7 દિવસ સ્લોવેનિયા માં


કેમ છે દોસ્તો, 

ઘણા દિવસ પછી પાછા એક વાર તમને બધા ને ચાલો યુરોપ ના એક નાના એવા સુંદર દેશ સ્લોવેનિયા ના પ્રવાસે લઇ જાવ.  આમ તો અમે અહીં ગયા ઉનાળા ના વેકેશન માં ગયા હતા એટલે કે 2022 માં અને એ પણ 7 દિવસ માટે.

મારુ ફેમિલી અને મારા ખાસ મિત્ર અને એમની વાઈફ અમે લોકો જોડે આ ટ્રીપ નો  પ્લાન કર્યો હતો  અહીં જવાનું એક કારણ એ હતું  કે આ વખતે અમે કોઈ નવા દેશ ને જોવા માંગતા હતા અને તમે જો યુરોપ માં  હોવ તો પેલી ચોઈસ એવી જ હોઈ કે જ્યાં પણ ફરવા જઇયે ત્યાં પર્વતારોહણ અને સારા કુદરતી સૌંદર્ય ભરપૂર જગ્યાઓ હોવી જોઈએ , સિટી તો જોવાના જ પણ એક સમય  પછી બધા શહેરો એક જેવા જ લાગે પણ પર્વતો, નદી અને એના લીધે જે નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા છે એ બીજા કશેય નથી.

હવે તમને થોડું સ્લોવેનિયા વિશે જણાવી દવ, મધ્ય યુરોપમાં આવેલો દેશ સ્લોવેનિયા તેના પર્વતો, સ્કી રિસોર્ટ અને તળાવો માટે જાણીતો છે. આ દેશ નું કેપિટલ સિટી લ્યુબ્લજાના છે. લ્યુબ્લજાના એક નાનકડા શહેરની અનુભૂતિ ધરાવે છે કહેવામાં તો કેપિટલ સિટી છે પણ કોઈ એક નાના ટાઉન જેવડું જ.

અમારો પ્લાન અહીં 7 દિવસ રોકાવનાઓ હતો અને આ 7 દિવસ માં પુરે પૂરું સ્લોવેનિયા ફરવું હતું અને એ પણ ઉતાવળ થી નહિ. અમે અમારો પ્રવાસ જર્મની થી શરુ કર્યો હતો અને આ સાત દિવસો માં અમારે, 

આ સાતેય દિવસ નો સારાંશ: https://youtu.be/hc-wNQjZZIs

1. બોહીન્ઝ એરિયા: https://youtu.be/pl8rgu9yMP4
2. લેક બ્લેડ : https://youtu.be/39POs7Ktkp4  અને https://youtu.be/b0JIw7DFu3A
3. લ્યુબ્લજાના: https://youtu.be/e0P8qbdkzJ8
4. પ્રોસ્ટિયાના ગુફા અને પ્રીડજામાં કિલ્લો : https://youtu.be/wmTQyjSO43U
5. રિસોર્ટ સિટી પીરાન:  https://youtu.be/_w1j7sAUMmg
6. સોકા વેલી : https://youtu.be/oSEhBDYf1pM
7. સ્લોવાનિયા નો ઉંચાઈ પર આવેલો રસ્તો મંગાર્ટ સાડેલ (2,072 મીટર): https://youtu.be/noaw2o4WSvA


ઉપર ના વિડિઓ ના માહિતી બોક્સ માં તમને જગ્યા ના લોકેશન અને જગ્યા ની માહતી મળી જશે. ચાલો હવે તમને 7 દિવસ માં સ્લોવેનિયા બતાવું.

દિવસ 1: બોહીન્ઝ 
તમે સ્લોવેનિયા માં બીજા સ્થળે જાવ કે ના જાવ પણ બોહીન્ઝ તો અચૂક જવા જેવું છે. અહીં આવતા જ જે શાંતિ નો અનુભવ થઇ એ કૈક અલગ જ છે. ક્રિસ્ટલ ક્લીઅર તળાવ અને  આજુ બાજુ પર્વતો ની હાલમાળા આ જગ્યા ને ચાર ચાંદ લગાવી દે છે. અહીં તમે બોટિંગ ની મજા માણી શકો છો અને અહીં જે 2 કે 3 દિવસ રોકાવનાઓ પ્લાન કરતા હોઈ એના માટે ખાસ ટુરિસ્ટ પેકેજ છે જે ટુરિસ્ટ ઓફિસ  માં થી મળી જશે એમાં તમને ફ્રી ઈન્ટરનેટ, બોટિંગ,  કેબલ કાર (રોપ વે) વોગેલ પર્વત સુધી નું, સાવિકા પાણી ના ધોધ જેવા  ઘણા બધા ટુરિસ્ટ આકર્ષણો નો સમાવેશ થાય છે. અહીં ઘણા  લોકલ સ્પોટ છે જે ફરવા માટે અહીં 2 દિવસ જેટલો સમય લઇ ને આવ્યા હોઈ તો સારું પડે. દિવસ ની શરૂઆત અમે  બોટિંગ થી કરી બોટ માં સરસ મજાનું લેક અને એનું બ્લુ પાણી જોતા જોતા અમે વોગેલ રોપવે સુધી પોહ્ચ્યા અને બોટિંગ કરતી વખતે એક ગાઈડ એ અમને બોહીન્ઝ વિશે ઘણી રસપ્રદ માહિતીઓ આપી. બોહીન્ઝ એટલે ભગવાન એ પોતાના રેઇટરમેન્ટ માટે બનાવેલું ઘર એવું થઇ પણ ભગવાન જયારે જમીન ની વહેચણી કરતા હતા ત્યારે એક ચોક્કસ પ્રકારની જાતિ ને જમીન આપવાનું ભૂલી ગયા અને એમને બોહીન્ઝ આપી દીધું એટલે અહીં તમને જન્નત કે સ્વર્ગ માં આવી ગયા હોઈ એવી અનુભૂતિ થશે. ચોખ્ખાઈ અને કુદરતી વસ્તુ ની જાણવણી અને માવજત માટે સરકાર ખુબ  જોર આપે છે કોઈ પણ જગ્યા અહીં ફ્રી માં નથી બધે થોડો થોડો કર વસુલે છે અને એ બધું નેચર ની માવજત માં વાપરે છે.











દિવસ 2 લેક બ્લેડ
એક સુંદર મજાનો દિવસ બોહીન્ઝ માં કાઢ્યા પછી અમારું આગળ નું સ્ટોપ હતું યુરોપ નું ખુબજ પ્રખ્યાત લેક બ્લેડ. બીજા દિવસે સવારે બિસ્તરા પોટલાં બાંધી ને અમે બોહીન્ઝ થી નીકળી ને લેક બ્લેડ પોહચી ગયા. બોહીન્ઝ થી કદાચ 40 45 મિનિટ થતી હશે  અને અહીં આવ્યા પછી અમારો પ્લાન હતો અહીં ની ખુબજ પ્રખ્યાત ક્રીમ કેક ખાવાનો, સ્લોવેનિયા નું એક માત્ર ટાપુ જે બ્લેડ લેક ની વચ્ચે આવેલ છે ત્યાં જાતે બોટિંગ કરી ને જવાનો અને થોડો સમય  ત્યાં રિલેક્સ થવાનો અને આ ટાપુ પર આવેલા ચર્ચ પર જય ને તમે વિશ બેલ વગાડો તો તમારી મન્નતો પુરી થાય તો મેલ આવે તો બેલ વગાડવાનો પણ પ્લાન હતો. આ બધું કરી ને અહીં થી નજીક આવેલું વિન્ટગાર ગોર્જ પર જય ને ટ્રેકિંગ કરવાનો. આ ગોર્જ રાંદોવા નદી જે રાંદોવા પર્વત માલા ની વચ્ચે થી નીકળે છે એ ના કિનારે કિનારે ચાલી ને કુદરત ની કળા ની મજા માણવાની વાત જ અલગ છે. આ 3 વસ્તુ તમે એક દિવસ માં કરી શકો છો એટલે અમે અહીં એક દિવસ પસાર કરી ને સ્લોવેનિયા ની રાજધાની તરફ પ્રયાણ કર્યું. 










દિવસ 3 લ્યુબ્લજાના
લ્યુબ્લજાના અમારો પ્લાન એક દિવસ પસાર કરવાનો હતો અહીં તમે ડ્રેગન બ્રિજ અને સિટી ટૂર કરી શકો છો અને ટિવોલી પાર્ક માં થોડો સમય પસાર કરી શકો છો. તમે ચાલતા ચાલતા લ્યુબ્લજાના ના મહેલ પણ જય શકો છો. બોહીન્ઝ અને લેક બ્લેડ ફર્યા પછી અહીં થોડું કાંટાળા જનક લાગે પણ તમે એક દિવસ રિલેક્સ થવા અને આરામ થી કઈ પ્લાન વગર સિટી ની મજા માણી શકો છો.  અહીં અમે એક રાત રોકાઈ ને બીજા દિવસે રિસોર્ટ સિટી પીરાન તરફ જવાનો પ્લાન હતો. પીરાન જતી વખતે રસ્તા માં અચૂક વિઝિટ કરવા જેવા સ્થળો પ્રોસ્ટિયાના ગુફા અને પ્રીડજામાં કિલ્લો પણ  લેવાના હતા. અહીં તમે એક દિવસ પ્લાન કરી શકો છો.







દિવસ 4 પ્રોસ્ટિયાના(પોસ્ટોજના) ગુફા અને પ્રીડજામાં (પ્રેડજામા) કિલ્લો
પોસ્ટોજના ગુફા એ 24.120 મીટર લાંબી કાર્સ્ટ ગુફા સિસ્ટમ છે જે  દક્ષિણપશ્ચિમ સ્લોવેનિયા ની નજીક આવેલ છે. તે દેશની બીજી સૌથી લાંબી ગુફા પ્રણાલી તેમજ તેના ટોચના પ્રવાસન સ્થળોમાંનું એક છે. આ ગુફાઓ પિવકા નદી દ્વારા બનાવવામાં આવી હતી. આ ગુફા માં જવું એ જ એક લ્હાવો છે અને જયારે ગુફા શોધાઈ હતી ત્યારે અહીં અંધારિયા જીવો મળ્યા હતા એ તો જોવા જેવા છે, હજુ એમના કેટલાક પ્રકાર ના પ્રાણી કે જીવ જંતુ ને સાચવી ને રાખેલા છે અને એ પ્રકાશ સહન ના કરી શકે એટલે એમના માટે ખાસ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એ બને તેટલું લાબું જીવી શકે. આ ગુફા ની મુસાફરી એક અંદર ખાસ પ્રકાર ની બનાવેલી ટ્રેન ની મારફતે કરવામાં આવે છે એ ટ્રેન તમને ગુફા માં ઘણે દૂર સુધી લઇ જય છે અને પછી એક ટૂર ગાઈડ તમને ગુફા દર્શન અને માહિતી આપે છે.








આ ગુફા થી થોડા કિલોમીટર દૂર એક ફેરીટેલ વાર્તા માં હોઈ એવો જ એક કિલ્લો આવેલ છે જેનું નામ પ્રેડજામા કિલ્લો છે. અભેદ્ય મધ્યયુગીન અજાયબી 800 વર્ષથી વધુ સમયથી 123-મીટર-ઉંચી ખડકની મધ્યમાં આવેલ આ કિલ્લો ખરેખર જોવા લાયક છે. આ કિલો વિશ્વના સૌથી મોટા ગુફા કિલ્લા માટે પણ જાણીતો છે અને એની પાછળ, ગુપ્ત સુરંગોનું નેટવર્ક છે, જ્યાંથી પ્રેડજામાનો રાજા ઇરાઝેમ તેની લૂંટ અભિયાનો પર નીકળતો. પ્રેડજામા કિલ્લા હેઠળની ગુફા ચામાચીડિયાની વસાહતનું ઘર છે. આ કિલો અને એ સમયે રાજા એ કઈ રીતે પોતાનું જીવન વિતાવ્યું હતું એની માહિતી અહીં ની વિઝિટ કરવાથી મળશે.




દિવસ 5 રિસોર્ટ સિટી પીરાન
નામ પર થી જ સમજાઈ જશે કે આ સિટી દરિયા કિનારા નું હોવું જોઈએ, હા સાચી વાત અને પીરાન ને રિસોર્ટ સિટી ના નામે ઉપમા આપેલ છે કારણ કે અહીં નું લોકેશન એ રીતે છે કે કોઈ પણ ઘર થી ચલતા થોડી જ વાર માં તમે દરિયા કિનારે પોહચી જશો. અહીં કોઈ પણ પોઇન્ટ થી તમે દરિયા માં ડૂબકી મારી ને સ્વિમ કરી શકો એવી વ્યવસ્થા છે અને દરિયા માંથી નાઈ ને મીઠા પાણી ના ફુવારા પણ ની પણ સારી વ્યવસ્થા છે. અહીં અમને એક ઇન્ડિયન ભાઈ લારી નાખી ને વસ્તુ વેંચતા મળી ગયા હતા એ રેફયુજી તરીકે આવ્યા હતા મૂળ કેરળ ના અને અહીં મસાજ કરતા અને બાકી ના સમય માં લારી પર વસ્તુ વેંચતા એમનું ફેમિલી ઇન્ડિયા માં જ હતું અને એ એમને પણ બોલવાની કોશિશ કરતા હતા, હું પ્રાર્થના કરું છું કે એ કદાચ આવી ગયા હોઈ એમના જોડે. 









દિવસ 6 સોકા વેલી
સોકા વેલી એ સોકા નદી જે પર્વતો ની વચ્ચે થી પસાર થાય છે એના નામ પરથી ઓળખાઈ છે. સોકા અથવા ઇસોન્ઝો એ 138-કિલોમીટર લાંબી નદી છે જે પશ્ચિમ સ્લોવેનિયા અને ઉત્તરપૂર્વ ઇટાલીમાંથી વહે છે. સૌકા એક આલ્પાઇન નદી છે, તેનો સ્ત્રોત ઉત્તર-પશ્ચિમ સ્લોવેનિયામાં જુલિયન આલ્પ્સની ટ્રેન્ટા ખીણમાં 876 મીટરની ઉંચાઈએ આવેલો છે. પાણી એકદમ ઠંડુ પણ લોકો તોય નાઈ એમાં, આપડે તો પગ બોલી ને બહાર. આ એરિયા એકદમ શાંત છે અને નદી નો અવાજ દૂર દૂર સુધી સાંભળી શકાય છે. આ જગ્યા વોટરસ્પોર્ટ લવર્સ માટે ઘણી પ્રખ્યાત છે અને રિવર રાફ્ટિંગ, બોટિંગ, કાયાકિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી ઘણી પ્રવૃત્તિ થાય છે. સ્લોવેનિયા હજુ પણ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ થી દૂર છે એટલે અહીં તમને  લોકો નો ઘસારો ઓછો જોવા મળશે પણ ઉનાળા માં તો અહીં પણ ફુલ જ હોઈ છે. અહીં અમે 2 દિવસ પસાર કર્યા જેમાં પેલા દિવસે તો અતિશય વરસાદ હતો એટલે બો ખાસ કઈ થયું નહિ પણ નદી કિનારે બેસવા ગયા હતા અને અમારું જે ઘર રાખ્યું હતું ત્યાં વિવિધ ફળ ના વૃક્ષ હતા તો એ તોડી તોડી ને ખાધા અને ઘરે થી પર્વત અને વિશ્વયુદ્ધ માં શાહિદ થયેલા ના સ્મારક રૂપી ચર્ચ જે પર્વતો ની વચ્ચે બનાવેલ છે એનો નજારો એકદમ જોરદાર હતો એ જ એન્જોય કર્યો. બીજા દિવસે અમે આજુબાજુ પર્વતારોહણ કરવા ગયા અને સોકા નદી પર બનાવેલ ઝુલતા પુલ ની મુલાકાત લીધી અને એક દિવસ ક્યાં જતો રહ્યો એનો આઈડિયા પણ ના આવ્યો.







દિવસ 7 સ્લોવાનિયા નો ઉંચાઈ પર આવેલો રસ્તો મંગાર્ટ સાડેલ:
હવે અમારું વેકેશન પૂરું થવા પર હતું પણ અમે હજુ થાક્યાં નોહતા અને અમારે છેલ્લી ઘડી સુધી લડવાનું હતું, આ છેલ્લા દિવસે અમારો પ્લાન જર્મની પાછું જવાનું હતું પણ સોલવેનિયા ના 3જા નંબર ના ઉંચાઈ વાળા રસ્તા  મંગાર્ટ સાડેલ ની મુલાકાત લઇ ને અને અહીં પહોંચતાં પેલા રસ્તા માં આવતા 2 ખંડિત કિલ્લા જે વિશ્વયુદ્ધ 1 માં ખુબ મહત્વની ભૂમિ ભજવી હતી એમની મુલાકાત લઇ ને. નેપોલિયન બોનાપાર્ટ ના નામે ઘણી હિસ્ટ્રી છે અને એ જો જાણવી હોઈ તો સૌકા વેલી અને આ કિલાં ખુબ મહત્વના છે. એ સમય માં થયેલા બોમ્બમારા અને યુદ્ધ ની માહતી આપતી આ જગ્યા તમને જરૂર 1લા વિશ્વયુદ્ધ માં લઇ જશે. આ કિલાં ની વિઝિટ કરી ને અમે પોહાંસિયા મંગાર્ટ સડેલ પર. કાર ચલાવી ઘણી જ પડકાર જનક છે સામે કોઈ કાર કે અન્ય વસ્તુ મળે તો રસ્તા ઘણા સાંકડા છે. અહીં પોહચી ને જે નજારો આવે એ બસ જોતા જ રહીયે એવું થઇ અમે સમય ની બો ચિંતા કર્યા વગર અહીં અમારી લાસ્ટ મોમેન્ટ્સ ની મજા માણી  અને અહીં પણ અમે પર્વત રોહન કરી ને એક ટોચ સુધી પોહ્ચ્યા અહીં. આ બધા પિકચર્સ તમને જરૂર મંત્ર મુગ્ધ કરશે. પણ જો સમય હોઈ તો મારો વિડિઓ પણ જોજો એમાં પણ તમને ખુબ મઝા આવશે.














સ્લોવેનિયા પ્લે લિસ્ટ:  https://www.youtube.com/watch?v=hc-wNQjZZIs&list=PLQKGRJyk7H3sqLnsXfz9SWBcnBEiI0BbM&index=1

આભાર 



Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?