Day at Leutasch-Klamm, Mittenwald, Bayern-Germany - એક દિવસ લાઉઁટસ ક્લામ, મિટ્ટેનવાલ્ડ , બાયર્ન (જર્મની ) માં.

                  "પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,  ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું। "
એવું જ કઈંક આ કુદરત ની રચના નું છે, જેને જોઈ ને આપણું મન કદી ભરાઈ જ નહિ અને એવું થાય કે બસ આ ક્ષણ માં જ અને આજ જગ્યાએ ખોવાઈ જઇયે અને કુદરત ની કળા નું મન ભરી ને આનંદ ઉઠાવતા રહીયે।
આજે હું તમારી સાથે આવા જ એક મનોહર સ્થળ ની વાત કરીશ જે કુદરતની રચના નું સુંદર ઉદાહરણ પૂરું  પાડે  છે. આ જગ્યા નું નામ છે leutasch (લાઉઁટસ ક્લામ ) ક્લામ  એ એક જર્મન શબ્દ છે જેનો મતલબ છે પર્વત ની વચ્ચે નો સંકુચિત રસ્તોના અને leutasch એ નદી નું નામ છે। આ નદી મુખ્યત્વે ઓસ્ટ્રિયા ના Tyrol  (ટીરોલ) નામના એરિયા માંથી જર્મની ના Bayern(બાયેન) માં વહે છે અને Isar (ઇસ્સાર ) નામ ની નદી માં મળી જાય  છે, જે  (Mittenwald )મિટ્ટેનવાલ્ડ  નામ ના નાના સિટી ની નજીક છે।  જર્મની અને એમના પાડોસી દેશો જેવા કે ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ , ઇટાલી , ચેકરિપબ્લિક અને બીજા ઘણા 1કે જ્યાં આલ્પ્સ ની પર્વતમાળા છે ત્યાં આવા અનેક કુદરતી રચના ઓ છે જેમાં બે પર્વતો વચ્ચે થોડી જગ્યાઓ માંથી પાણી વહે છે. આ પાણી ગ્લેશિર (પર્વત પર  નો બરફ જે પીગળે છે તે ) માંથી આવતું હોઈ છે. અને અહીં ની સરકારે આવી જગ્યાઓ ને પર્યટન ની જગ્યા માં તબદીલ કરી દીધી છે જેથી લોકો તેમની મુલાકાત લઇ શકે અને કુદરતી સૌંદર્ય નો આનંદ માણી  શકે.




આ ઉપર નું ચિત્ર leutasch klamm  નું છે જે જર્મનીઅને ઓસ્ટ્રિયા ની બોર્ડર પર આવેલું એક ફરવાલાયક જગ્યા છે. આ જગ્યા એ પોંહચવા  માટે તમારે થોડું પર્વતારોહણ કરવું પડે છે જોકે એ એટલું મુશ્કેલ નથી તમે તમારા સહ પરિવાર સાથે અહીં આવી ને આરામ થી વાતો કરતા કરતા અને આજુ બાજુ ના પર્વતો ના નઝારાઓ નો આનંદ ઉઠાવતા ઉઠાવતા ક્યારે અહીં પોહચી જશો એ પણ ખબર નહિ પડશે। અહીં પહોંચવાના એક થી વધારે રસ્તાઓ છે જે એક બીજાથી તદ્દન અલગ અને પોતાનામાં જ ખાસ કહી શકાય એવા છે।  તમે પર્વત માર્ગ  નો રસ્તો પણ લઇ શકો જેમાં થોડું પર્વતારોહણ કરવું પડે છે અને એક છે જે તમે નદી ની સાથે વાળો રસ્તો લઇ શકો છો જે સપાટ છે અને કોઈ પણ ઉંમર  ના લોકો માટે અનુકુળ  છે।  


Karwendel (કારવેનડેલ ) નામની પર્વતમાલા જે આલ્પ્સ પર્વતમાળા માં ની સૌથી મોટી ચૂના ના પથ્થર થી બનેલ પર્વતમાળા છે,  મોટાભાગ ની પર્વતમાળા ઓસ્ટ્રિયા માં છે અને ઓસ્ટ્રિયા થઇ ને Bayern (બાયર્ન ) માં થી પસાર થાય  છે. તમે આ આ જગ્યા ની મુલાકાત લેશો તો આજુ બાજુ આ પર્વતમાળા દેખાશે। આ પર્વતમાળા આ જગ્યા ની સુંદરતા માં અનેક ગણો વધારો કરે છે, જાણે કે તમે કોઈ સપના ની દુનિયા માં આવી ગયા હોવ અને એવું જ લાગે કે સપનું બસ ચાલ્યા કરે. મેં આ જગ્યા નો વિડિઓ મારી YouTube  ચેનલ માં પણ મુક્યો છે.

ઉપર મેં કહ્યું એ પ્રમાણે અહીં બીજી ઘણી બધી પ્રવૃત્તિ થઇ શકે એમ છે, તમને જો પર્વતારોહણ નો શોખ હોઈ તો તમે ગોબ્લિન ટ્રેલ  (Goblin Trail ) પર ટ્રેકિંગ કરી ને થોડી વધુ ઊંચાઈ થી ઇસર નદી અને એમાં પડતા ધોધ નો આનંદ ઉહવી શકો છો. આ જગ્યા Leutasch Klamm ની નજીક જ છે. અમે ત્યાં પણ ગયા હતા હા થોડો થાક લાગ્યો હતો કારણ કે ચઢાણ થોડું ઢાળ  વાળું છે।  પણ એક વાત કેવી રહી કે તમે એક વાર ઉપર થી નદી ને અને એના ધોધ ને જોશો તો બધો થાક ક્યાં ગાયબ થઇ જશે તે પણ ખબર નહિ પડે. નીચે મેં થોડા ફોટોસ મુક્યા  છે. 
તમે ફોટા અને વિડિઓ જોશો તો તમને પણ અહીં આવાનું મન અચૂક થશે જ. વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો https://youtu.be/Bb3ry9lNkkM. આવી તો ઘણી જગ્યા છે જે જોવા અને માણવા  લાયક છે।  હું જે પણ જગ્યા એ ગયો છું તે બધા ટૂંક સમય માં બ્લોગ પર  મુકતો રહીશ।


અહીં થોડી માહિતી છે જો તમે આ જગ્યા પાર જશો  તો કામ આવશે।
Parking 1: https://goo.gl/maps/roqNpdXfX4AtzFrN8 Parking 1 તમે જો કાર અહીં પાર્ક કારશો તો અહીં થી Leutasch-Klamm તો તરફ જવાનો રસ્તો બધી ઉંમર ના લોકો માટે અનુકૂળ છે. અહીં થી નદી ના માર્ગે તમારે 2.1 કિલોમીટર ચાલતા તમે તમારી મંજિલ સુધી પોહચી જશો. 
Parking 2: https://goo.gl/maps/sm7oB8L7BTX3MGTy7 Parking 2 અહીં જો તમે કાર પાર્ક કારસો તો અહીં થી પર્વતારોહણ કરતા કરતા 1.8 કિલોમીટર માં તમે klamm પોહચી જશો. તમારા જોડે જો નાના બાળકો હશે તો તેમના માટે થોડું મુશ્કેલ છે.
અહીં તમે બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરી શકો છો જે આ લિંક પાર આપેલ છે : https://www.tripadvisor.com/Attractions-g187300-Activities-Mittenwald_Upper_Bavaria_Bavaria.html












View from somewhere on Goblin Trails

View from somewhere on Goblin Trails




Comments

Post a Comment

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?