વિદેશોની લાઇફસ્ટાઇલ ભારતની લાઇફસ્ટાઇલ કરતા સારી કેમ છે?
એના માટે તો ગણો એટલા ઓછા એટલા કારણો છે.
પોઇન્ટ 1: અહીં બાળપણ થી જ બાળકો ને શિષ્ઠતા નું પાલન કેમ કરવું એ શીખવાડવામાં આવે છે અને બાળકો પણ મોટા લોકો પાસે થી જોઈ ને શીખે છે એટલે પેલી કહેવત છે ને કે "કુવા માં હોઈ એવું અવેડા માં આવે એના જેવું છે". આપડે ત્યાં આજુ બાજુ નજર કરશો તો સમજાશે કે આપણું જીવન કેવું છે અને પછી આપડા છોકરાવ પણ એ જોઈ ને જ મોટા થઇ એટલે એ પણ જે જોયું છે એ જ અનુશરસે.
અહીં બાળકો ને સ્કૂલ માંથી શીખવાડવા માં આવે છે કે શું કરવું જોઈએ અને શું નહિ. અને બાળકો વડીલો પાસે થી પણ એ જ શીખે છે. અહીં ચોખ્ખાઈ હોવાનું એક કારણ એ પણ છે, લોકો કચરો જ્યાં ત્યાં ફેંકતા નથી અને ઘણા ને તો પર્યાવરણ ને શુદ્ધ કેમ રાખવું એના પર પણ ચિંતન કરતા જોયા છે. અહીં ઘણી વાર કોઈ કચરો રોડ પર દેખાઈ તો બીજા લોકો પણ ઊંચકીને કચરાપેટી માં નાખી દે છે.
આપડે ત્યાં સફાઈ અભિયાન ચાલુ થયું છે એ સૌથી ખુશી ની વાત છે, પણ આપડે ત્યાં હજુ ધાર્મિક રીત રિવાજો એવા છે જે પર્યાવરણ ને નુકશાન પોંહચાડે છે અને એના પર આંગળી ચિંધશો તો તમારો વારો પડી જશે જયારે અહીં એવું કઈ છે નહિ. હા હવે ઘણા નોન જર્મન આવી ગયા છે જે જરા અહીં નું વાતાવરણ બગાડે છે પણ એમાં કઈ થઇ શકે એમ નથી.
પોઇન્ટ 2: અહીં નાના લેવલ પાર ભ્રસ્ટાચાર જેવું કઈ છે નહિ, એટલે તમે બેંક માં કે કોઈ પણ સરકારી કામ માટે જશો તો તમારું કામ ઈમાનદારી થી થાય એટલું સરસ રીતે કરી દેશે. મારો એક મિત્ર હતો નોન ઇન્ડિયન અને એના જોડે કામ કરતા કરતા મને ઘણું સારું શીખવા મળ્યું, એમાં એવું હતું કે સ્ટુડન્ટ હતા ત્યારે અમે બીજા ના ઘર સાફ કરવા જતા એક ઘર માટે 2 લોકો ને ફાળવ્યા હોઈ અને હું અને મારો મિત્ર મેહનત થી સાફ કરતા અને કોઈ વાર હું થાકી જાવ તો એને કવ કે છોડ યાર આટલું તો ચોખ્ખું કર્યું હવે કેટલું હોઈ આરામ કરીયે તો એ કેતો કે ના આપણ ને કલાક ના હિસાબે સાફ કરવા પૈસા આપે છે અને એ લોકો એ વિશ્વાસ મુક્યો છે કે આપડે આ કામ એને ધાયું છે એમ કરી નાખશુ તો પછી આપડે પેલા કામ પતાવવું જોઈએ અને પછી આરામ.
તો એ વાત મારા દિલ માં સારું ઘર કરી ગઈ અને જીવન કેમ પ્રામાણિક રીતે જીવવું એ શીખવાડી ગઈ. એનું માનવું હતું કે જો આપડે ખોટા રૂપિયા લેશુ તો આપડા 1 ના બદલે 100 રૂપિયા જશે એટલે મેહનત થી જ કમાવ જેટલું કમાવ એટલું. અને મોટા ભાગના જર્મન પણ એમાંજ માને છે, એ લોકો ને જે પણ કામ આપશો એ પુરી ડેડિકેશન થી કરશે. જો આપડે એવા થઈએ તો પણ એ આપડી લાઇફસ્ટાઇલ સારી બનાવશે જ.
પોઇન્ટ 3: અહીં ના નિયમો અને કાયદા ઘણા કડક છે એટલે લોકો એ પણ ધ્યાન રાખે છે કે એ કોઈ નિયમ તોડે નહિ. જેમકે કાર ચલાવવા માં સ્પીડ લિમિટ હોઈ એના મુજબ ચલાવશે ભલે પછી આખો રસ્તો ખાલી હોઈ પણ ઓવર સ્પીડ નહિ કરે. અમુક લોકો એવા પણ છે જે વધુ સ્પીડ માં ચલાવે તો એમને કંટ્રોલ કરવા કેમેરા રાખેલા છે જેથી આવું કરે તો એમના ઘરે ફરફરીયું પોહચી જાય અને બીજી વાર કરતા પેહલા વિચારે એવડો દંડ ફટકારી દે.
પોઇન્ટ 4: અહીં માણસો નું મૂલ્ય હોઈ એવું અનુભવ્યું છે, મારો એક પ્રસંગ કે જયારે મારે જર્મની આવવાનું હતું ત્યારે હું SBI બેંક માં ગયો લોન માટે અને બધા ડોક્યુમેન્ટ્સ કોમ્પલેટ હોવા છતાં મને એટલા ધક્કા ખવડાવ્યા અને છેલ્લે મને થઇ ગયું કે ઇન્ડિયા આવા લોકો ના લીધે જ આગળ નથી આવતું એટલે જો તમાચો રાજા જ ભ્રસ્ટાચારી કે અલગ વિચાર નો હોઈ તો સામે લોકો પણ એવાજ થવાં છે. છેલ્લે લોન તો ના જ આપી, જયારે અહીં મારે એક વાર લોન લેવાનું થયું અને હું બેંક એ ગયો એમને મને રૂમ માં બેસાડ્યો ચા કોફી આપી અને બધું વિગતવાર સમજાવ્યું અને એક બે દિવસ મા તો લોન એપ્રુવ થઇ ગઈ. આતો એક ઉદાહરણ છે આવા તો કેટલાય છે.
પોઇન્ટ 5: આપડે ત્યાં કાયદા માં ઘણા લૂપફોલ છે એટલે ઘણીવાર લોકો ને ખોટું ના કરવું હોઈ તો પણ કરવું પડતું હોઈ છે, જેમકે હું ઇન્ડિયા આવ્યો તો અને સીટબેલ્ટ નોહતો બાંધ્યો ત્યારે પોલિસ વાળા એ ઉભા રાખ્યા અને કહ્યું લાવો 3000 (યાદ નથી 1500 હતા કે 3000) રૂપિયા અમે તો શોક થઇ ગયા આટલા બધા અમે કહ્યું અમારી ભૂલ છે અમે પૈસા પણ આપીયે પણ આટલા બધા ના હોઈ, તો પોલિસ કહે કે સારું 300 લાવો પણ કાપલી નહિ આપું. બોલો આમાં લોકો શું કરે. મને લાગે છે અહીં ની જેમ ફિક્સ હોવું જોઈએ કે આ ભાવ અને આ એકાઉન્ટ એના ઉપર ભરી દેવાનું એટલે માથાકૂટ નહિ.
પોઇન્ટ 6: અહીં ના લોકો નો વિરોધ ઘણો શાંત હોઈ છે આપડે જેમ તોડ ફોડ કરે એમ અહીં મેં કદી જોયું કે સાંભળ્યું નથી , અહીં પણ એવા તત્વો છે પણ ઘણા ઓછા અને આપડે ત્યાં તો પોલીસ પણ એવી અને લોકો પણ. અહીં લોકો સરકારી વસ્તુ જેવી કે ટ્રામ, બસ કે રેલવે હોઈ બધા નું વ્યવસ્થિત ધ્યાન રાખે છે અને પોલીએ પણ આડેધડ મારવા વળી નથી કરતા. અહીં લોકો પોલીસ થી ડરતા નથી પણ એમને માન જરૂર આપે છે અને સામે પોલીસ પણ ખોટો ભ્રસ્ટાચાર કરતા મેં નથી જોયા કે સાંભળ્યું.
પોઇન્ટ 7: માહત્વ નો મુદ્દો અહીં પૉલ્યૂપ્શન આપડા જેટલી નથી અને સરકાર ને સારા નિર્ણયો લેવા હોઈ તો ઓપોઝિશન વાળા પણ સાથ આપે છે, અહીં સરકાર લોકો માટે જરૂર કરતા વધારે સગવડો આપે છે જો કે આ સગવડો આપડે જે કમાઈ છીએ એના ટેક્સ માંથી જ હોઈ છે પણ ધ્યાન તો આપે છે.
પોઇન્ટ 8: અહીં જાતિવાદ કે એવું કઈ છે નહિ સરકાર માટે બધા સરખા, તમે તમારી મહેનતે આગળ આવો અને જો ના આવી શકો તો તમારી ભૂલ. આપડે ત્યાં મેહનત સાથે સરખી કાસ્ટ હોઈ તો જલ્દી ઉપર આવી સકાય છે . ભણતર માં પણ કાસ્ટ સિસ્ટમ જે બધા સમજે છે કે કઈ સેન્સ નથી કરતી તો પણ વોટ બેંક બચાવવા જાળવી રાખી છે. એટલે જેમનો પાયો જ નબળો છે ત્યાં બાંધકામ માં શું ઘડા હોઈ.
આવા તો બો બધા પોઇન્ટ છે યાદ આવશે એમ લખતો જઈશ.
--------------------------------------
હા વાત તો એકદમ સાચી, એટલે જ કે છે ને બાળકો ને જે શીખવાડો એ જ આગળ જતા અનુશરે. એટલે જ સારી શિખામણ જો મળતી હોઈ તો લોકો એ વિરોધ કરવા કરતા સાથ આપવો જોઈએ. અને મને પણ યાદ છે અમે નાના હતા ત્યારે કઈ ભૂલ કરતા ત્યારે કેટલો માર પડતો અત્યારે યાદ કરતા લાગે છે જે થયું એ સારું થયું જો એવું ના થાત તો કદાચ હું આ જગ્યા એ ના પણ હોત.
-----
વાત જ એ છે આપડે ત્યાં લોકો ને એના સ્ટેટ્સ મુજબ આવકાર આપે, જયારે અહીં સરકારી કર્મચારી માટે બધા સરખા એટલે કોઈ પણ હોઈ બેંક માં જાવ કે કશે બીજે તમને એક એમના ઈમ્પોર્ટન્ટ ગ્રાહક છો અને તમને ખુશ રાખવા એ એમની જવાબદારી છે એમજ આવકારશે. આપડે ત્યાં કામ કઢાવવા માટે પૈસા કે ઓળખાણ ખુબ મહત્વની છે જયારે અહીં એવું કઈ નથી.
Comments
Post a Comment