સર્ચ એન્જિન કેમ કામ કરે ??

સર્ચ એન્જિન કેમ કામ કરે એ ખુબ મોટો ટોપિક છે. એટલે એને સરસ રીતે કેમ રજુ કરવો એ થોડું મુશ્કેલ કામ છે મારા માટે. પણ કોશિશ કરું છું. 

સર્ચ એંજીન તેમના પોતાના વેબ ક્રોલર્સનો ઉપયોગ કરીને સેંકડો અબજો પૃષ્ઠોને ક્રોલ કરીને કાર્ય કરે છે. આ વેબ ક્રોલર્સને સામાન્ય રીતે સર્ચ એન્જીન બોટ્સ (https://www.cloudflare.com/learning/bots/what-is-a-bot/) અથવા કરોળિયા તરીકે ઓળખવામાં આવે છે. શોધ એન્જિન વેબ પૃષ્ઠોને ડાઉનલોડ કરીને અને નવા પેઝ વ બ ને ઉપલબ્ધ કરાવવા માટે આ પેઝ પરની લિંક્સને ડાઉનલોડ કરીને વેબ પર નેવિગેટ કરે છે.

સાદી ભાષા માં કહીયે તો અહીં એક ખુબ મોટો ડેટા બેઇઝ હોઈ છે જેમાં અલગ અલગ જાતની ઇન્ફોરમેશન હોઈ છે. અને તમે જેનું સર્ચ એન્જિન વાપરો એ એના ડેટાબેઝ પ્રમાણે પરિણામ આપે. અને બોટ્સ એટલે આપડે સમજો ને કે કરિયાના ની દુકાન માં કેમ શેઠ જોડે મદદ કરનાર માણસ હોઈ અને શેઠ એને કેય કે ભાઈ આ લાવી દે તો એ કેમ તરત લાવી દે એ રીતે બોટ્સ કામ કરે. જે સર્ચ એન્જિન માં મદદ કરે. 

હવે બોટ્સ નું પ્રોગ્રામિંગ એ રીતે થૈયેલું હોઈ છે કે જેમ લોકો કોઈ સર્ચ કરે અને જેના પર લોકો વધુ ક્લિક કરે એ ઑટોમૅટિક એનું રેન્કિંગ વધતું જાય અને બીજી વાર તમે સર્ચ કરો તો એ પેલા દેખાડવા માંડે. એટલે કેમ કરિયાણાની દુકાન માં પેલા હેલ્પર ને ખબર હોઈ કે કઈ વસ્તુ ની ડિમાન્ડ છે કઈ વસ્તુ લોકો વધુ ખરીદે છે એમ બોટ્સ પણ સર્ચ એન્જિન મદદ કરે છે.

વધુ માહિતી માટે નીચેની લિંક જોઈ જશો તો વધુ ખબર પડશે.

https://www.deepcrawl.com/knowledge/technical-seo-library/how-do-search-engines-work/#:~:text=Search%20engines%20work%20by%20crawling,that%20have%20been%20made%20available.


https://ahrefs.com/blog/how-do-search-engines-work/#search-engine-basics

--------------------

હું અત્યારે ઇમેઝ પ્રોસેસીંગ પર કામ કરું છું એમાં મારે કોઈ ઓબ્જેક્ટ શોધી ને એને ઓળખવાનો હોઈ છે અને આની પાછળ નો અલ્ગોરિથમ એ સર્ચ એન્જિન જેવો જ છે. મારે જે ઓબ્જેક્ટ શોધવાનો છે એની અલગ અલગ ચિત્ર અલગ અલગ ખૂણા થી પાડી ને એક ફોલ્ડર માં સેવ કરી ને રાખુ છું અને જયારે કેમેરા ને ક્વ કે ભાઈ આ વસ્તુ શોધી દે તો એ ડાયરેક્ટ એ ફોલ્ડર માં જય ને ચિત્ર ને સરખાવમાં માંડે પોતાના ચિત્ર જોડે અને જો મેચ મળે તો પાસ નકાર શોધ શરૂ રાખે અને અમુક સમય પછી એરોર (error ) મેસેઝ આવી જશે. 

આ મારુ જે ફોલ્ડર છે એ કેમેરા માટે ડાટાબેઝ છે અને સર્ચ એન્જિન માં પણ આ જ પ્રોસેસ થઇ છે.

આ આશા રાખું છું કે થોડું ઘણું સમજાયું હશે.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?