આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે જાતિવાદ માં નહોતા માનતા, સ્કૂલ છોડ્યા પછી આપણને જાતિવાદ કોણ શિખડાવી ગયું?

હા વાત તો સાચી છે પણ હું મારા અનુભવ ના હિસાબે વાત કરું તો જાતીવાદ માં 100% નહોતા માનતા એવું કેવું ઉચિત નથી કારણકે જાતિવાદ તો સ્કૂલ માં ભણતા ત્યારે પણ હતો જ. કદાચ પરિવાર તરફ થી વારસામાં આવ્યો હોવો જોઈએ.

 અમારો મૂળ વ્યવસાય મોટર ગેરેજ અને ડ્રાઇવિંગ સ્કૂલ નો અને અમારું ગેરેજ મુસ્લિમ લોકો રહે એ વિસ્તાર માં આવેલું છે. એટલે મુસલમાન લોકો જોડે અમારે ઘણો વ્યવહાર અને મારા દાદા નો સ્વભાવ પણ ખુબ માયાળુ હતો મારા બા અમને વાત કરતા એ મુજબ અમનને યાદ નથી કે એ કદી મંદિર નો દાદરો પણ ચડ્યા હોઈ એનો મતલબ એમ નથી કે એ ભગવાન માં ના માનતા એ ભગવાન માં માનતા અને બીજા ધર્મ ને પણ એટલું જ માન આપતા. અને અમે આ બધું નાનપણ થી જોતા આવતા પરિવાર ધાર્મિક એટલે પેલેથી શીખવવામાં આવ્યું કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને મમી પણ બો કેહતી કે તમે બીજા નું કાળજું ના બાળો ને તો પણ ભગવાન ખુશ થાય અને પછી તો શું ભગવાન ને ખુશ રાખવા માટે બીજા નું કાળજું થોડું બળાઈ અને બસ આ જ પ્રેકટીસ નાનપણ થી પડેલી અને અમારા ઘરે કદી આ જાતિ આમ અને આ જાતિ તેમ એવું કહ્યું જ નથી એટલે જાતિવાદ જેવું કઈ મન માં પણ નોતું અને અમારો એક જ નિયમ જે ખોટું કરે એ ખોટો પછી કોઈ પણ હોઈ.

મારે અલગ અલગ જાતિ ના ઘણા મિત્રો છે અને બધા જોડે ખુબ સારું ભળે  છે અને આ જાતિવાદ ના હોવાનું મુખ્ય કારણ મારા દાદા જ કહી શકું, મારા બા દાદા ની સામે ના બોલી સકતા પણ જો કદાચ બા નું ચાલતું હોત તો જાતિવાદ અમારા મન માં પણ આવી જાત કારણ કે બા ને થાતું કે બીજી આપડા કરતા નીચી જાતિ વાળા લોકો જોડે બેસવું કે એમનું ખાવું નહિ એમનું એ માનવ પાછળ નું કારણ એ હતું કે જો આપડે એના જોડે સંગત માં રહીયે તો આપડા વિચારો એમના વિચારો જેવા થઇ જાય અને આપડે નો ચડવાના ના રવાડે ચડી જઇયે જેમ કે નોન વેઝ ખાવું એવું. પણ અમારી શાળા માં પણ અમને ભાર દઈ ને શીખવાડતા કે માનવતા થી મોટું કઈ નથી જીવ માત્ર પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ, અને સારા કર્મો કારસો એટલું સારું તમારા જીવન માં થશે એટલે આ બાબતે અમે બા સાથે બો આર્ગ્યુમેન્ટ કરતા. પણ એ જ છે કે સ્કૂલ વખતે અલગ અલગ જાતિ ના સારા મિત્રો હતા અને સારા શિક્ષકો બધા એક રૂમ માં સાથે મળી ને ભણતા અને સાથે મળી ને જમતા રમતા એટલે બાળકો ના કુમણા મન પર જે શીખવાડો એજ છાપ ઊંડે સુધી પડી રહે. 

એટલે જાતિવાદ તો મારા મનમાં ક્યારેય હતો નહિ અને કદાચ આવશે પણ નહિ, આ બધું તો અંગ્રેજો ની નીતિ હતી ને ભાગલા પાડો અને રાજ કરો એના જેવું છે એટલે આપડી રોજબરોજ ની આપડી આજુબાજુ બનતી નાની મોટી ઘટના અને અમુક રૂઢિચુસ્ત માણસો ના દંભ આપણું મીડિયા , આપડા નેતાઓ અને માનસિક રીતે નબળા લોકો જે બીજા ની વાતો માં આવી જાય છે એના લીધે જાતિવાદ પાછો ઉભો થાય છે. ક્યાંક મેં વાંચ્યું હતું કે આપડા માટે હંમેશા આપડે પેલા ભારતીય છીએ એવી ભાવના હોઈ તો દેશ ખુશખુશાલ થઇ જાય.

જાતિવાદ આજ કાલ નો થોડો છે એતો રાજા મહારાજા ના જમાનાથી હાલતો આવે છે એટલે જો એને કાઢવો હોઈ તો આપડે જાગૃત બનવું જ રહ્યું. પેલા આપડા દેશ નું વિચારો અને જો દેશ જોડે લેવા દેવા ના હોઈ તો પોતાના પરિવાર નું વિચારો અને એમની જવાબદારી જો તમારા પર હશે તો તમને વાહિયાત વિચારો આવશે જ નહિ. ઘણા તો મેં એવા જોયા છે જે પોતાના પરિવાર માં ખાવા સરખો રોટલો નથી અને ગામની પંચાત કરે છે એવા લોકો ને લીધે ઘણીવાર શાંતિ ડોહળાતી લાગે છે.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?