જર્મની નું સૌંથી ચોખ્ખું સરોવર -- કૉનીગ્સ સી (Königssee)

જર્મની નું સૌંથી ચોખ્ખું સરોવર -- કૉનીગ્સ સી (Königssee)


નમસ્તે દોસ્તો,

આજે હું તમને મારા એક દિવસ ના કૉનીગ્સ સી (વિડિયો લિંક)નામના સરોવર ના પ્રવાસ ની વાત કરીશ. અહીં આ સરોવર અને આ જગ્યા એવી છે કે એને જોતા કદી પણ મન નહિ ભરાશે અને થશે કે બસ અહીં જ રહી રહી જઇયે. દુનિયા ની ભાગદોડ, ગાડીઓ ના અવાજ અને મોટા મોટા માનવ રચિત ઘરો, ઇમારતો થી દૂર એવા આ સરોવર ની વાત જ અલગ છે. આપણ ને બાળપણ માં કોઈ કુદરતી ચિત્ર દોરવા કેતુ અને આપડે કેવું બે નાના પર્વતો અને વચ્ચે થી પડતી નદી કે નાનો ધોધ દોરતા. ત્યાં એક સુંદર મજાનું નાનું ઘર પણ બાંધતા અને આજુ બાજુ માં ખુલ્લા મેદાનો અને પક્ષીઓ દોરતા. યાદ છે? બસ આ જગ્યા જોતા એવું જ લાગે કે એ ચિત્ર અહીં સાચેજ માં આપડી સામે આવી ગયું છે.

ચારેય બાજુ નાના મોટા લીલાછમ્મ પર્વતો અને ક્યાંક ક્યાંક પર્વતો ની વચ્ચે થી પડતા નાના મોટા ધોધ અને એનો કર્ણપ્રિય આવાજ ની સાથે સાથે પક્ષીઓ નો કલરવ આ જગ્યા ને જીવંત બનાવી દે છે. એવું લાગે કે જાણે કુદરત ની બધી કરામતો સાથે મળી ને કોઈ સુંદર ગીત ગાઈ છે.
કૉનીગ્સસી એ જર્મની અને ઓસ્ટ્રિયા ની સીમા પાસે બાવેરિયા (બાયર્ન) રાજ્ય ના દક્ષિણ-પૂર્વ બેરચટેસસગાડેન (Berchtesgaden) નામના જિલ્લા માંઆવેલું એક કુદરતી સરોવર છે (અથવા તો ઝીલ પણ કહી શકાય). આ સરોવર નો મોટા ભાગ નો વિસ્તાર બેરચટેસસગાડેન રાષ્ટ્રીય ઉદ્યાન ની અંદર છે.

આ સરોવર એ પોતાના સાફ પાણી માટે જાણીતું છે અને જર્મની માં સૌથી સાફ સરોવર ના નામે જ પ્રખ્યાત છે. આ સરોવર આમજ સાફ રહે અને તેનું કુદરતી આકર્ષણ જળવાઈ રહે એ હેતુ થી 1909 પછી આ સરોવર પર ખાલી વીજળી થી ચાલતી, પેડલ વાળી અને હલેશા વાળી હોડીઓ ને જ ચાલવાની અનુમતિ આપવામાં આવી છે. મને તો આ વિચાર અને સરકાર નું પગલું ખરેખર ખુબ સરાહનીય લાગ્યું. બધા ફરવા લાયક કુદરતી જગ્યાઓ ની સરકાર અને લોકો જો કાળજી રાખે તો જગ્યા ની સુંદરતા ખુબ લાંબા સમય સુધી જળવાઈ આવનારી પેઢી પણ એનો લાભ ઉઠાવી શકશે, બાકી તો પુસ્તક માં તો વાંચશે જ. એટલે આપડે પણ બનતી કોશિશ કરવી જ જોઈએ કે આપડા થી કોઈ જગ્યા ગંદી ના થાય અને કચરો હંમેશા કચરાપેટી માં જ નાખીયે. જર્મન લોકો કે યુરોપિયન લોકો પેલે થી જ સફાઇ ની બાબત માં ખુબ ટેવાયેલ લાગે છે, એટલે જ કદાચ અહીં ના રસ્તા અને શેરીઓ ખુબ ચોખી હોઈ છે અને ખાસ તો પાન-માવા મળતા નથી એટલે ગમે ત્યાં થુંકવાનો સવાલ ઓછો આવે.

આમ જોઈએ તો મને ફરવાનો ખુબ શોખ છે અને કહો તો ગાંડો શોખ. હું તો મને મજા આવે તો એક ની એક જગ્યા એ 4-5 વાર પણ જાવ મને કુદરતી સૌંદર્ય જોવા ખુબ ગમે અને થાય કે બસ જોયા જ કરીયે, કામ નું ટેન્શન ક્યાં ગાયબ થઇ જાય એ પણ ખ્યાલ ના આવે. હું આ સરોવની મુલાકાત 2-3 વાર લઇ ચુક્યો છું. એક વાર ઉનાળા માં, એક વાર શિયાળા માં અને એક વાર પાનખર ઋતુ માં.

દરેક વાર આ જગ્યા અલગ જ લાગે છે જાણે કે તમે અહીં પેલી વાર જ આવો છો. પાનખર માં તો જાણે રંગબેરંગી પાંદડાઓ અને ઝાડવાઓ દ્રશ્ય ને તો એવું મનોહર બનાવે છે કે વાત જ ના પૂછો. મારા માટે નશીબ ની વાત એ છે કે મારો મિત્ર આ જગ્યા થી ઘણી નજીક રહે છે તો મારે ઉતારા ની અને જમવા પીવા નું વિચારવાનું ખુબ જ ઓછું આવે છે. કદાચ એ જ કારણે હું અહીં 2-3 વાર આવી ચુક્યો છું. ઉનાળા માં આ જગ્યા પ્રવાસીઓ થી ભરચક રહે છે, તમારે હોડી ની સફર કરવી હોઈ તો ઘણી વાર 2 કલાક જેટલું તો લાઈન માં ઉભું રેવું પડે છે. શિયાળા માં આવશો તો બોટ બંધ હશે કારણ કે ઘણી વાર સરોવર માં બરફ જામી જય છે અને કોઈ વાર એ જોખમભર્યું છે એટલે શિયાળા માં મોટાભાગની પ્રવૃતિઓ બંધ હોઈ છે. પર્વતો અને પાણી ના લીધે ઠંડી સહન કરવી પણ મુશ્કેલ પડી જાય છે.

અહીં એક સેંટ બર્થેલોમાં કરી ને ખુબજ પ્રખ્યાત ચર્ચ છે જે પચ્છિમ ના કાઢા પર અડધે રસ્તે એક નાના એવા ટાપુ જેવી જગ્યા પર આવેલું છે. નેનો એવો ક્રિસ્ટલીગર નામનો ટાપુ આ સરોવર ના ઉત્તર કિનારા પર આવેલ છે. કૉનીગ્સસી ના દક્ષિણ માં સલેટઆલ્મ નામના ગામ કે તો એરિયા થી કૉનીગ્સસી થી અલગ પડેલું ઓબેરસી કરીને નાનું સરોવર છે જે 1540 મીટર ઉપરથી પડતા રોથબૅક નામના ઝરણાં થી બનેલ છે. એવું કેવાઈ છે કે પેલા બંનેવ સરોવર એકજ હતા પણ 1172 ની આજુબાજુ એક વિશાલ પથ્થર પડવાથી આ સરોવર ના બે ભાગ પડ્યા એક કૉનીગ્સસી અને બીજું ઓંબેરસી. પણ એ સાચું છે કે ખોટું એ ચોક્કસ નથી.

કૉનીગ્સસી, સેન્ટ બર્થેલોમાં ચર્ચ અને દક્ષિણ ના કિનારા સુધી પોહ્ચવા માટે સરોવર સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે અહીં જવામાટે પાણીમાંર્ગ અથવાતો પર્વતો પરના લાંબા અને મુશ્કેલ રસ્તા પરથી જઈ શકાય છે. હા શિયાળા માં ખુબ ઠંડી પડે ત્યારે સરોવર થીજી જાય છે અને પાણી બરફ બની જાય છેતો એવા સમય માં એક કિનારા થી બીજા કિનારા સુધી તમે બરફ પાર ચાલી ને જાય શકો છો. પણ બરફ પાર ચાલવું એ કોઈ વાર જોખમભર્યું પણ થઇ શકે છે. એનું એક ઉદાહરણ પણ છે, જાન્યુઆરી 1964 માં એક વાર એક કાર ચાલાક સેન્ટ બર્થેલોમાં ચર્ચ થી પાછા આવતી વખતે પોતાની ફોક્સવેગેન બીટલ નામની કાર માં ડૂબી ગયો હતો એ બરફ ના માર્ગે આવતો હતો અને આ ડૂબી ગયેલી કાર પછી છેક 1997 માં પછી મળી હતી.

અમે તો નશીબજોગે હોડી નો આનંદ માન્યો હતો અને રોપવે માં બેસી ને પર્વત પાર પણ ગયા હતા ત્યાંથી સરોવર અને આજુ બાજુ ના ગામડાઓ નો ખુબ સરસ નજારો આવે છે. મેં અહીં નીચે થોડા ફોટા મુક્યા છે અને સાથે સાથે મેં મારા યુટ્યૂબ માં પણ વિડિઓ મુક્યો છે એ જોવો તમને જરૂર ગમશે.

અહીં માત્ર આ સરોવર જ નથી ફરવા માટે પણ આજુ બાજુ પર્વતારોહણ માટે ના ઘણા રસ્તા છે જે તમને અને બીજા પ્રવાસીઓ ને અહીં બોલાવે છે. અહીં એમ સરસ મજાનો ઈકો પોઇન્ટ છે. હા ઈકો એટલે પડઘો પડે તે જ. તમને પર્વતો માંથી પડઘો સંભળાઈ એવો વિસ્તાર, પણ એના માટે તમારે હોડી માં સફર કરવી પડે. તમે હોડી માં સફર કરતા હોવ ત્યારે સરોવર ની વચ્ચે પોહચી ને હોડીચાલક ત્યાં હોડી રોકી ને સેક્સોફોન વગાડે છે અને એનો એવો તો સરસ પડઘો પડે છે કે એમ થઇ કે કોઈ સાત લોકો અલગ અલગ સ્થળે ભેગા મળી ને સેક્સોફોન વગાડે છે, એટલે કે તમને પડઘો સાત વાર સંભળાશે. પેલા ના સમય માટે અહીં ટોપ થી ગોરબાળી કરી ને દેખાડતા હતા પણ હવે મ્યુઝિક વગાડી ને દેખાડે છે. આ એક મન ને શાંત કરી દે તેવો અનુભવ છે.

અમે હોડી ની મદદ થી ચર્ચ પહોંચ્યા એ ખુબ નયનરમ્ય નાનું એવું ચર્ચ છે અને આજુબાજુ માત્ર પર્વત પર્વત અને પર્વત જ છે. અને નીચે સુંદર મજાનું કૉનીગ્સ સી. મને તો મનમાં એવો વિચાર આવ્યો કે અહીં કોને બનાવ્યું હશે આવું ચર્ચ. જેમ આપડે મંદિરો છે એમ અહીં ચર્ચ છે. હોડી થી અહીં પોંહચતા 30 મિનિટ જેવું લાગે છે. અહીં તમે સારો એવો સમય પસાર કરી શકો છો. જો તમે શાકાહારી હોવ તો તમારે તમારું જમવાનું જોડે જ લઇ જવું બાકી માંસાહારી માટે તો અહીં ની ખુબ પ્રખ્યાત માછલી મળે છે. હું શાકાહારી છું એટલે મારે તો મારા જોડે બ્રેડ અને બીજા પીણાં હતા એમજ મન મનાવવું પડ્યું।
હોડી ની સફર માં અડધો દિવસ જતો રહ્યો અને પછી અમે રોપવે થી પર્વત પર ગયા. એના માટે પાછું તમારે કૉનીગ્સસી ના કિનારા પર આવવું પડે જ્યાંથી આપડી હોડી આપણને લઇ ગઈ હતી ત્યાં. મેં નીચે ફોટાઓ મુક્યા છે તમે એ જોજો અને વિડિઓ પણ જોજો, એટલે કદાચ મેં વર્ણન માં કઈ ચૂક કરી હોઈ તો ત્યાં કવર થઇ જાય.

વિડિઓ માટે નીચે ની લિંક પર ક્લીક કરો અને એના માહિતી બોક્સ માં જગ્યા અને આજુબાજુ બીજા ક્યાં ક્યાં સ્થળો છે તેની પણ માહિતી આપી છે.

https://youtu.be/gUQCnYCoR0w
-------------------------------------------------------------

















Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?