શિફર (સ્લેટ) પાર્ક: 1300 માં વરસ ની પથ્થર ની ખાણ અને કુત્રિમ સરોવર ની મુલાકાત
હું તો મસ્ત શનિવાર ની સવારે સૂતો હતો અને અચાનક મારા ફોન ની રિંગ વાગી તો સામે જોસેફ જે મારો મિત્ર છે એ હતો. એને નવું નવું ગાડી નું લાઇસન્સ આવ્યું એટલે એને ગાડી ભાડે થી ચલાવવા ની પ્રેક્ટિસ કરવા લીધી અને કીધું કે ચાલ ને કસે લોન્ગ ડ્રાઈવ પર જઇયે અને અમે આ જગ્યા પર પોહચી ગયા.
આ પાર્ક એ સ્લેટ ના પથ્થર નો પાર્ક છે. આમ તો હું પણ પેહલી વાર જ ગયો હતો અને અનાયાસે જ જવાનું થયું. જેમ ઉપર કીધું એમ.
આ જગ્યા નું લોકેશન ની વાત કરીયે તો આ જગ્યા જર્મની ના બાયેન રાજ્ય અને થુરિંન્ગીયા રાજ્ય ની બોર્ડર પર આવેલું છે અને મારા ઘર થી 100 કિલોમીટર જેવું થાય. થુરિંન્ગીયા રાજ્ય તેના પથ્થરો ના પર્વત માટે અને તેના જંગલો માટે ખુશ જ પ્રખ્યાત છે.
આ જોવો ઉપર ના મેપ માં જે લીલા કલર નું છે એ જ પાર્ક છે.
અહીં 1300 મી સાલ થી 1999 સુધી પથ્થર ની ખીણ હતી, જેમાંથી સ્લેટ ના પથ્થર નું ઉત્પાદન થતું અને એ પથ્થર નો ઉપયોગ ઘર બનાવવા માં અને એની છતો બનાવવા માં ઉપયોગ થતો. આ પથ્થરો ની હેરફેર માટે અહીં ટ્રેન ના પાટા પણ છે અને ટ્રેન ના બંધ પડેલા એન્જિન અને એનો વર્કશોપ પણ છે. આ પથ્થર ની ખાણ માટે કદાચ બો પાણી ની જરૂર પડતી હશે તો અહીં એના માટે એક કુત્રિમ સરોવર પણ બનાવી નાખ્યું છે જે આ જગ્યા ની સુંદરતા માં ખુબજ વધારો કરે છે.
1999 થી જયારે આ ખીણ બંધ થઇ ત્યારથી આને મ્યૂઝિમ બનાવી દીધું છે અને હવે આ જગ્યા સહેલાણી માટે ફરવા લાયક જગ્યા માની એક છે. અહીં હાઇકીંગ માટે ખુબ સરસ અને બો બધા રસ્તા છે એટલે કુદરત પ્રેમી ને તો જલસા જ જલસા છે. આ જગ્યા માં સરોવર ના ફરતે ચાલવાનો સરસ રસ્તો છે જે જંગલ અને ત્યાં ની નાની હિલ્સ માંથી પસાર થાય છે.
અહીં અત્યારે માર્ગદર્શિત પ્રવાસ (guided tour) પણ થાય છે અને જે આ પ્રવાસ કરે એને અહીં પેલા કઈ રીતે પથ્થરનું ખોદકામ થતું અને લોકો નું જીવન કેવું હતું એના વિશે ઊંડાણ થી માહિતી આપે છે. અહીં વાહનો ની અવરજવર થી ખુબ દૂર અને ખુબ જ શાંત જગ્યા છે પક્ષીઓ નો કલરવ અને પાણી નો આવાજ તમારું મન જરૂર મોહી લેશે.
અહીં હું મારા શ્રીલંકન મિત્ર અને એની મંગેતર જોડે ગયા હતા એ સરસ મજાનું ખાવાનું લઇ આવ્યા હતા તો સારો એવો સરોવર નો કિનારો શોધી ને અહીં મસ્ત નાસ્તા ની મજા માણી. અહીં બાળકો ને પણ એટલી જ રમવાની એટલી મજા આવે એમ છે કારણ કે અહીં એ સમય માં ઉપયોગ માં લેવાતા ટ્રેન ના એન્જિન અને ટ્રેન ના ડબ્બા જેમાં પથ્થરો એક જગ્યા થી બીજી જગ્યા એ લઇ જતા એ હજુ એમનામ છે એટલે એના જોડે રમવાની બાળકો ને જરૂર મજા આવે.
અહીં પથ્થર નો ઉપયોગ એ સમય માં કઈ કઈ જગ્યા એ કરતા એ દર્શાવવા માટે એ લોકો એ મોડેલ ગામડું (miniature) બનાવ્યું છે. એમાં જાત જાત ના નાના નાના ઘર, ચર્ચ તળાવ બો બધું આ પથ્થર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. જેના પરથી આઈડિયા આવી જાય કે આ પથ્થર નો ઉપયોગ ક્યાં થતો. જેમ હીરા ની ખાણ હોઈ એમ એ સમયે આ જગ્યા એટલી જ કિંમતી હતી.
એક સુંદર મજા નો દિવસ પસાર કરી ને મન માં અજબ નો સઁતોષ અને શાંતિ લઇ ને અમે ઘરે પાછા ફર્યા. મારો આ વિડિઓ તમને ઘરે બેઠા આ જગ્યા ની મુલાકાત કરાવડાવશે. તો વિડિઓ જોવા નું પણ ના ભૂલતા અને મારો લેખ અને વિડિઓ કેવો લાગ્યો એ કોમેન્ટ માં જરૂર કેજો.
વિડિઓ લિંક : https://youtu.be/bEaMzoeO-I4
આભાર
----------------------------------------------
Hello Friends,
I hope all of you are doing good. Today's video is about our visit to the beautiful Schiefer park, which is located in Thuringia state of Germany. It is approx. 180 km from Nuremberg. Schiefer means slate in English. This place is full of slate mountains and there was an active slate mines from 1300 to 1999. After 1999 this mines converted into the museum.. Not it is open for everyone. There is also an artificial lake which was build specially for mining purpose. There is also model village where it is shown how to use the slate to build houses. My video gives you a complete tour of this place.
I am sure you will not be disappointed. Kindly check out my video and don't forget to like, share and subscribe to my channel if you haven't.
Place location and all other information are in the description box of the video.

Comments
Post a Comment