Arbersee
કેમ છે દોસ્તો!
તમે તરતા ટાપુઓ વિશે તો સાંભળ્યું જ હશે, જો કે ટાપુ ઓ તો હંમેશા તરતા જ હોઈ છે પણ એક જ જગ્યા પર.
આજે તમને એવાજ તરતા ટાપુ કે જે તળાવ માં આવેલ છે એવી જગ્યા એ ફરવા લઇ જઈશ. આ તળાવો નું નામ જર્મન માં કરીયે તો આર્બર ઝે એવું છે અને એવા બે તળાવ છે એક નાનું આર્બર ઝે અને એક મોટું આર્બર ઝે. આ તળાવ માં તરતા ટાપુઓ છે જોતા તો એવું લાગે કે તળાવ ની અંદર જમીન છે જે એક જ જગ્યા એ સ્થિર છે પણ હકીકત માં એ હંમેશા તરતા રહેતા હોઈ છે અને આ પ્રક્રિયા એટલી ધીમી છે કે એક નજરે ખબર નહિ પડે પણ તમે જો અહીં અમુક મહિના પછી આવશો તો આ જમીન તેના બીજા લોકેશન પણ હશે.
આ સરોવરો કે તળાવો જર્મની અને ચેકરિપબ્લિક દેશ ની સીમા પાર આવેલ છે. પર્વતો ક્રોસ કરસો તો તમે બીજા દેશ માં પોહચી જશો. આતો ત્યાં એક મિત્ર (હાર્દિક અને અપેક્ષા) ના હિસાબે જવાનું થયું બાકી તો કદાચ અહીં ખબર નહિ કોઈદિવસ જાત કે નહિ. પણ કે છે ને દુનિયા માં હંમેશા અચરજો રહેલી છે આ જગ્યા પર પોંહચતા લાગ્યું કે ખરેખર સારું નસીબ છે કે અહીં આવવાનું થયું. આવી તો કેટલી જગ્યાઓ હશે જે પ્રખ્યાત નહિ હોઈ પણ ખુબ સુંદર હશે અને પ્રખ્યાત ના હોવા ના લીધે કદી જવાનું પણ ના થાય. પણ નસીબ માં હશે તો ગમે ત્યાંથી મેળ પડી જ જાય.
આ તળાવો ની રચના આઈસ એજ (બરફકાળ ) માં થઈ એવું માનવામાં આવે છે એટલે કે 1800 ના વરસ ની આજુબાજુ કદાચ.
એવું કેવાઈ છે કે પેલા ના જમાના માં અહીં ખેડૂતો કે લાકડા કાપવા વાળા લાકડા કાપી ને સરોવર માં આવેલા આ તરતા ટાપુ પર મૂકી દેતા અને પછી અમુક સમય પછી આ ટાપુ જયારે બીજા કિનારે આવે ત્યારે લાકડા લઇ લેતા. આ જગ્યા નું લોકેશન પણ ખુબ સરસ છે. ચારેય બાજુ પર્વતો અને જંગલો જ છે અને જંગલ માંથી પસાર થતા થતા અહીં પોહચી સકાય છે. ગાડી પાર્ક કરી ને તમારે 200 કે 300 મીટર જેટલું ચાલવાનું રહે છે પણ ક્યારે તમે આ તળાવ પાસે પોહચી જશો એ ખબર પણ નહિ પડે. આજુબાજુ ના ઉંચા ઉંચા વૃક્ષો, પર્વતો પક્ષીઓ નો કલરવ અને ક્યાંક ક્યાંક ફરવા આવેલા લોકો ની વચ્ચે સમય કેમ જાય તે જ ખબર નહિ પડે. આ તળાવો ની ફરતે ચાલવા માટે સારો એવો રસ્તો બનાવ્યો છે જે કાચો અને પાક્કો કહી સકાય એવો છે એટલે જયારે વરસાદ કે બરફ હશે ત્યારે અહીં ચાલવા માં જરા મુશ્કેલી પડશે બાકી ઉનાળા માં તો આરામ થી ચાલી સકાય છે. ચાલતા ચાલતા પર્વતો પરથી આવતા નાના ઝરણાં ક્યાંક ક્યાંક નઝરે ચડી જશે જે માહોલ ને ઔર રોમાંચિત બનાવી દે છે. અમે ગયા ત્યારે પાનખર આવવાની તૈયારી હતી એટલે આખું વાતાવરણ અને જગ્યા ખુબ કલરફુલ થઇ ગઈ હતી. ઝાડ પાર ના પાંદડા લીલા માંથી કોઈક કોઈક પીળા અને કોઈક કોઈક લાલ થતા આવતા હતા જે ખરેખર મનમોહક લાગે છે. ખરેખર એક વાત તો છે કે અહીં તમને બધી ઋતુઓ નો અનુભવ જરૂર થશે. પાનખર માં બધા પાંદડા ખરી જાય અને વસંત ઋતુ આવતા પાછા જાણે નવા પાંદડા ફૂટવા માંડે, જાણે કે એક જીવન ચક્ર પૂરું થઇ ને નવું ચાલુ થાય !!!
આ જગ્યા એટલી પ્રખ્યાત નથી પણ અહીં ના લોકલ લોકો અને આજુબાજુ ના વિસ્તાર માં ખુબ જાણીતી છે એટલે અહીં તમને દેશ વિદેશ કરતા લોકલ પ્રવાસીઓ ઓ વધુ મળી આવશે. બાકી લખવામાં કદાચ કઈ ચૂક થઇ હોઈ તો વિડિઓ માં જરૂર કવર થઇ ગઈ હશે તો વિડિઓ જોવાનું ના ભૂલતા અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જગ્યા ની માહિતી પાર્કિંગ લોકેશન વિડિઓ ના માહિતી બોક્સ માં આપેલ છે.
How are you friends!
You may have heard of floating islands, although islands are always floating but at a same place.
Today I will take you for a walk at the lake in which there are floatings Island and which are really float from one bank to another. These lakes are called Arbersee in German and there are two such lakes, a small Arbersee and a big Arbersee.
These lakes are located near the border between Germany and the Czech Republic. If you cross the mountains you will reach tot he Czech. These lakes are believed to have formed in the Ice Age, probably around the year 1800.
It was written somewhere that in the past long time back farmers or lumberjacks cut wood and placed it on this floating island in the lake and then after some time when the island came to the other shore they would take the woods. The location of this place is also very nice. There are mountains and forests all around and it can be reached by passing through the forest. You have to park your car and walk 200 or 300 meters but you don't even know when you will reach to this lake. There is a good walkable path to walk around these lakes which can be said to be raw and paved so when it is raining or snowing it will be a little difficult to walk here and in the rest of the summer you can walk comfortably. The small springs coming from the mountains will catch the eye and which makes the atmosphere even more thrilling. Autumn was about to come so, the whole atmosphere and space became very colorful. The leaves across the tree were turning from green to yellow and red which looks really captivating. One thing is for sure, you will experience all the seasons here in Germany. In autumn all the leaves fall off and spring comes and new leaves start sprouting, as if a life cycle is over and a new one starts !!!
This place is not so famous but it is very popular among the locals and the surrounding area so here you will find more local tourists than the international one. Don't forget to watch my video for having wonderful experience.
Comments
Post a Comment