Posts

Showing posts from February, 2022

પ્રેમ અને આકર્ષણમાં શું તફાવત છે?

 “શારીરિક આકર્ષણ સામાન્ય છે, પરંતુ વાસ્તવિક મન થી મેળ કરવો દુર્લભ છે. જો તમને તે મળે, તો તેને પકડી રાખો." આ એક સામાન્ય કહેવત છે જે વાસ્તવમાં સાચી છે. પ્રેમ અને આકર્ષણ એવા બે શબ્દો છે જે તદ્દન ગૂંચવણમાં મૂકે છે. લોકો ઘણીવાર કોઈના પ્રત્યેના તેમના આકર્ષણને પ્રેમ અને તેનાથી વિપરીત સમજે છે. પ્રેમ અને આકર્ષણો બંને એકબીજા સાથે સંબંધિત છે છતાં ઘણી રીતે અલગ છે.  એક સરખી વ્યાખ્યા આપીયે તો આકર્ષણ અથવા મોહ અલ્પજીવી છે, જો કે, પ્રેમ લાંબો સમય ચાલે છે.  પ્રેમ માં કાંઈ મેળવવા ની ભાવના ના હોય , બસ એ ખુશ એમાં તમે ખૂશ એવો ભાવ હોઈ છે. આકર્ષણ માં એક સમયે એવું થશે એ મળે તો પણ ઠીક અને ના મળે તો બીજુ મળી જશે અને આપડે પેલી વસ્તુ ને ભૂલી જઇયે છીએ, જયારે પ્રેમ માં ભૂલવું થોડું મુશ્કેલ છે, હું તો એમજ કવ કે મુશ્કેલ નહિ અશક્ય જ છે. કોઈને ગમવું એ માનવીય સ્વભાવ છે અને તમે એ લાગણીનો પ્રતિકાર કરી શકતા નથી. પણ શું એ પ્રેમ છે? આ નો જવાબ શોધવો ખુબજ જરૂરી છે બાકી આગળ જતા બો મોટું નુકશાન થઇ શકે છે. જો તમે કોઈની તરફ આકર્ષિત થાઓ છો, તો તમે તે વ્યક્તિ વિશે વિચારવાનું બંધ કરી શકશો નહીં. આકર્ષણ હકીક...

શા માટે શાકાહારીઓ છોડને મારવા માટેતૈયાર હોય છે પરંતુ પ્રાણીઓને નહીં?

આ બાબતે મારી વાત કરું તો મારું એમ માનવું છે કે જે આપડે બાળપણ થી જોઈએ અને કરીયે છીએ  અને આપડી આસ પાસ જેવું વાતાવરણ છે એ હિસાબે આપડા માનસ માં એક નિશ્ચિન્ત પૂર્વધારણા બંધાઈ ગઈ છે. એટલે જો આપડે પેલે થી જ શાકાહારી છીએ તો આપણ ને એને ખાવામાં કઈ પ્રોબેલ્મ નથી આવતો અને બીજી વાત એ કે છોડમાં ચેતાતંત્ર નથી તેથી તે કંઈપણ અનુભવી શકતું નથી, તેથી તે છોડને ખાવા માટે ક્રૂર લાગતું નથી. પરંતુ પ્રાણીઓમાં એવી સમજ હોય છે કે તેઓ અનુભવી શકે છે, તેઓ પ્રતિભાવ આપી શકે છે અને જયારે તેઓ ની હત્યા ખાવા માટે કરવા માં આવે છે ત્યારે જે રીતે એ બચવાના પ્રયાસો કરે છે એના પરથી ખ્યાલ આવે છે કે એ કેટલું દુઃખી થાય છે એ પણ ચીસો મારે જ છે ને અને જો તમે જીવ માત્ર પ્રત્યે દયા રાખતા હોવ અને બાળપણ થી શાકાહારી હોઈ તો  તમને કોઈ પણ પ્રાણી ને ખાવા માટે મારતા પેલા જીવ જરૂર ખચકાશે. વનસ્પતિ કે શાકાહારી વસ્તુ એક સમયે એનો વપરાશ ના કરીયે તો એ બગડી જાય છે એટલે એનો ચોક્કસ સમય માં ઉપયોગ કરવો પડે છે અને જયારે પ્રાણી માં એવું કઈ છે નહિ કે તમે કાલે એને નહિ મારશો તો એ બગડી જશે. છોડ તમને એક પાક લઇ ને નવો ઉગાડી શકો છો અને જો એમ ના કરો તો...