ઇલ્ત્ઝ (Eltz ) કિલ્લો
ઇલ્ત્ઝ (Eltz ) કિલ્લો એ મધ્યયુગીન કિલ્લો છે જે મોઝેલ નદીની ઉપરની ટેકરીઓમાં કોબેન્ઝ અને ટાયર નામ ના શહેર જે જર્મનીની માં આવેલ છે એની વચ્ચે સ્થિત છે. તે હજી પણ તે જ પરિવારની શાખાની માલિકીની છે જે 12 મી સદીમાં ત્યાં રહેતી હતી. એટલે આ કિલ્લા માં તેને બાંધનાર નો પરિવાર જ રહે છે. પણ આ કિલ્લા ની મુલાકાત તમે લઇ શકો છો.
આ કિલ્લો જર્મનીના સૌથી સુંદર કિલ્લાઓમાં ગણવામાં આવે છે. કોરોનાને કારણે પ્રવેશ શક્ય ન હતું, પરંતુ તેની આસપાસના પર્વતો, નદી અને લીલાછમ જંગલો આ કિલ્લા નું સ્થાન અદભુત નજારાઓ થી ભરી દે છે.
મિત્રો અને પરિવાર સાથે તમારો દિવસ વિતાવવાની ઘણી સંભાવનાઓ છે. આ જગ્યા ની માહિતી વિડિઓ ના ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે.
જો તમને આ વિડિઓ ગમે તો લાઈક, શેર, અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
Comments
Post a Comment