સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જય સ્વામિનારાયણ,

સંતો ની પધરામણી કે ઘરે આવવું એ સહભાગ્ય ની વાત છે, સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ, 

મેં થોડા ઘણા જે નિયમો વાંચ્યા અને ઇન્ડિયા માં વસતા હરિ ભક્તો કઈ રીતે સ્વામીનારયણ સંતો ની આગતા સ્વાગત કરે છે એની જાણકારી કાઢી ને મારા અનુભવ ના હિસાબે અહીં થોડા મુદ્દા લખું છું.

જો સ્વામિનારાયણ ના સંતો પધરામણી કરવા આવતા હોઈ ઘરે તો કઈ વસ્તુ નું ધ્યાન રાખવું,

1. ઘર ની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવી જરૂરી છે.

2. સ્વામીઓ નું વેલકમ ફૂલો ની માલા અને ગુલદસ્તા થી કરવું જોઈએ.

3. ફૂલ માલા આપી ને બંનેવ હાથ જોડી ને જય સ્વામિનારાયણ બોલી ને હલચલ પૂછવા.

4. જો શક્ય હોઈ તો દંડવત પ્રણામ કરવા અને ચારણ સ્પર્ષ કરવા જોઈએ 

5. સ્વામીઓ ને ઘર માં લઇ જય ને આસાન આપવું અને એક નાનું ટેબલ તૈયાર રાખવું 

6. ટેબલ પર ચોખ્ખું કપડું પાથરવું અને નાની એવી ડીશ માં ઘીનો દીવો અને માચીસ કે લાઈટર રાખવું

7. કંકુ ની ડબી ચાંદલો કરવા રાખવી 

7. પછી સ્વામી જેમ કેતા  જાય એમ કરતુ જવું 

8. પ્રસાદ માટે ફળ અને ડ્રાયફ્રુટ નો ભોગ ધરવો 


મહાપુજા માટે :

1. ઉપરના સ્ટેપ સાથે સાથે પૂજા માટે , લીલું નારિયેળ કા તો નારિયેળ ચોટલી વાળું તૈયાર કરવું 

2. આસોપાલ ના પાન અથવાતો આંબા ના પાન રાખવા 

3. ચોખ્ખા રાખવા અને વાટકા માં પાણી રાખવું 

ખાસ નોંધ એ રાખવી કે, સ્વામીઓ કોઈ માતા બેહનો ના ડાયરેક્ટ કોન્ટેક્ટ માં ના આવે એ ધ્યાન રાખવું જેથી કરી ને એમને ઉપવાસ ના પડે.

માતા બેહનો  રૂમ માં કે દૂર થી સ્વામીઓ ના દર્શન કરી શકે.




Comments

Popular posts from this blog

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?