શા માટે જર્મની વિદેશમાં ભણવાનું શ્રેષ્ઠ સ્થળ છે?

 જર્મની શ્રેષ્ઠ છે કે નથી એતો ખ્યાલ નથી પણ સારું એટલા માટે છે કે અહીં ભણતર નો ખર્ચો ખુબ ઓછો છે બીજા બધા દેશો કરતા એટલે અહીં તમે માસ્ટર ડિગ્રી ખુબ ઓછા ખર્ચે મેળવી શકો છો.

અહીં યુનિવર્સિટી ને ટેકિનકલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ એમ વિભાજીત કરવામાં આવી છે. એટલે તમે તમારી પસંદગી મુજબ ની શાખા પસંદ કરી શકો. મારો અનુભવ જો કવ તો મેં જે યુનિવર્સિટી માં થી અભ્યાસ કર્યો હતો ત્યાં કોલેજ ની ફી ઇન્ડિયા ના 10000 રૂપિયા જેવી હતી એક સેમેસ્ટર ની (હાલ માં અમુક યુનિવર્સિટીઓ એ ફીસ લેવાનું ચાલુ કર્યું છે). અહીં તમને અમુક ફરજિયાત વિષયો સાથે સાથે મરજિયાત વિષયો પણ હોઈ છે અને બધા વિષયો ની અલગ અલગ ક્રેડિટ પોઇન્ટ હોઈ છે અને માસ્ટર પૂરું કરવા માટે અમુક પોઇન્ટ હોવા જરૂરી છે. તમને તમારી મન પસંદ ના વિષયો સિલેક્ટ કરી ને તમે એમાં આગળ વધી શકો છો. અહીં ના પ્રોફેસર ઘણા જ અનુભવી હોઈ છે જર્મન લોકો ની એક ખાસિયત મેં નોંધ કરી એ કે એ લોકો જે એક વિષય પકડી લે પછી એમાં પુરે પુરા આગળ વધે છે એટલે જે તે ફિલ્ડ ના પ્રોફેસર એમની ફિલ્ડ માં નિપુર્ણ હોઈ છે. 

અહીં ચોપડીયું જ્ઞાન કરતા પ્રાયોગિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવે છે, એટલે મોટા ભાગ ના વિષયો માં તમારું પ્રેક્ટિકલ જ્ઞાન પણ સારું વઘશે. અહીં ભણવાની સાથે સાથે તમને જુદી જુદી કંપની માં ઇન્ટર્નશિપ કરવાનો પણ સારો એવો મોકો રહે છે અને અમુક યુનિવર્સિટી માં તો ફરજીયાત ઇન્ટર્નશિપ કરવી જરૂરી છે એના પણ પોઇન્ટ હોઈ છે એનાથી તમને કંપની માં કામ કરવાનો અનુભવ પણ મળશે. તમને અહીં સ્ટુડન્ટ જોબ કોઈ પ્રોફેસર ના નીચે કરવાનો હંમેશા ચાન્સ રહે છે એટલે તમારે હંમેશા પાર્ટટાઈમ જોબ કરવા રેસ્ટોરન્ટ કે બીજે જવાની જરૂર નથી તમે ટેક્નિકલ ફિલ્ડ માં પણ પાર્ટટાઈમ કરી શકો છો જે તમને ભવિષ્ય માં મોટી કંપની માં જોબ મેળવવા આશાની કરે છે.

બીજો મહત્વનો પોઇન્ટ એ પણ છે કે અહીં મોટી કંપની માં એક બજેટપ્લાન હોઈ છે જે સ્પેશ્યલ યુનિવર્સિટી ના સ્ટુડન્ટ પાછળ જ વાપરવાનું હોઈ છે એટલે કે દર વર્ષે કંપની નક્કી કરે છે કે આ વર્ષે કેટલા વિધાર્થીઓ ને પાર્ટટાઈમ જોબ પર, ઇન્ટર્નશિપ કે અન્ય જોબ પર રાખવા. એટલે તમારે ભણવાની સાથે ટેકનીકલ જોબ પણ થશે અને ખર્ચો પણ આરામ થી કાઢી શકશો. 

હા મેં ઉપર જોબ વિશે લખ્યું એ બધું એટલું આસાન નથી એના માટે મેહનત કરવી જરૂરી છે અને તમારી મહેનત માં ચાર ચાંદ તમારી જર્મન ભાષા લગાડશે એટલે તમારે ભાષા શીખવી ખુબ જરૂરી છે અહીં જો ટકવું હોઈ તો. ભાષા થી તમારું જીવન જરા આસાન થઇ જશે અને તમે નવા નવા લોકો સાથે આશાની થી હાલી મળી શકશો. જર્મન ભાષા થી નાની કંપની માં પાર્ટટાઈમ કે ઇન્ટર્નશિપ મળવાના ચાન્સ પણ વધી જશે.

વધુ માહિતી તમને આ વેબસાઈટ પરથી મળી રહેશે, https://www.findamasters.com/study-abroad/europe/masters-study-in-germany.aspx

------------------------------------------------------------

આમ તો જર્મની માં ઑટોમોબાઇલ હબ ગણાય એટલે અહીં એનું માર્કેટ પણ ઘણું છે, અહીં BMW , મેર્સડિઝ, વોલ્ક્સવેગન, ઓપેલ નું પ્રોડ્યૂકશન થઇ છે અને વધુ માહિતી https://en.wikipedia.org/wiki/List_of_automobile_manufacturers_of_Germany,

જર્મની માં પ્રોગ્રામિંગ અને IT ની ખુબ ડિમાન્ડ છે, સાથે સાથે મેડિકલ અને હેલ્થકેર પણ, અહીં રેનુએબલ એનર્જી માં પણ ઘણું આગળ છે. અહીં આપેલી લિંક તમને વધુ જાણવા માં મદદ કરશે,

https://www.deutschland.de/en/topic/business/germanys-most-sought-after-jobs-these-professions-offer-the-best-prospects

https://en.wikipedia.org/wiki/Renewable_energy_in_Germany#:~:text=Germany%20had%20the%20world's%20largest,first%20major%20renewable%20energy%20economy%22.

આ નીચે ની લિંક માં જર્મની વિશે ના રસપ્રદ ફેક્ટ વિશે જાણી શકશો,

https://www.studying-in-germany.org/interesting-facts-about-germany/

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?