કૉનીગસ્ટાઈન
નમસ્તે! ચાલો આજે તમને બધા ને જર્મની ના બીજા નંબર ના સૌથી મોટા અને ખંડિત એવા કિલ્લા ની મુલાકાતે લઇ જાવ. આ કિલ્લા નું નામ કૉનીગસ્ટાઈન છે નામનો મતલબ "કૉનીગ" એટલે "રાજા" અને "સ્ટાઇન" નો મતલબ "પથ્થર" એટલે "રાજા નો પથ્થર". આ મહેલ 12 મી સદી માં બનેલ છે. જયારે રાજા કલોવિસ 466-511 ની સાલ ની વચ્ચે અહીં થી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને અહીં આવેલી નાની હિલ પર તેમને કોઈ કુંવારી સ્ત્રી દેખાણી અને એને રાજા કલોવિસ ની રાજા અલેમાની સાથે યુદ્ધ ની અને તેના પર વિજય ની આગાહી કરી અને ખરેખર થયું એવું જ અને રાજા કલોવિસ એ રાજા અલેમાની પર જીત મેળવી અને પછી એ અહીં આવી ને જે જગ્યા પર એને આ સ્ત્રી દેખાઈ હતી ત્યાં કૉનીગસ્ટાઈન નામનો કિલ્લો બનાવ્યો. અને આ કિલ્લા ની પછી સમયાંતરે વિસ્તરણ થતું રહ્યું. જેમકે 1255 થી 1418 માં રાજા ફાલ્કેનસ્ટાઇન કરી ને આવ્યો એને આ કિલ્લા માં વૉચટાવર બનાવ્યો અને નવા રૂમ અને માળ બાંધ્યા એના પછી રાજા એપિસ્ટેઇન કરી ને આવ્યો એને અહીં માર્કેટ, કૂવો અને સ્ટાર રસોડું અને એવું બધું બનાવ્યું. બીજી એક માન્યતા એવી છે કે આ કિલ્લો ફ્રેન્કફર્ટ થી કોલોન ...