બાળકને વિદેશ ભણવા મોકલતા પહેલા કઈ કઈ વસ્તુઓ શીખવાડવી જોઈએ?
એવી તો ઘણી વસ્તુઓ છે જે બાળકો ને પેલે થી શીખવાડી હોઈ તો કોઈ પણ સમયે સારી પડે. આમ તો હું 10માં ધોરણ થી બહાર જ છું એટલે ઘરથી દૂર રેવાની અને લિમિટેડ પૈસા માં મહિનો કાઢવાની ટ્રેનિંગ સારી રીતે મળી ગઈ હતી પણ , જો વિદેશ પેહલીવાર જતા હોઈ તો શરૂઆત ના થોડા મહિના નવી જગ્યા એ અને ઘર થી ખાસું દૂર એકલતા જરૂર અનુભવાઈ છે અને ફેમિલી ખાસ કરી ને ઘરનું તૈયાર ભાણું બો યાદ આવે છે.
એટલે મારા ખ્યાલ થી તમે રસોઈ કરતા શીખવી શકો અને જે જલ્દી અને આસનથી થઇ જાય એવી ખાસ. બીજું એકલા રેવું પડશે એની તૈયારી પણ જરૂરી છે જેથી બાળક એકલા મુંજાઈ નહિ, એના માટે તમે થોડો સમય સાથે વિતાવી ને મનોબળ વધારી શકાય અને બાળક વિદેશ ક્યાં ઉદેશ થી જાય છે એ પણ સમજાવી અને એ એના ધ્યેય થી ભટકે નહિ એના માટે તૈયાર કરી શકાય.
કોઈ પેલી વાર વિદેશ આવતા હોઈ તો એમને મેન્ટલી તૈયાર કરવા ખુબ જરૂરી છે અને આ વસ્તુ એવી છે કે જે બાળકોએ ખુદ પોતાની રીતે વિકસાવવાની હોઈ છે.
જવાબ આપવો એટલો આસાન નથી આ સવાલ નો કારણ કે વિદેશ માં સગવડ તો આપડા દેશ જેવી બધી જ છે અને કદાચ સારી પણ હોઈ શકે, ખાલી જે વસ્તુ મિસ થતી હોઈ એવી લોકો નો મેવાવડો, સ્ટ્રિટફૂડ કે તો આસાની થી તમને જમવાના બધા ઓપ્શન મળી જાય એ. તમે અહીં બીમાર પડો તો કદાચ તમને ઘર બો યાદ આવશે એટલે તમે નાની બીમારીઓ જેવી કે શરદી ઉધરસ, પેટમાં દુખવું એવી બધી બીમારીઓ માં શું કરવું જોઈએ એ પણ શીખવાડી શકાય.
મારા અનુભવ થી કઈ વસ્તુ સારી અને કઈ નહિ સારી એ બાળકે પોતાની જાતે જ નક્કી કરવું પડે અને વિદેશ માં ઘણા એવા પ્રસંગો બને જેમાં જાતે નિર્ણય લેવો પડે કોઈ વાર નિર્ણય સાચો પડે અને કોઈ વાર ખોટો. નાની નાની વાત માં હતાશ થવું નહિ અને જ્યાં સુધી ધ્યેય મળે નહિ ત્યાં સુધી મેહનત કર્યા કરવી એ ગુણ ખુબ કામ નો છે.
અહીં તમારા પર ધ્યાન રાખવા વાળા કોઈ છે નહિ એટલે તમે જે કરો એના જવાબદાર તમે ખુદ જ છો, મેં ઘણા ને દારૂ ના અને નોન વેજ ફૂડ ના રવાડે ચડતા જોયા છે, મને કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી કોઈ પણ વસ્તુ થી પણ તમે પોતાના ઘરે ઇન્ડિયા માં જે શિસ્ત માં રહો છો તો એ શિસ્ત તમે એટલી આસાની થી કેમ છોડી શકો.
બીજું એક મહત્વનું એ છે કે કોઈ પણ વ્યક્તિ વિશે કદી પૂર્વાભિગમ બાંધવો નહિ, અને કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહિ. હા તમે પેલા થી ઓળખતા હોઈ તો વાત અલગ છે. જે લોકો વિદેશ જાય છે એમના માટે ખાસ કે એ વાત કદી ના ભૂલવી તમે ક્યાં બેકગ્રાઉન્ડ માંથી આવો છો અને તમે શા માટે વિદેશ આવવાનું નક્કી કર્યું. મજાક મસ્તી એન્જોયમેન્ટ જીવન માં જરૂરી છે પણ એ હદે પણ નહિ કે તમે તમારી કૅરિયર જોખમ માં મુકો.
Comments
Post a Comment