જર્મની જવાના અને ના જવાના કારણો

જર્મની જવાના અને ના જવાના ઘણા કારણો છે. એ વ્યક્તિગત પર આધારિત હોઈ શકે. હું મારો અભિપ્રાય આપું પેલા તો અને એ જર્મની આવવાના કારણો પર અને પછી વાત કરીશુ ના આવવાના કારણો પર. હું અમરેલી નો છું અને આપડા ગુજરાત માં IT  કે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ માં જોબ મેળવી ઘણી મુશ્કેલ છે.

તો જર્મની આવવાનું મારુ કારણ હતું કે સસ્તું ભણતર, હું મારુ બેચલર પૂરું કરી ને ઇન્ડિયા માં જોબ શોધતો હતો પણ જોબ મળવી ઘણી મુશ્કેલ છે અને ક્યાં સુધી ઘરના લોકો પર ડિપેન્ડ રેવું. એટલે અલગ અલગ દેશો ઉચ્ચ અભ્યાસ માટે શોધવા માંડયો કે જ્યાં મારે ઓછા ખર્ચે એક સ્વતંત્ર જીવન હોઈ શકે અને પાર્ટટાઈમ જોબ કરતા કરતા ફેમિલી ને પણ સપોર્ટ કરી શકાય. અમેરિકા અને કેનેડા એટલે પાછું ઘર વાળા પર બો મોટો લોડ આવી જાય, ત્યાં સ્ટડી ફી તગડી લે એટલે જર્મની ઉપર રિસર્ચ ચાલુ કર્યું અને અહીં આવેલ સ્ટુડન્ટ લોકો જોડે વાતો કરતા કરતા જાણવા મળ્યું કે અહીં ના આવાનો એક મોટું કારણ અહીં ની ભાષા છે એ તમારે શીખવી પડે બાકી તમે સોશ્યલી કનેક્ટ થવા માં મુશ્કેલી આવે. એટલે વિચાર્યું કે શીખી લેશુ એમ વિચારી ને અહીં 2011 માં આવ્યા. અત્યારે સ્ટડી પૂરું કરી ને જોબ કરું છું તો અહીં ના ફાયદા અને નુકશાન વિષે જરૂર જણાવી શકીશ.

સૌથી મોટી ઉણપ કે ખોટ લાગે તો આપડા કલ્ચર ની, અહીં ઇન્ડિયન્સ છે પણ બો ઓછા અને ગામડા માં જોબ મળે તો તો નહિવત બરાબર. તમે જો જોબ કરતા હોઈ તો ટાઈમ આશાની થી નીકળી જાય પણ આપડા મમી પાપા ને કે વાઇફ કામ ના કરતી હોઈ તો એમને ટાઈમ કાઢવો બો મુશ્કેલ થઈ જાય. એક તો અહીંના લોકો પોતાના જીવન માં વધુ મશગુલ રહેતા હોઈ છે એટલે એમને પાડોશી કોણ છે એ પણ કદાચ ખબર ના હોઈ. એટલે તમારી સોશ્યિલ લાઈફ ઘણી મુશ્કેલ છે. 

વારે તહેવારે અને લગ્ન પ્રસંગે તમને ઇન્ડિયા જરૂર મિસ થશે અહીં તહેવાર જેવું કઈ છે નહિ. બસ સવારે ઉઠી ને જોબ પર જાવ અને સાંજે ઘરે આવી ને જમી ને સુઈ જાવ. 

અહીં મંદિરો ની આરતી નો આવાજ, આપડા લોકો, સાંજે ઓટલે ભેગા થવાનું, ચાની દુકાનો એવું તો ઘણું બધું છે જે તમને જરૂર યાદ આવે.

પ્લસ અહીં ડિપેન્ડેન્ટ વિઝા પર ખાલી પત્ની ને જ બોલાવી સકાય એટલે તમે જો વિચારતા હોઈ કે ફેમિલી બોલાવસું સેટ થઇ ને તો એ શક્ય નથી. હા તેઓ ટુરિસ્ટ વિઝા પર 3 મહિના માટે આવી શકે. 

તમને જો લાગતું હોઈ કે અહીં નો રૂપિયો મોટો તો કમાઈ ને જલ્દી થી ઉપર આવી જસુ તો એ પણ મુશ્કેલ છે જો તમે અને તમારી પત્ની કમાતા હોઈ તો થઇ શકે પણ તમે એકલા જ કમાવા વાળા હોઈ તો ફેમિલી લાઈફ શાંતિ થી પસાર કરી શકો અને થોડું ઘણું સેવિંગ.

અહીં જેટલી સેલરી છે એની સામે એટલો ટેક્સ પણ લઇ લે છે પ્લસ રેવાનાં ખાવાના ફરવાના બીજા અલગ ખર્ચ ગણો તો સરવાળે તમે ઇન્ડિયા માં કોઈ મોટી કંપની માં કામ કરતા જે બચત વધે એના જેટલી જ થઇ પડે. અહીં જોબ જાય તો નવી જોબ ઘણી વાર આસાની થી ના પણ મળે તો ફેમિલી ના ભણપોષણ મુશ્કેલ થઇ પડે. એટલે તમારે હંમેશા એક નાનું ટેન્શન મગજ માં જોડે ને જોડે જ હોઈ.

અહીં જો રેવાનું નક્કી હોઈ તો જ આવવું બાકી બાળકો ને ભણવામાટે જર્મન સ્કૂલ જ છે એટલે તમે વિચારતા હોઈ કે પાછા ઇન્ડિયા સેટ થઇ જસુ તો કદાચ તમારા માટે આસાન હશે પણ બાળકો માટે મુશ્કેલ થઇ પડે.

બાકી તમારે શાંતિ થી જીવન પસાર કરવું હોઈ અને તમને એકલા રેવું વધારે પસંદ હોઈ અને હરવા નું ફરવાનું ગમતું હોઈ ટ્રેકિંગ કે હાઇકીંગ ગમતું હોઈ, શુદ્ધ હવા હરિયાળી ગમતી હોઈ તો જર્મની બેસ્ટ છે. અહીં તમને તમારા માટે ખુબ સમય મળી રેસે તમે તમારી મન ગમતી પ્રવૃત્તિ કરી શકો. સમાજ ના લોકો શું વિચારશે કે આમ કરીશ તો કેવું લાગશે એવું કઈ જ ટેન્શન નહિ. અહીં તમારે જાતે જ તમારો રસ્તો શોધવાનો અને કુવા માં પડો તો પણ તમારી ભૂલ થી અને આગળ વધો તો પણ તમારી મેહનત થી.

એટલે નક્કી તમારે કરવાનું તમારા માટે શું વધારે મહત્વ રાખે છે અને તમારી પરિસ્થિતિ જોતા શું ઉચિત લાગે છે એ પ્રમાણે નિર્ણય લેવાનો. હું તો વેજિટેરિઅન હતો એટલે મેં રસોઈ કરવાનો શોખ પણ વિકસાવી લીધો જેથી મારો ઘણો ખરો સમય એમાં નીકળી જાય. મને ફરવાનું ગમે એટલે વિકેન્ડ પર ફરવા જતા રહીયે એમાં ને એમાં વિડિઓ એડિટિંગ નો શોખ જાગ્યો અને વિડિઓ બનાવી ને મારી યુટ્યૂબ ચેનલ પર મુકુ એમાં કૈક સમય જતો રહે અને હવે ભગવાન ની કૃપા થી મારે નાની બેબી આવી એટલે સમય ને મારે શોધવા જાવો પડે છે.

મારી યુટ્યૂબ ચેનલ ની લિંક અહીં આપી છે તો તમને ગમે તો સબક્રાઈબ જરૂર કરજો.

https://www.youtube.com/channel/UC7NJqTGRjfUtGAfAf4FUFNA/featured?sub_confirmation=1

આભાર.


Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?