જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

હેલો મિત્રો,


જો તમે જર્મની ના ફાઇનાન્સ હબ ગણાતા મુખ્ય શહેર એવા ફ્રેન્કફર્ટ ને જોવા માંગતા હોઈ તો  મારો વિડિઓ જોવો જ રહ્યો. આજે હું જરા જર્મની ના ફાઇનાન્સ હબ ગણાતા મુખ્ય સિટી એવા  ફ્રેન્કફર્ટ  ના એકદિવસીય પ્રવાસ વિશે વાત કરીશ. ફ્રેન્કફર્ટ આમ તો જર્મની દેશ ના મધ્ય માં આવેલું છે અને માઇન નામની નદી ના કિનારે વસેલું છે. જર્મની ના બીજા ઘણા શહેર ની જેમ ફ્રેન્કફર્ટ ને પણ બીજા વિશ્વયુદ્ધ માં ઘણું નુકશાન થયું હતું અને પણ પાછળ થી પાછું એને સ્થાપિત કરવામાં આવ્યું. 

અહીં ની વસ્તી આશરે 7 લાખ ની આજુ બાજુ છે. આમ તો અહીં દિવસ નો ટ્રાફિક જોવો તો લગભગ 7 લાખ ના બે ગણા જ ગણી લો. કારણકે અહીં આજુ બાજુ ના વિસ્તાર ના લોકો અને ઇન્ટરનેશનલ લોકો પોતાની બિઝનેસ મિટિંગ માટે આવતા હોઈ છે એટલે દિવસે ટ્રાફિક રાત ના કરતા 2 ગણો વધી જાય છે.

ફ્રાન્કફૂટ માં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે આપડી એર ઇન્ડિયા ની ડાયરેક્ટ ફ્લાઈટ અહીં થી મળે છે. એટલે વિદ્યાર્થી ની અને મોટા ભાગ ના ઇન્ડિયન ની પસંદગી અહીં ના એરપોર્ટ ની જ હોઈ છે, કારણ કે એમાં વજન વધુ લઇ જય શકાય . 

અહીં શહેર ની વચ્ચેથી પસાર થતી માઇન નદી અને એના કિનારા પર આવેલ ઉંચા ગગનચુંબી ઇમારતો અહીં ની ઓળખાણ છે. અહીં નદી ના કિનારા પર લોકો ને આરામ કરવા, ચાલવા કસરત કરવા અને જર્મન લોકો નું ફેવરિટ ગ્રીલ કરવા સારી એવી જગ્યા બનાવી છે. સમજી લો ને આડે સાબરમતી ના કિનારે રીવર ફ્રન્ટ છે એવો જ. એટલે તમે અહીં કોઈ પણ સમયે આવો તમને લોકો જોવા જ મળશે.


અહીં સિટી સેંટર માં આપડે સુરત માં છે એમ ખાઉધરા ગલી આવેલી છે ત્યાં તમને દેશ વિદેશ ના રેસ્ટોરન્ટ જોવા મળશે અહીં ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે અને ખાસ તો ઢોસા સેંટર પણ છે જ્યાં તમને વ્યાજબી ભાવ માં સરસ મજાના ઢોસા મળી જાય છે. અહીં 2-3 ઇન્ડિયન શોપ પણ છે જ્યાંથી તમે ઘરવખરી ની વસ્તુઓ ખરીદી શકો છો.

એક વસ્તુ છે જે મને જરા ઓછી ગમી એ બરાબર આ બધી જગ્યા ની વચ્ચે એક શેરી છે જ્યાં ખુલે આમ ડ્રગ્સ મળે છે અને અહીં જાણો કે નશા કરનારા નો અડ્ડો જ બની ગયો છે. તમે આ શેરી માં જશો તો તમને એક અજીબ જ ફીલિંગ્સ આવશે. લાગશે કે આવા સરસ શહેર માં આવું ક્યાંથી અને ખાસ તો જર્મની જેવા દેશ માં.

પછી એકાદ બે લોકો જોડે વાત કરી ત્યારે ખબર પડી કે એક સમય એવો હતો કે અહીં લોકો ચોરી છુપી થી ડ્રગ્સ ના ઈન્જેકશન લેતા હતા આપડે ત્યાં કેમ દારૂ આવે છે બે નંબર માં એમ. અને ઘણી વાર કે મોટા ભાગે એમ થતું કે આ એકનું એક ઈન્જેકશન બો બધા લોકો વાપરતા અને એના કારણે એક સમય એવો આવ્યો કે અહીં HIV, AIDS જેવી બીમારી એટલી ફેલાઈ કે વાત ના પૂછો અને આ વાત ને અટકાવવા માટે સરકારે આ એક શેરી માં પરમીશન આપી અને આ શેરી નશેડી શેરી ના નામે પ્રખ્યાત છે. 

અમારો વિચાર તો આમતો માઇન નદી ના કિનારે બેસી ને ઉંચા ઉંચા બિલ્ડીંગ્સ જોઈ ને સમય પસાર કરવાનો હતો અને પછી ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું સિટી સેન્ટર જોવા જવાનો હતો. સિટી સેન્ટર માં આવેલ રોમેંર એ મધ્યયુગ ની અને શહેર ની મહત્વપૂર્ણ સિમ્હાચિહ્નો માની એક છે. તે ખરેખર એક જોવા લાયક જગ્યા છે. મોટી મોટી ઇમારતો જોઈ ને અચાનક રોમર ની જગ્યા એ પોહ્ચ્તા એવું લાગે કે તમે ઘણી સદીઓ પાછળ જતા રહ્યા છો. આ જગ્યા એ જ ડિસેમ્બર માં નાતાલ નો પર્વ થાય છે. આ વખતે મેળ  આવે તો મારે અહીં ની નાતાલ માર્કેટ ના વિડિઓ પણ મુકવા છે જે ખરેખર જોવા લાયક હોઈ છે.


પાર્કિંગ હંમેશાં એક મુદ્દો હોય છે, પરંતુ જો તમે રવિવારે જાઓ છો તો કદાચ ત્યાં ખૂબ ઓછો ટ્રાફિક હશે અને શહેરમાં  નજીકમાં ક્યાંક પાર્કિંગ શોધવાનું સહેલું છે. તમે સિટી સેંટર માં પાર્ક કરી ને ચાલતા ચાલતા બધી જગ્યા એ આરામ થી પોહચી શકો છો અને અહીં ચાલવાની જ મજા છે.

તમને મારો આ વિડિઓ કેવો લાગે છે એ જરૂર વિડિઓ ની નીચે કોમેન્ટ કરી ને જણાવજો.

વિડિઓ ની લિંક: https://youtu.be/0TUNgFZoi0Q

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?