ના કૉનીગ્સ સી ( વિડિયો લિંક )નામના સરોવર ના પ્રવાસ ની વાત કરીશ. અહીં આ સરોવર અને આ જગ્યા એવી છે કે એને જોતા કદી પણ મન નહિ ભરાશે અને થશે કે બસ અહીં જ રહી રહી જઇયે. દુનિયા ની ભાગદોડ, ગાડીઓ ના અવાજ અને મોટા મોટા માનવ રચિત ઘરો, ઇમારતો થી દૂર એવા આ સરોવર ની વાત જ અલગ છે. આપણ ને બાળપણ માં કોઈ કુદરતી ચિત્ર દોરવા કેતુ અને આપડે કેવું બે નાના પર્વતો અને વચ્ચે થી પડતી નદી કે નાનો ધોધ દોરતા. ત્યાં એક સુંદર મજાનું નાનું ઘર પણ બાંધતા અને આજુ બાજુ માં ખુલ્લા મેદાનો અને પક્ષીઓ દોરતા. યાદ છે? બસ આ જગ્યા જોતા એવું જ લાગે કે એ ચિત્ર અહીં સાચેજ માં આપડી સામે આવી ગયું છે. ચારેય બાજુ નાના મોટા લીલાછમ્મ પર્વતો અને ક્યાંક ક્યાંક પર્વતો ની વચ્ચે થી પડતા નાના મોટા ધોધ અને એનો કર્ણપ્રિય આવાજ ની સાથે સાથે પક્ષીઓ નો કલરવ આ જગ્યા ને જીવંત બનાવી દે છે. એવું લાગે કે જાણે કુદરત ની બધી કરામતો સાથે મળી ને કોઈ સુંદર ગીત ગાઈ છે. કૉનીગ્સસી એ જર્મની અને ઓસ્ટ્રિયા ની સીમા પાસે બાવેરિયા (બાયર્ન) રાજ્ય ના દક્ષિણ-પૂર્વ બેરચટેસસ...