જો તમે ડિઝનીલેન્ડ ની મુલાકાત લીધેલી હોય તો તમારો અનુભવ જણાવશો?
હું નહિ પણ મારો ભાઈ ફ્રાન્સ ના પેરિસ માં આવેલ ડિઝનીલૅન્ડ ની મુલાકાત 2019 માં કરી હતી અને એને ત્યાંનું વાતાવરણ અને ત્યાંના મંત્રમુગ્ધ કરી દે એવા ઘરો મહેલો અને ત્યાં વિઝિટર્સ લોકો માટે થતા પ્રોગ્રામસ ની વાતો ખુબ ઊંડાણ પુરવર્ક કરી હતી.
એ અને એમના મિત્ર લોકો બધા જર્મની થી પેરિસ ગયા હતા અને ત્યાં 2 દિવસ ફર્યા હતા એ જયારે ગયા હતા ત્યારે હેલોવીન નો સમય હતો એટલે એ દિવસે સ્પેશ્યલ પ્રોગામ નો પણ લ્હાવો મળ્યો હતો. એના કેવા મુજબ આ એવી જગ્યા છે જ્યાં તમે બાળપણ ની યાદો માં ચોક્કસ ખોવાઈ જશો, કદાચ આપડે ઇન્ડિયન કરંસી માં ટિકિટ તો થોડી મોંઘી પડે પણ જો મેલ આવે તો આ જગ્યા ની ચોક્કસ મુલાકાત લેવા જેવી છે.
અહીં પર દિવસ ના હિસાબે ટીકીટ હોઈ છે જેમ કે 1 દિવસ ના 88 યુરો (1 યુરો એટલે 88 રૂપિયા જેવા થાય) પર હેડ અને બાળકો હોઈ તો અમુક વર્ષ સુધી ના ને ફ્રી માં એન્ટ્રી મળે બાકી 2 વરસ કે 4 વરસ ઉપર ના હોઈ તો એમની ટિકિટ 80 યુરો છે. જો તમે 2 દિવસ નો પાસ લો તો 139 યુરો માં પડે અને 4 દિવસ નો 209 યુરો માં પડે.
ડિઝનીલૅન્ડ ખુબ મોટી જગ્યા માં બનેલ છે અને પુરે પૂરું ફરવા માટે 2 દિવસ હોઈ તો સારું પડે. તમે જો વિકએન્ડ પર જશો તો બોવજ ભીડ જોવા મળશે અને તમને કોઈ પણ રાઇડ્સ માં બેસવા માટે લાંબી લાઈન માં ઉભું રેવું પડશે, એમાં કલાકો ના કલાકો નીકળી જાય છે, એના માટે સ્પેશ્યલ પાસ આવે જે નોર્મલ પાસ કરતા જરા મોંઘો હોઈ એ જો લઇ લો તો તમારે વેઇટિંગ લિસ્ટ માં રાહ ના જોવી પડે અને તમારો વેહલા વારો આવી જાય.
જો તમારી પાસે લિમિટેડ સમય હોઈ તો આવા પાસ લેવા સારા પડે અને ત્યાં મોટા ગાર્ડન અને થીમ પાર્ક છે અને અલગ અલગ રેસ્ટોરન્ટ છે એટલે સમય ખાવા પીવા માં ને ફરવા માં ક્યાં જતો રેસે એ પણ ખબર નહિ પડે. અને ત્યાં તમને તમારા મનસપંદ કાર્ટૂન ના ઢીંગલા ઢીંગલી પણ જોવા મળશે અને મિકી માઉસ તો બધા ના ફેવરિટ એટલે એની આસ પાસ બાળકો ની લાઈન હોઈ ફોટો પડાવવા માટે. અલાદીન અને જિન જોવા મળશે, ડોનાલ્ડ ડક જેવા ડિઝની ના બધા કેરેકટર જોવા મળશે. તમને ચોક્કસ વાહ નો ઉદગાર નીકળી જશે. બાળકો માટે તો બસ જાણે સપનાની દુનિયા મળી ગઈ હોઈ એમ જ સમજી લો કદાચ મારા જેવા મોટા જે કાર્ટૂન ના ચાહકો છે એમના માટે પણ એવું જ સમજો ને. બાળકો માટે પણ નાની મોટી રાઇડ્સ અને બીજી અન્ય રમતો માટે સારી એવી જગ્યા ઓ છે અને ઘણા શો પણ તમે માણી શકો છો. એક દિવસ હોઈ તો ઘણો ઓછો પડે તમને ક્યાં જવું અને ક્યાં ના જવું એમજ ખબર નહિ પડે એટલે જો એકાદ દિવસ માટે જતા હોઈ તો પેલા થી નક્કી કરી ને જવું કે ત્યાં જોઈ ને શું કરવું છે એટલે તમારો સમય નહિ બગડે.
ત્યાં સાંજ ના સમયે ડિઝનીલૅન્ડ ના કિલ્લા પર સરસ મજાનો ´લાઈટ શો પણ થઇ છે, એ પણ ખુબસરસ મજાનો હોઈ છે. હા ત્યાં જતા તમને ડિઝનીલૅન્ડ ની એપ્લિકેશન હોઈ છે એ ફોન માં નાખી દેવાની અને એમાં તમને કોઈ પણ રાઇડ્સ કે શૉ માં કેટલું વેઇટિંગ લિસ્ટ છે અને કઈ જગ્યા એ આવેલ છે એ દેખાડે છે એટલે તમે સમય નો બચાવ કરી ને બને એટલું એન્જોય કરી શકો.
હૅલોવિન ના દિવસે ઘણી ઓફર ચાલતી હોઈ છે એટલે વાર તહેવાર પર તમને અહીં દુનિયાના લોકો જોવા મળશે. મારો ભાઈ જયારે ગયો હતો ત્યારે હૅલોવિન ના લીધે સરસ મજા ની પરેડ થઇ હતી અને ફટાકડા સાથે લાઈટ શૉ એ તો મજા માં ઔર મજા ઉમેરી દીધી હતી.
મારા ભાઈ એ વિડિઓ ઉતાર્યો હતો અહીં એ વિડિઓ છે જે ઘણો લાંબો છે પણ કાપવું પણ શું એટલે મેં વિડિઓ એમજ રાખ્યો છે જે તમે જોઈ શકો છો અને વર્ચુઅલ આનંદ માણી શકો છો. એમાં ફુલ પરેડ સાથે સાથે ફટાકડા નો શો અને લેસર શો પણ કવર કર્યો છે. સમય હોઈ તો જરૂર જોજો.
બાકી માહિતી અહીં નીચે આપેલ લિંક પરથી મળી રહેશે.
https://www.disneylandparis.com/en-us/
વિડિઓ લિંક: https://youtu.be/kO8ZQ9RUTZw
Comments
Post a Comment