શિફર (સ્લેટ) પાર્ક: 1300 માં વરસ ની પથ્થર ની ખાણ અને કુત્રિમ સરોવર ની મુલાકાત
કેમ છો બધા, આજે તમને બધા ને જર્મની ના થુરિંન્ગીયા રાજ્ય માં આવેલ સરસ મજા ના શિફર પાર્ક ( Schieferpark) માં લઇ જાવ. આમ Schiefer એ આમતો જર્મન શબ્દ છે એનો મતલબ સ્લેટ થાય. હા એજ સ્લેટ જે આપડે પાટી જેમાં એકડા બગડા લખતા એ જ. હું તો મસ્ત શનિવાર ની સવારે સૂતો હતો અને અચાનક મારા ફોન ની રિંગ વાગી તો સામે જોસેફ જે મારો મિત્ર છે એ હતો. એને નવું નવું ગાડી નું લાઇસન્સ આવ્યું એટલે એને ગાડી ભાડે થી ચલાવવા ની પ્રેક્ટિસ કરવા લીધી અને કીધું કે ચાલ ને કસે લોન્ગ ડ્રાઈવ પર જઇયે અને અમે આ જગ્યા પર પોહચી ગયા. આ પાર્ક એ સ્લેટ ના પથ્થર નો પાર્ક છે. આમ તો હું પણ પેહલી વાર જ ગયો હતો અને અનાયાસે જ જવાનું થયું. જેમ ઉપર કીધું એમ. આ જગ્યા નું લોકેશન ની વાત કરીયે તો આ જગ્યા જર્મની ના બાયેન રાજ્ય અને થુરિંન્ગીયા રાજ્ય ની બોર્ડર પર આવેલું છે અને મારા ઘર થી 100 કિલોમીટર જેવું થાય. થુરિંન્ગીયા રાજ્ય તેના પથ્થરો ના પર્વત માટે અને તેના જંગલો માટે ખુશ જ પ્રખ્યાત છે. આ જોવો ઉપર ના મેપ માં જે લીલા કલર નું છે એ જ પાર્ક છે. અહીં 1300 મી સાલ થી 1999 સુધી પથ્થર ની ખીણ હત...