ossar

કેમ છે દોસ્તો??

ચાલો આજે તમને પર્વતારોહણ કરવા લઇ જાવ. આ પર્વત નું નામ છે ઓસ્સર જે જર્મની ની અને ચેકરિપબ્લિક ની સીમા પર આવેલ છે. આ પર્વત ની આશરે 1293 મીટર જેટલો ઉંચો છે. આ પર્વત જર્મની ના બાયર્ન રાજ્ય માં આવેલ છે. જર્મની નું બાવેરિઅન જંગલ અને ચેક દેશ નું બોહેમાઈન જંગલ આ પર્વત ને બે ભાગ માં વહેચે છે. એટલે તમને બંનેવ જંગલ નો સારો એવો લાભ મળશે જો તમે અહીં ફરવા આવશો તો. પર્વતારોહણ માટે તમારે સરસ મજા ના જંગલ ની વચ્ચે થી પસાર થઇ ને જવું પડે છે અને આ રસ્તો ખરેખર ખુબ રોમાંચક છે. રસ્તા ની વચ્ચે ચાલતા ચાલતા તમને ઉંચા ઉંચા ઝાડવા નો સરસ મજા નો લ્હાવો મળશે અને સાથે સાથે ક્યાંક ક્યાંક પર્વત પરથી આવતા ઝરણાં પણ જોવા મળી જશે. 

અમે અહીં બધા મિત્રો સાથે ગ્રુપ માં ગયા હતા એટલે મજા  માં ઔર વધારો થઇ ગયો. વાતો કરતા કરતા સમય ક્યાં પસાર થઇ જાય એ પણ ખ્યાલ ના રહે. અહીં અમારે આશરે 2 કિલોમીટર જેટલું ચાલવાનું હતું અને રસ્તો કાચો અને પથ્થરો વાળો હતો એટલે કોઈ વાર ચાલવા માં પણ મુશ્કેલી પડે પણ એ તો મજા છે પર્વતારોહણ કરવાની ની. આમ તો શિયાળો ચાલુ થવા પર હતો એટલે ઠંડી સ્વાભાવિક પણે હતી જ પણ જેમ જેમ ઉપર જતા હતા એમ ક્યાંક ક્યાંક પાણી પણ બરફ થઇ ગયું હતું એટલે ઘણી વાર પગ લપસી પણ જતા હતા.

એમાં હું તો મિશ્રી ને લઇ ને ચડતો હતો, આમ તો એ વજન માં 5-6 કિલો ની હશે અને બેબીટ્રેકર પેર્યું હતું એટલે વજન બેલેન્સ થઇ જતો હતો અને મિશ્રી ઉંચકી ને જવામાં પણ કોઈ તકલીફ ના પડી. મિશ્રી એ પણ ખુબ મજા કરી.  એના પછી તો મિશ્રી ને લઇ ને ઘણા પ્રવતારોહણ કર્યા અને મારી ઈચ્છા પણ એવી છે કે એ મોટી થઇ ને પર્વતારોહણ માં રસ લે.

ચાલો પાછા આપડા પર્વતારોહણ ની વાત પર, એક વાર ઉપર પોહચ્યાં એટલે એટલું સરસ કુદરતી સૌંદર્ય હતું એ જોઈ ને જ બધો થાક દૂર થઇ ગયો. ઉપરથી તમને દૂર દૂર સુધી જંગલો જ દેખાઈ અને ક્યાંક ક્યાંક જંગલો ની વચ્ચે આવેલ ગામડા  પણ જોવા મળી જાય. આજુબાજુ માં બીજા નાના મોટા પર્વતો ને જોતા એવું જ લાગતું હતું કે બસ અહીં બેસી ને આ નજારો માનતા જ રહીયે. આમ તો મેડિટેશન માટે શાંતિ ની જરૂર હોઈ છે પણ જો મન ની શાંતિ ના હોઈ તો મેડિટેશન શક્ય નથી અને મન ની શાંતિ માટે કુદરત ના સાનિધ્યથી વધારે સારી જગ્યા કઈ હોઈ શકે. અહીં આવતા તમારું મન એકદમ શાંત થઇ જાય અને દુનિયા ના બધા વિચારો અને તણાવ માંથી થોડીવાર મુક્ત થઇ જાય.

વધુ ફિલોસોફી તો નહિ કરું પણ મારો વિડિઓ જોશો તો તમને ખરેખર મજા આવશે. જો તમને મારો વિડિઓ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ જગ્યા ની માહિતી અને બીજી ઇન્ફોરમેશન વિડિઓ ના માહિતી બોક્સ માં આપેલ છે.



How are you guys ?? Let's take you for a mountaineering or tracking tour today. The name of this mountain is Osser which is located on the border of Germany and the Czech Republic. This mountain is about 1293 meters high. This mountain is located in the Bayern state of Germany. The Bavarian forest of Germany and the Bohemian forest of the Czech country divide the mountain into two parts. So you will get a good benefit of both the Forests if you come here for a tracking. For the tracking you have to go though forest and it is real fun. Walking in the middle of the Forest, you can enjoy big tall trees and at the same time you will see the springs coming from somewhere in the mountains.

We went here in a group with all the friends so the fun increased. You don't even know where time passes while talking. Here we had to walk about 2 kilometers and the road was rough and rocky so sometimes it is difficult to walk but it is fun to climb. Thus, the winter was about to start, so it was cold naturally, but as we were going up, the water had become icy in some places, so we often slipped.

But once we reached the top, seeing that there was such a beautiful natural beauty, all the fatigue went away. From above you can see the forests in the distance and also the villages in the middle of the forests. Looking at the other small and big mountains in the vicinity, it feels like just sitting here and enjoy this view for hours and hours. As a peace is needed for meditation but if there is no peace of mind then meditation is not possible and what could be a better place for peace of mind than the being in the nature. When you come here, your mind will be completely calm and you will be free from all the thoughts and stress of the world for a while.

I won't do more philosophy but you will really enjoy watching my video. If you like my video, don't forget to like, share and subscribe. Information about this place and other information is given in the information box of the video.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?