Druidenhain

ચાલો દોસ્તો આજે તમને જર્મની માં પાનખર ઋતુ કેવી હોઈ છે એ  બતાવું.

પાનખર ઋતુ નોર્મલી સપ્ટેમ્બર મહિના ના અંત થી ડિસેમ્બર મહિના  સુધી હોઈ છે. આ ઋતુઓ પણ આપડા જીવન ચક્રની ઝાંખી  કરાવતી હોઈ એવું લાગે છે.
મનુષ્યનું જીવન પ્રકૃતિની વિવિધ ઋતુઓની જેમ જ જુદા જુદા તબક્કામાં વહેંચાયેલું છે. જીવનના દરેક તબક્કામાં એક વિશિષ્ટ લાક્ષણિકતા હોય છે તેમ જ દરેક ઋતુઓ તેની પોતાની લાક્ષણિકતા ધરાવે છે. જેમ માનવ જીવન જન્મ થી મરણ સુધી અનેક તબ્બકા માંથી પસાર થાય છે તેમ ઋતુઓ પણ ઉનાળા થી લઇ ને ચોમાસા સુધી માં અનેક તબક્કા માંથી પસાર થઇ છે. વસંત ઋતુ જે આપડા બાળપણ સાથે સરખામણી કરી શકીયે કારણ કે આ તબક્કે દરેક વસ્તુની શરૂઆત નમ્ર છે.જુવાની છે એ ઉનાળા ઋતુ જેવી છે કારણ કે યુવાનીમાં આપડે ઘણા સક્રિય રહીયે છીએ એમ ઉનાળા માં પ્રકૃતિ પોતાની પ્રવૃતિઓ થી સક્રિય હોઈ છે. વરસાદ ની ઋતુ એ જીવન માં અંધકાર અને દુઃખ ની સાથે સરખામણી કરી છે. જ્યારે આપણે પાનખરની ઋતુ ને આપણા મધ્યમ વય સાથે સરખાવી શકીએ. પરિપક્વ અને સ્થાયી થાય છે, સંતાનોની સંભાળ રાખે છે અને યુવાની દરમ્યાન કરવામાં આવતી આપણી ક્રિયાઓના ફળનો આનંદ માણે છે. કારણ કે આ ઋતુ દરમિયાન વિવિધ ફળો પાકવાનું શરૂ કરે છે શિયાળુ ઋતુ  માનવ જીવનમાં વૃદ્ધાવસ્થા સાથે સમાન છે. જેમાં આખા જીવન દરમ્યાન કરેલા કર્મો અને કાર્યો રૂપી ફળ ભોગાવવના હોઈ છે.

આ વિડિઓ માં જે જગ્યા છે એનું નામ ડ્રુઇડેનહાઈમ કરી ને છે જે મારા ઘરથી નજીક માં આવેલ છે. આ એરિયા ને ફેન્કીંશેસ્વાઇસ ના નામે ઓળખાઈ છે,  એટલે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ની આબેહૂ જેવી જગ્યા છે. અહીં થોડા નાના મોટા પર્વતો અથવા તો ટેકરીઓ આવેલી છે અને જે લીલાછમ જંગલો થી અને નાના મોટા તળાવો થી છલકાઈ છે. અહીં તમને કોઈ પણ ઋતુ માં આવો તો તમને એ ઋતુ નું અલગ જ મજા માણવા  મળશે. ડ્રુઇડેનહાઈમ માં પર્વતારોહણ માટે અને પરિવાર કે મિત્રો સાથે એકદિવસીય પીકનીક કરવા માટે સરસ જગ્યા છે. તમે જો જર્મની માં બાયર્ન રાજ્ય માં આવતા હોઈ અને નુરેનબેર્ગ (Nurenberg) ની નજીક માં હોઈ તો આ જગ્યા એ જરૂર જવા જેવું છે. અહીં જેટલી ફરવા લાયક જગ્યા છે એ નું લિસ્ટ મારા આ ડિસ્ક્રિપ્શન બોક્સ માં મૂકી દીધું છે એટલે અહીં કેમ પોંહચવું અને ક્યાં પાર્કિંગ કરવું એ ત્યાંથી જોઈ શકાશે.

જો તમને મારો આ વિડિઓ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
https://www.youtube.com/channel/UC7NJqTGRjfUtGAfAf4FUFNA/featured?sub_confirmation=1

--------------------------------------------------------------------------------------------

Human life is divided into different phases just like different seasons in nature. Each phase in life has unique characteristic  as well as every season has characteristic of its own. From birth to death human beings passes through different phases which are also temporary in nature, even unto seasons which are also temporary in nature. One season succeeds another just like unto human beings from birth to death human beings experience the emotions of pain and join like wise there are various moods of nature. With the due course, summer is hot, winter is cold, while rainy seasons are full of rain. Spring and autumn have their own characteristics. We can therefore compare our childhood with the spring season as during this phase everything has a humble beginning. Youth can be compared with summer season as youth is full of various activities just like summer. Rainy season has similarly with the gloom & pain we experience in our life. We can compare the autumn season with our middle age when we become mature and settled, looking after offsprings and enjoying the fruits of our actions performed during the youth as during this season various fruits starts ripening. Winter season has a similarly with old age in human life.

This place is called Druidenhaim, which is located in Fränkische Schweiz area of Bayern State of Germany. This area is giving you the feeling of France and Switzerland. This area has many heels and lakes, which are crowded with jungles (forest) lakes and many more natures things. If you are here then you can enjoy nature really very well. I will put all information about this place in video's description box so please check it out there.
If you like my video then Please like, share and subscribe to my channel.
https://www.youtube.com/channel/UC7NJqTGRjfUtGAfAf4FUFNA/featured?sub_confirmation=1

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?