શું તમે જર્મની ના આંદેરનાખ માં આવેલ ગીઝર વિશે જાણો છો?? ગીઝર એટલે આમ તો ફુવારો કહી શકાય, પછી એ ઠંડા પાણી નો હોઈ કે ગરમ પાણી નો હોઈ. અને જર્મની માં આવેલું આ ગીઝર અથવાતો ફુવારો એ દુનિયાનું સૌથી ઉંચાઈ સુધી પોંહચતુ ઠંડા પાણી નો ફુવારો છે. આ ફુવારો 30 થી 60 મીટર ની ઉંચાઈ સુધી પોહ્ચે છે. 1903 માં રાઈન નદી ના કિનારે આવેલ આંદેરનાખ કે જે જ્વાળામુખી ગ્રસ્ત વિસ્તાર છે એમાં આ ફુવારો આવેલો છે. 2003 માં આ જગ્યા ને પછી પર્યટન માટે ની જગ્યા બનાવી દીધી અને આ વિસ્તાર ને જ્વાળામુખીપાર્ક ના નામે ઓળખવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે 1903 માં આ જગ્યા પર ખનીજ ની શોધખોળ માટે અહીં 343 મીટર નો બોરવેલ બનાવ્યો હતો જે કાર્બનિક એસિડ ના સંગ્રહ માટે વપરાશ માં લેવાતો. આ જગ્યા એ જ આવું કરવા માટે નું કારણ એ હતું કે અહીં એ સમયે રાઈન નદી ની સપાટી પર પાણી ના પરપોટા જોવા મળ્યાં હતા અને એના પરથી એવું લાગતું હતું કે આ જમીન માં જરૂર કઈંક હશે. પાણી નો દાર કર્યો ત્યારે સૌથી પેલો ફુવારો જે થયો એ 40 મીટર ની ઉંચાઈ સુધી પોહ્ચ્યો હતો. આવા ફોર્સ થી ફુવારો થવો એ બધું ફિજીગ કાર્બન ડાયોકસાઇડ ની કમાલ છે. તમે કેમ સોડા ની બોટલ ને બો વાર હલાવી ને ખોલો તો એમાંથી ગેસ થાય છે બસ એ જ અહીં કુદરતી રીતે થાય છે. જમીન ના ભૂગર્ભ માં રહેલો કાર્બેન ડાયોકસાઇડ જયારે ઉભરાઈ છે ત્યારે આ ફુવારો થાય છે.
નવેમ્બર 2009 માં આ ફુવારા ને સત્તાવાર રીતે વર્લ્ડ ગિનિસ રેકોર્ડ બુક માં દુનિયા ના સૌથી ઉંચા ઠંડા પાણી ના ફુવારા તરીકે સામેલ કરવામાં આવ્યો. ત્યાં જવા માટે તમારે બોટ નો ઉપયોગ કરવો પડે. અંદેરનાખ થી પર્યટન બોટ લઇ ને આજુ બાજુ ના નઝારા ને માણતા માણતા અને વિશાળ રાઈન નદી નો લ્હાવો લેતા તમે આ જગ્યા એ પોહચી શકો છો.
મારા આ વિડિઓ માં તમે ફુવારો તો જોઈ જ શકો છો અને સાથે સાથે આંદેરનાખ થી આ જગ્યા સુધી ના માર્ગ નો પણ વિડિઓ છે. વધુ માહિતી એના માહિતી બોક્સ માં લખેલ છે.
અને હા જો તમને મારો આ વિડિઓ ગમે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
Do you know about Geyser in Andernach, Germany? A geyser is a fountain, whether it is cold water or hot water. Andernach Geyser is the highest cold-water geyser in the world, reaching heights of 30 to 60 metres. The geyser was first bored in 1903 on the Namedy Peninsula in the Rhine near Andernach. In 2006 it was turned into a tourist attraction and one of the sights in the volcano park and part of the Geopark Vulkanland Eifel.
It is said that in 1903 on the Namedy peninsula, a 343-metre-deep borehole was driven into carbonic acid deposits in order to extract carbon dioxide for mineral water. The reason for boring the hole at this location was that bubbles were seen rising in the waters of the old Rhine ox-bow lake. When the cold-water geyser initially erupted, it leapt to a height of 40 metres.
Check the more info. at https://en.wikipedia.org/wiki/Andernach_Geyser
On 9 November 2008, the Andernach Geyser was officially recorded in the Guinness Book of Records as the highest cold-water geyser in the world.
Comments
Post a Comment