પ્રેમ અને આકર્ષણમાં શું તફાવત છે?

 “શારીરિક આકર્ષણ સામાન્ય છે, પરંતુ વાસ્તવિક મન થી મેળ કરવો દુર્લભ છે. જો તમને તે મળે, તો તેને પકડી રાખો." આ એક સામાન્ય કહેવત છે જે વાસ્તવમાં સાચી છે.

પ્રેમ અને આકર્ષણ એવા બે શબ્દો છે જે તદ્દન ગૂંચવણમાં મૂકે છે. લોકો ઘણીવાર કોઈના પ્રત્યેના તેમના આકર્ષણને પ્રેમ અને તેનાથી વિપરીત સમજે છે. પ્રેમ અને આકર્ષણો બંને એકબીજા સાથે સંબંધિત છે છતાં ઘણી રીતે અલગ છે. 

એક સરખી વ્યાખ્યા આપીયે તો આકર્ષણ અથવા મોહ અલ્પજીવી છે, જો કે, પ્રેમ લાંબો સમય ચાલે છે. પ્રેમ માં કાંઈ મેળવવા ની ભાવના ના હોય , બસ એ ખુશ એમાં તમે ખૂશ એવો ભાવ હોઈ છે. આકર્ષણ માં એક સમયે એવું થશે એ મળે તો પણ ઠીક અને ના મળે તો બીજુ મળી જશે અને આપડે પેલી વસ્તુ ને ભૂલી જઇયે છીએ, જયારે પ્રેમ માં ભૂલવું થોડું મુશ્કેલ છે, હું તો એમજ કવ કે મુશ્કેલ નહિ અશક્ય જ છે.

કોઈને ગમવું એ માનવીય સ્વભાવ છે અને તમે એ લાગણીનો પ્રતિકાર કરી શકતા નથી. પણ શું એ પ્રેમ છે? આ નો જવાબ શોધવો ખુબજ જરૂરી છે બાકી આગળ જતા બો મોટું નુકશાન થઇ શકે છે.

જો તમે કોઈની તરફ આકર્ષિત થાઓ છો, તો તમે તે વ્યક્તિ વિશે વિચારવાનું બંધ કરી શકશો નહીં. આકર્ષણ હકીકતમાં ક્યારેક વળગાડમાં ફેરવાઈ શકે છે. અને તે તમને પાગલ બનાવી શકે છે. જો કે, જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે આવી વસ્તુઓ બનતી નથી. તે એક નિઃસ્વાર્થ લાગણી છે જે તમને આકર્ષણની જેમ ખાતી નથી. 

આકર્ષણમાં પ્રેમથી વિપરીત છુપાયેલ હેતુ હોય છે. અને, એકવાર તે હેતુ અથવા ઇચ્છા પૂર્ણ થઈ જાય, તમે તે વ્યક્તિમાં રસ ગુમાવો છો. આકર્ષણ તો ઘણી બધી વસ્તુ થી થાય છે જેમ કે તમે કોઈની બુદ્ધિથી પણ આકર્ષિત થઈ શકો છો, કપડાં થી ચાલ ચલણ થી એવું તો ઘણું જ છે. જો કે, પ્રેમ બિનશરતી છે અને તે કોઈ વ્યક્તિગત જરૂરિયાતને અનુસરતો નથી.

આકર્ષણ તમને કોઈ વ્યક્તિ માટે પાગલ બનાવી શકે છે જ્યાં સુધી તે ચાલુ રહે. એકવાર તે સમાપ્ત થઈ જાય, પછી તમે તે વ્યક્તિની સામે પણ જોશો નહીં. જો કે, જ્યારે તમે કોઈના પ્રેમમાં હોવ છો, ત્યારે તમે બ્રેક-અપ અથવા અલગ થયાના વર્ષો પછી પણ તેને/તેણીને યાદ કરો છો. 

મારા અનુભવ પ્રમાણે પ્રેમ થવો સહેલો નથી કે નથી એકાદ મિનિટ માં થઇ જતો જે કે છે કે પેહલી નજર નો પ્રેમ તેમાં તો મારુ માનવું છે કે એ પ્રેમ નથી માત્ર આકર્ષણ જ છે. પેહલી નજર માં પ્રેમ થયેલા ને પણ મેં છુટા પડતા જોયા છે. 

ખેર આતો બો મોટો વિષય છે. પણ પ્રેમ અને આકર્ષણ વિશે જરા સમજાયુ હશે એવું માની ને અહીં જવાબ સમાપ્ત કરું છું.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?