શું તમે એવો અનુભવ શેર કરી શકો છો જે તમને આજે પણ હસાવે છે?
હા એવા તો ઘણા પ્રસંગો બન્યા છે પણ આ પ્રસંદ મને ખુબ પ્રિય છે અને એનું કારણ એ છે કે આ ઘટના અમે જે 4 મિત્રો જોડે બની હતી એ રાત ના સપના જોતા જોતા અને સપના માં પણ સમાનતા ના લીધે.
વાત જાણે એમ છે કે નવસારી માં જયારે અમે બેચલર ભણતા હતા ત્યારે 6 મિત્રો એક ઘર ભાડે રાખી ને રહેતા હતા અને ઘર માં દરવાજા માં પ્રવેશતા એક રૂમ અને પછી બીજો જરા મોટો રૂમ અને પછી કિચન અને બાથરૂમ જોડે હતા. એટલે તમારે નવા માટે પાણી ગરમ કરવું હોઈ તો રસોડા માં જ હીટર નો યુસ કરી ને કરતા.
બન્યું એવું કે પરીક્ષા નો સમય હતો અને અમુક લોકો મોડી રાત સુધી વાંચતા અને અમુક લોકો વેલી સવારે ઉઠી ને વાંચતા એટલે જે લોકો મોડી રાત સુધી વાંચતા એ સૌથી પેલા રૂમ માં વાંચતા અને વેલા ઉઠવા વાળા કિચન ની બાજુ ના રૂમ માં સુતા. હવે બન્યું એવું કે અમે 3 મિત્રો જેમાં મારો ભાઈ અને હું અને એક મિત્ર જોડે સુતા હતા અને સવાર ના 4 વાગે એક મિત્ર ઉઠ્યો અને પાણી ગરમ કરવા મૂક્યું. મોડી રાત અને ભર ઊંઘ માં ખબરના પડી કે કોઈ ઉઠી ને રસોડા માં ગયું છે. અને બરાબર મને એ સમયે સપનું આવતું હતું કે એક ભૂત મને પકડી રહ્યું છે અને મારા ભાઈ ને સપનું આવતું હતું કે ભૂત એની પાછળ પડ્યું છે અને મારો મિત્ર જે હતો એને સપનું આવતું હતું કે ઘર માં ચોર આવ્યો છે. હવે આ સપના જોતા હતા અને એવા માં રસોડા માં ઉંદર નીકળ્યો અને પેલો ભાઈ જે રસોડા માં પાણી ગરમ કરતો હતો એને એક ડંડો હાથ માં લીધો ઉંદર ને મારવા માટે અને જોર જોર થી ઉંદર ને મારવા પ્રયાસ કરવા માંડ્યો અને એના અવાજ ના લીધે હું ઝબકી ને ઉઠી ગયો અને રસોડા માં જોયું તો પ્રકાશ ના લીધે આંખો અંજાય ગઈ અને ખાલી એટલું જોયું કે કોઈ કાળો પડછાયો હાથ માં હથિયાર લઇ ને મારવા આવી રહ્યો છે અને મારુ સપનું જેમાં ભૂત મને મારવા આવી રહ્યું હતું એ જ લાગ્યું એટલે હું તો જોર જોર થી બૂમ પાડવા મંડ્યો બચાવો બચાવો અને એના લીધે મારો ભાઈ ઉઠી ગયો એને પણ એવું લાગ્યું કે રસોડા માંથી ભૂત આવે છે અને એ પણ જોર જોર થી બૂમ પાડવા મંડ્યો અને અમારા બંનેવની બૂમ સાંભળી ને પેલો 3જો મિત્ર ઉઠી ગયો અને એ ચોર ચોર છે એમ બૂમ પાડવા માંડ્યો. પછી પેલા એ બધી લાઈટો ચાલુ કરી ને અમે સપના માંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આ કે ઉંદરડા ની રામાયણ છે, અને આજેય જયારે આ વાત યાદ કરીયે તો હસી આવી જાય છે.
-------------
હજુ પણ મને અને મારા ભાઈ ને સપના આવે એ કોમન જેવા જ હોઈ છે, થોડા મહિના પેલા એ બાજુ ના હોલ માં સૂતો હતો અને હું મારા રૂમ માં જોકે બંનેવ વચ્ચે ખાલી પરદો જ છે એટલે કોમન રૂમ જ કહીએ તો પણ ચાલે અને એને સપનું આવ્યું કે કોઈ ડોસીમાં એના રૂમ માંથી દીવાલ પર ચાલી ને મારા રૂમ માં આવી રહી છે અને મને પણ એ જ સપનું આવ્યું કે કોઈ દીવાલ પર ચાલી ને મારી પાસે આવી રહ્યું છે. બરાબર એ જ સમયે મારા ભાઈ એ બૂમ મારી ઓયે.... અને એ જ સમયે મેં પણ ઊંઘ માં જ જોર થી ચીસ પાડી કે ઓ... મમ્મી.... અને મારી વાઇફ બાજુ માં સૂતી હતી એને જોર થી ધબ્બો મારી ને મને જગાડ્યો કે શું સપના માં બૂમ મારો છો. અને હું અને મારા ભાઈએ સપના ની વાત કરી તો પાછો ઉપર વાળો કિસ્સો યાદ આવી ગયો અને પેટ પકડી ને હસ્યાં.
----
હું જો કે ભૂત નો બો મોટો ફેન નથી , નાનો હતો ત્યારે ભૂત ની સિરિયલો ગોદડું ઓઢી ને જોતો. એટલે સમજી શકો છો મારો ભૂત પ્રત્યે નો પ્રેમ.
Comments
Post a Comment