7 દિવસ સ્લોવેનિયા માં
કેમ છે દોસ્તો, ઘણા દિવસ પછી પાછા એક વાર તમને બધા ને ચાલો યુરોપ ના એક નાના એવા સુંદર દેશ સ્લોવેનિયા ના પ્રવાસે લઇ જાવ. આમ તો અમે અહીં ગયા ઉનાળા ના વેકેશન માં ગયા હતા એટલે કે 2022 માં અને એ પણ 7 દિવસ માટે. મારુ ફેમિલી અને મારા ખાસ મિત્ર અને એમની વાઈફ અમે લોકો જોડે આ ટ્રીપ નો પ્લાન કર્યો હતો અહીં જવાનું એક કારણ એ હતું કે આ વખતે અમે કોઈ નવા દેશ ને જોવા માંગતા હતા અને તમે જો યુરોપ માં હોવ તો પેલી ચોઈસ એવી જ હોઈ કે જ્યાં પણ ફરવા જઇયે ત્યાં પર્વતારોહણ અને સારા કુદરતી સૌંદર્ય ભરપૂર જગ્યાઓ હોવી જોઈએ , સિટી તો જોવાના જ પણ એક સમય પછી બધા શહેરો એક જેવા જ લાગે પણ પર્વતો, નદી અને એના લીધે જે નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા છે એ બીજા કશેય નથી. હવે તમને થોડું સ્લોવેનિયા વિશે જણાવી દવ, મધ્ય યુરોપમાં આવેલો દેશ સ્લોવેનિયા તેના પર્વતો, સ્કી રિસોર્ટ અને તળાવો માટે જાણીતો છે. આ દેશ નું કેપિટલ સિટી લ્યુબ્લજાના છે. લ્યુબ્લજાના એક નાનકડા શહેરની અનુભૂતિ ધરાવે છે કહેવામાં તો કેપિટલ સિટી છે પણ કોઈ એક નાના ટાઉન જેવડું જ. અમારો પ્લાન અહીં 7 દિવસ રોકાવનાઓ હતો અને આ 7 દિવ...