નવી નોકરીનાં પહેલાં દિવસે કઈ કઈ તૈયારી સાથે જવું જોઈએ?

પેહલો દિવસ કોઈ પણ વસ્તુ નો હોઈ જરા નર્વસ તો થઇ જ જવાય છે. પછી ભલે શાળા, કોલેજ, કોઈને મળવા જવાનું વગેરે વગેરે.

પણ નોકરી નો પેલો દિવસ ખાસ છે કારણ કે આ જગ્યા એ તમારે તમારા દિવસ નો મોટોભાગ ગાળવાનો હોઈ છે અને ઘણી વાર તો એવું બને છે કે ઘરવાળા કરતા અહીં વધુ સમય પસાર કરીયે છીએ એટલે આપડા જોડે કામ કરવા વાળા સાથીઓ, નવા બોસ, કામ કરવાની ઓફિસ, કંપની નું વાતાવરણ બધું આપણા મગજ માં ઘૂમ્યા કરે છે કે કેવું હશે બધું હું સેટ તો થઇ જઈશ ને અને કામ તો મને ફાવશે ને. 

પણ આ બધું ખુબ નોર્મલ છે, માટે જો પેલો દિવસ હોઈ તો તમે જયારે ઓફિસે કે કામ માટે જાવ તો મોઢા પર સ્મિત જરૂર રાખજો અને બને તો તમે જોડે કેક કે કશુ તમારી ટીમ માટે નાસ્તો કે એવું લઇ જાય શકો છો અને તમારી ટીમ ને એક ઇમેઇલ કરી ને તમારા પેલા દિવસ ની પાર્ટી માં બોલાવી શકો છો. અહીં જર્મની માં આ ખુબ નોર્મલ કલ્ચર છે, અહીં કેક, ચોકલેટ, અહીં ની બ્રેડ કે સવાર નો નાસ્તો એવું બધું લઇ ને આવે છે પેલા દિવસે અને એ બહાને તમે તમારી ટીમ જોડે વધુ અનુભવ કેળવી શકશો અને જાણી શકશો કે કોણ કોણ છે તમારી ટીમ માં. 

અને આ નાસ્તા ના બહાને તમે કોણ શું કામ કરે છે અને તમારું શું કામ છે એ પણ ચર્ચા કરી શકો જેથી તમને ખબર પડે કે ભવિષ્ય માં કોના જોડે વધુ કામ કરવાનું થશે. મોટા ભાગે પેલા દિવસે કામ નો કે એવો કઈ લોડ નથી હોતો અને બોસ પણ તમને બધા જોડે ઓળખાણ કરાવડાવે છે અને ચા કોફી નું મશીન ક્યાં છે , ક્યાંથી અને ક્યાં સમયે બધા જમવા જાય છે એ, તમારી ઓફિસ તમારું કોમ્પ્યુટર ક્યાં છે એ બધી માહિતી માં પેલો દિવસ તો ક્યાં જતો રહેશે એ પણ ખ્યાલ નહિ આવે.

પણ હા ફર્સ્ટ ડે હોઈ તો જરૂરી છે કે તમે ટેંશન વગર ફ્રેશ થઇ ને જોબ પર જાવ અને બધા સાથે નમ્રતા થી વાત કરો જેથી તમારું પોઝિટિવ વાતાવર બની શકે. અને બને તો એક વાત યાદ રાખો ખોટા નર્વસ થવાનો કઈ મતલબ નથી તમને એટલે જ જોબ મળી છે કે તમે જોબ ને લાયક છો અને બસ સમય જતા ક્યારે તમે બધા જોડે હળીમળી જશો એ પણ ખબર નહિ પડે.

મને યાદ છે કે મારો પેલો દિવસ હતો મને થતું હતું કે આવડી મોટી કંપની માં કેમ થશે કઈ રીતે મારી જગ્યા શોધીશ અને કોણ મને દેખાડશે કે મારી વર્કપ્લેસ ક્યાં છે પણ મારો બોસ સામેથી મને લેવા આવ્યા હતા અને બધા જોડે સારી રીતે ઓળખાણ કરાવી હતી અને ટીમ જોડે જમવા ગયા અને બધા જોડે સારી ઓળખાણ થઇ ગઈ હતી.

એટલે પેલા દિવસે હસતા મોઢે જાવ અને ભલે ગમે એટલા અનુભવી હોઈ પણ તમારી ટીમ સાથે,  તમારા સાથીઓ જોડે થોડો સમય કાઢો અને કઈ રીતે બધા કામ કરે છે અને કોઈ પણ નિર્ણય પર પોંહચતા પેલા તમારા સિનિયર ની સલાહ જરૂર લો.

અને બને તો ઓફિસ નું કામ ઓફિસ પર અને ઘર નું કામ ઘરે જ રાખો એટલે ઓફીસ ના કામ ના લીધે તમારે ઘર ની લાઈફ ડિસ્ટર્બ ના થાય, એના માટે પ્રેકટીસ ની જરૂર છે જે તમે પેલા દિવસ થી કરી શકો. બાકી નવી જોબ માટે અભિનંદન.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?