શા માટે શાકાહારીઓ છોડને મારવા માટેતૈયાર હોય છે પરંતુ પ્રાણીઓને નહીં?

આ બાબતે મારી વાત કરું તો મારું એમ માનવું છે કે જે આપડે બાળપણ થી જોઈએ અને કરીયે છીએ  અને આપડી આસ પાસ જેવું વાતાવરણ છે એ હિસાબે આપડા માનસ માં એક નિશ્ચિન્ત પૂર્વધારણા બંધાઈ ગઈ છે. એટલે જો આપડે પેલે થી જ શાકાહારી છીએ તો આપણ ને એને ખાવામાં કઈ પ્રોબેલ્મ નથી આવતો અને બીજી વાત એ કે છોડમાં ચેતાતંત્ર નથી તેથી તે કંઈપણ અનુભવી શકતું નથી, તેથી તે છોડને ખાવા માટે ક્રૂર લાગતું નથી. પરંતુ પ્રાણીઓમાં એવી સમજ હોય છે કે તેઓ અનુભવી શકે છે, તેઓ પ્રતિભાવ આપી શકે છે અને જયારે તેઓ ની હત્યા ખાવા માટે કરવા માં આવે છે ત્યારે જે રીતે એ બચવાના પ્રયાસો કરે છે એના પરથી ખ્યાલ આવે છે કે એ કેટલું દુઃખી થાય છે એ પણ ચીસો મારે જ છે ને અને જો તમે જીવ માત્ર પ્રત્યે દયા રાખતા હોવ અને બાળપણ થી શાકાહારી હોઈ તો  તમને કોઈ પણ પ્રાણી ને ખાવા માટે મારતા પેલા જીવ જરૂર ખચકાશે.

વનસ્પતિ કે શાકાહારી વસ્તુ એક સમયે એનો વપરાશ ના કરીયે તો એ બગડી જાય છે એટલે એનો ચોક્કસ સમય માં ઉપયોગ કરવો પડે છે અને જયારે પ્રાણી માં એવું કઈ છે નહિ કે તમે કાલે એને નહિ મારશો તો એ બગડી જશે. છોડ તમને એક પાક લઇ ને નવો ઉગાડી શકો છો અને જો એમ ના કરો તો બગડી જશે એટલે એ એક નેચરલ પ્રોસેસ છે એટલે એમાં હત્યા કે એવું ક્યાં કસે  આવ્યું જ??? 

જે જેવા વાતાવરણ માં ઉછરે છે એવા એ બને છે, જેમકે મારા જર્મન મિત્રો છે એ ના માટે પ્રાણી મારવા એટલે કઈ મોટી વાત નથી નાતાલ પાર સસલા મારે, આડે દિવસે ગાયો અને ડુક્કર, મરઘી તો હાલત અને ચાલતા, એમના માટે નવાઈ નથી કારણકે એ લોકો નાનપણ થી એ જ જોયું છે અને એને એમજ છે કે  અમુક પ્રાણીઓ ખાવા માટે જ ઉછેર કરવામાં આવે છે, એટલે એને કહીયે કે હું વેજિટેરિઅન છું તો નવાઈ લાગે.

બીજો એક મારો મિત્ર હમણાં જ વૅગન બન્યો એનું કારણ એને એવું આપ્યું કે એ જયારે બજાર માંથી તૈયાર પ્રાણી નું માસ ખાય છે ત્યારે એને અનુભવ નથી થતો કે એ પ્રાણી એ કેટલી વેદના કે વ્યથા વેઠી હશે પણ એક વાર એને પોલ્ટ્રી ફાર્મ માં મરઘાં ને મારતા જોયા અને એની આંખ માં આંસુ જોયા ત્યારે એને થયું કે હું આ શું ખાવ છું અને તરત જ એને વેગન બનવાનો નિર્ણય કર્યો. વેગન  પણ એટલે કે એને ગાય ને હેરાન કરી ને દૂધ કાઢી ને પીવામાં પણ ખરાબ લાગે છે એટલે. અહીં મશીન આવે જે ગાયો ના આંચળ સાથે બાંધી ને એનો ઉપયોગ કરી ને દૂઘ કાઢવામાં આવે છે. અને એમના બચ્ચા બિચારા દૂધ વગર રહી જાય અને આપડે જો એનું દૂધ પિયે તો એ સારું ના કેવાઈ એવું મારા એ જર્મન મિત્ર નું માનવું છે એટલે એ વેગન છે. 

આશા છે કે તમને જવાબ મળ્યો હશે ઉપરની વાત પરથી.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?