USB હબ કેવી રીતે કામ કરે છે? ધારોકે મારી પાસે 4 પોર્ટ વાળું USB હબ છે, તો તેનાં એક પોર્ટમાં હાર્ડડિસ્ક, બીજામાં માઉસ, ત્રીજામાં પેનડ્રાઈવ, ચોથામાં કાર્ડ રિડર કનેકટ કરું તો શું તે દરેક પોર્ટનાં ફંકશન કામ કરશે?
આમ તો USB એ ઘણું જ મોટું ફિલ્ડ છે, હું અત્યારે USB જોડે જ કામ કરું છું જેમાં મારે બેઝિક થી લઇ ને ઘણા કોન્સેપટ સમજવા પડ્યા હતા અને હજુ શીખું કે છું. USB હબ નો મૂળ વપરાશ કે USECASE એ છે કે એક કરતા વધારે USB ડિવાઇસ ને તમે USB હબ જોડે જોડી શકો છો અને ત્યાંથી હબ ને તમારા કમ્પ્યુટર જોડે USB કેબલ ની મદદ થી જોડી સકાય છે એટલે જો તમારા કમ્પ્યુટર માં એક જ USB પોર્ટ હોઈ તો USB હબ ની મદદ થી બીજા USB સાધનો જેવાકે કીબોર્ડ, માઉસ, કેમેરા, તમારો ફોન એ જોડી શકો છો. ટૂંક માં એક USB પોર્ટ સાથે તમે હબ ની મદદ થી બીજા ઘણા USB ડિવાઇસ જોડી શકો છો.
USB હબ ના 2 પ્રકાર છે એક તો પાવર વાળું અને એક પાવર વગર નું.
પાવર વાળા હબ માં તમારે અલગ થી પાવર સપ્લાય આપવો પડે અને બીજા માં પાવર સપ્લાય ની જરૂર નથી જેથી એ સાઈઝ માં ઘણું નાનું અને ફેરવવામાં આસાન રે છે પણ એની લિમિટેશન સામે એટલી જ છે.
નોર્મલી હબ વગર પાવર એ ચાલતું નથી એને ચલાવવા માટે પાવર જોઈએ જ એટલે જો તમે પાવર વગર નું હબ વાપરશો તો એ તમારાકમ્પ્યુટર ના પોર્ટ માંથી જેટલો પાવર આવતો હશે એમાંથી જરૂર પ્રમાણે પાવર વાપરની ને કામ આપશે અને જો તમે પાવર વાળું હબ વાપરતા હોઈ તો હબ ને એક્સટ્રા પાવર કમ્પ્યુટર ના પોર્ટ માંથી નહિ લેવો પડે અને તમે કોઈ પણ ડિવાઇસ કન્નેક્ટ કરશો તો પાવર પાવર સપ્લાય માંથી આપશે.
હવે પાવર વાળા હબ ક્યારે સારા પડે એના માટે જયારે તમે બો મોટી કૅપેસિટી વાળી હાર્ડ ડિસ્ક વાપરતા હોઈ ત્યારે, પ્રિન્ટર છે, સ્કેનર છે આ બધા ડિવાઇસ એવા છે કે એને થોડા વધારાએ પાવર ની જરૂર જોઈ છે હવે તમે જો પાવર વગર નું હબ વાપરશો તો તમારા કમ્પ્યુટર ના પોર્ટ માંથી આવતો પાવર આ બધા ડિવાઇસ ચલાવવા માટે પૂરતો નથી એટલે તમારા ડિવાઇસ બધા બરાબર કામ નહિ આપશે કારણ કે પાવર નથી પોહ્ચતો અને જો પાવર નહિ પોહ્ચે તો ડિવાઇસ ચાલુ નહિ થશે. એટલે પાવર વાળું હબ આ કેસ માં સારું પડશે.
પાવર વગર નું હબ ત્યારે સારું પડે જયારે તમારે ઓછા પાવર કે નહિવત પાવર વાળા ડિવાઇસ વાપરવાના હોઈ ત્યારે જેવા કે કીબોર્ડ, માઉસ, સ્માર્ટફોન ચાર્જિંગ, USB સ્ટિક છે એવા બધા ડિવાઇસ હોઈ તો.
તો જવાબ એ જ છે કે તમારે 4 પોર્ટ વાળા હબ માં હાર્ડડિસ્ક ના લીધે કદાચ પ્રોબ્લેમ આવે જો તમે પાવર વગર નું વાપરતા હોઈ તો.
આ લિંક પર જોશો તો તમને વધુ આઈડિયા આવશે:
https://store.hp.com/us/en/tech-takes/what-can-you-do-with-usb-port-hub
Comments
Post a Comment