વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?
પોતાના માટે સમય કાઢવો ખુબ જરૂરી છે અને જીવન માં જો પોતાના માટે થોડો સમય ના કાઢી શકીયે તો જીવન નો આનંદ કેવી રીતે માણી શકાય.
ઘણી વખત આપડે જવાબદારીઓ થી એટલા ઘેરાઈ ગયા હોઈએ છીએ કે પોતાના માટે સારું કે ખરાબ શું છે એ પણ જાણવા ની તસ્દી લેતા નથી. આપડે જો કામ નહિ કરીયે તો આપડા ઉપર ડિપેન્ડેડ લોકો નું શું થશે એ જ વિચાર ને વિચાર માં આપડે ઘણી વાર પોતાની જાત ને અવગણી ને કામ કર્યા રાખતા હોઈએ છીએ.
હવે સવાલ છે કે પોતાના માટે સમય કેમ કાઢવો, મારા ખ્યાલ થી તમે તમારી દિનચર્યા જોવો અને એક લિસ્ટ બનાવો કે ખરેખર તમે એટલા વ્યસ્ત છો કામ માં કે પોતાના માટે સમય નથી કાઢી સકતા. દિવસ માં ઘણી વખત આપણ ને ફ્રી સમય મળી રહે છે પણ એ વખતે આપણું મગજ આખો દિવસ જે દોડાદોડી કરી એના માંથી આરામ લેવા મથે છે એટલે તમે ફ્રી હોવા છતાં પણ સમય ને માણી નથી શકતા.
જીવન માં ફેરફાર લાવવા એ ખુબ મોટી પ્રક્રિયા છે અને એના માટે થોડી પ્રેકટીસ કરવી પડે તમારે તમારા મગજ ને ટ્રેઈન કરવું પડે એટલે એકાદ બે દિવસ માં ફરક નહિ પડે. એટલે જયારે પણ સમય મળે ત્યારે તમે તમારી મનગમતી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો થાક આપોઆપ જશે. કદાચ રોજે સમય કાઢવો મુશ્કેલ થઇ જતો હોઈ તો એટલીસ્ટ વિકેન્ડ માં તમે બધી મગજ મારી થી દૂર કોઈ બાગ માં કે કશે નજીક માં ફરવા માટે જાવ અને મગજ ને કેતા રેવાનું કે આજે આ સમય મારે મારા પાછળ કાઢવાનો છે એટલે એમાં હું ગામ ની મગજમારી નહિ કરું મારી જે જવાબદારી છે એ કાલે ઘરે આવી ને હાથ માં લઈશ. આજ નો દિવસ તો હું મારા માટે જ વીતાવીશ આ રીતે આપડે મગજ ને તૈયાર કરવું પડે.
એક વાત હંમેશા યાદ રાખવી સમય કદી થોભતો નથી એતો નિરંતર ચાલ્યા જ કરવાનો છે, એ નહિ જોવે કે આ ભાઈ પોતાની આખી જીંદગી બીજા ની જવાબદારી માં કાઢી તો એને હવે થોડો સમય આપું એનું જીવન જીવવા માટે. એટલે જો સમય જતો રહેશે તો પછી અફસોસ જ કાર્ય કરવાનો છે કે જો આમ કરી લીધું હોત તો સારું હતું. એટલે જેટલા પણ વ્યસ્ત હોવ જીવન માં પોતાના માટે થોડો સમય કાઢવો જ અને એ અશક્ય નથી જ અને મારા જેવા તો શું પોતાના અનુભવ થી કે એટલે તમારું જીવન કેવું છે એતો તમને જ વધુ ખ્યાલ હશે એટલે સમય કેમ કાઢવો એનું નિરાકાન તમારાથી સારું બીજા કોઈ નહિ લાવી શકે.
જે કામ બાળપણ થાય છે એ જુવાની માં કરવું મુશ્કેલ છે અને જુવાની નું કામ વૃધાવસ્થા માં એટલે આ સમય ને તમે જો સારી રીતે જીવો એ મહત્વનું છે અને એ આશાન નથી પણ આપડે આપડા મન ને આ પ્રેકટીસ કરવાવની છે અને કામ તો આખી જિંદગી રેવાનું જ છે, નિવૃત્તિ નો નામ જ છે પણ કામ તો એ લોકો પણ કરે જ છે.
જવાદારી માં તો એવું છે કે તમે વિચારો કે જો તમે ના હોત તો જીવન આગળ ના ચાલત કે, એતો ચાલવાનું જ છે આપડે હોઈએ કે ના હોઈએ, એટલે કામ અને જવાદારી ને જીવન પર એટલા હાવી ના થવા દેવા જોઈએ કે જેના લીધે તમે તમને ખુદ ને ભૂલી જાવ તમને શું ગમે છે એ પણ યાદ ના રે અને સપના સપના જ જાય . એટલે સારું તો એ જ રહેશે તમે પોતાનું દિવસ આખાનું ટાઈમ ટેબલ જોવો અને નક્કી કરો કે હું ક્યાં સમય કાઢી શકું છું અને એ સમય માં મન ને ગમે એ જ કરો જેથી આગળ જતા અફસોસ ના રે.
કદાચ બોવ ફિલોસોફી થઇ ગઈ નહિ.
આશા રાખું છું કે તમને જલ્દી સોલ્યૂશન મળે.
Comments
Post a Comment