ossar
કેમ છે દોસ્તો?? ચાલો આજે તમને પર્વતારોહણ કરવા લઇ જાવ. આ પર્વત નું નામ છે ઓસ્સર જે જર્મની ની અને ચેકરિપબ્લિક ની સીમા પર આવેલ છે. આ પર્વત ની આશરે 1293 મીટર જેટલો ઉંચો છે. આ પર્વત જર્મની ના બાયર્ન રાજ્ય માં આવેલ છે. જર્મની નું બાવેરિઅન જંગલ અને ચેક દેશ નું બોહેમાઈન જંગલ આ પર્વત ને બે ભાગ માં વહેચે છે. એટલે તમને બંનેવ જંગલ નો સારો એવો લાભ મળશે જો તમે અહીં ફરવા આવશો તો. પર્વતારોહણ માટે તમારે સરસ મજા ના જંગલ ની વચ્ચે થી પસાર થઇ ને જવું પડે છે અને આ રસ્તો ખરેખર ખુબ રોમાંચક છે. રસ્તા ની વચ્ચે ચાલતા ચાલતા તમને ઉંચા ઉંચા ઝાડવા નો સરસ મજા નો લ્હાવો મળશે અને સાથે સાથે ક્યાંક ક્યાંક પર્વત પરથી આવતા ઝરણાં પણ જોવા મળી જશે. અમે અહીં બધા મિત્રો સાથે ગ્રુપ માં ગયા હતા એટલે મજા માં ઔર વધારો થઇ ગયો. વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઇ જાય એ પણ ખ્યાલ ના રહે. અહીં અમારે આશરે 2 કિલોમીટર જેટલું ચાલવાનું હતું અને રસ્તો કાચો અને પથ્થરો વાળો હતો એટલે કોઈ વાર ચાલવા માં પણ મુશ્કેલી પડે પણ એ તો મજા છે પર્વતારોહણ કરવાની ની. આમ તો શિયાળો ચાલુ થવા પર હતો એટલે ઠંડી સ્વાભાવિક પણે હતી જ પણ જેમ જેમ ઉપર જ...