ભારતીયોને વિદેશ જઈને વસી જવાનો બહુ મોહ કેમ હોય છે?
બીજા ની તો ખબર નથી પણ મારા અનુભવે જરા જવાબ આપવાની કોશિશ કરું છું.
અહીં જયારે પેલી વાર જર્મની આવ્યો ત્યારે એવો કોઈ પ્લાન હતો નહિ કે અહીં જ વસી જઈશ. ભણી ગણી ને પાછું ઇન્ડિયા જતું રેવું તું. એનું કારણ એ હતું કે અહીં નું જીવન ખુબ એકલવાયું છે, બધા પોતપોતાની મસ્તી માં રેવા વાળા તમારી આડોશ પાડોશ માં કોણ રહે છે તે પણ ખબર ના હોઈ અને બીમાર પડો તો કાળજી લેવા વાળા મમતાળુ માતા ના હાથ કે પાપા નું પડખું ના મળે. બધું જાતે જ કરવાનું, આપડે ત્યાં દોસ્તો જોડે જે મોજ મસ્તી થતી અને ફરવા જવાના પ્લાન અને રોજ મળવાનું, ખાવા પીવાનું એવું બધું અહીં કઈ નહિ. જાતે જમવાનું ભાવે તો પણ ઠીક અને ના ભાવે તો પણ ઠીક, એટલે બો થતું કે આ કઈ જીવન છે, જીવન આખું એક રોબોટ માં કેમ આપડે પ્રોગ્રામિંગ કરીયે કે આ સમયે રોબોટ આ કરવો જોઈએ, આ સમયે ચાર્જ થઇ જવો જોઈએ અને આ સમયે પાછું કામ આપ્યું હોઈ એના પર વળગી પડવાનું, બસ એવી જ લાઈફ આપડી, સવારે ઉઠો દૂધ કે ચા પી ને ભણવા જતા રહો, ઘરે આવી ને જમવાનું બનાવો અને વાંચી ને સુઈ જાવ, હા તમારા મિત્રો જે ભણવા આવ્યા હોઈ તમારા જોડે એ જરા મળી રહે તો થોડો શાંતિ મળતી પણ ઘર એ ઘર.
પછી જેમ જેમ સમય જતો ગયો એમ એમ અહીં ના વાતાવરણ માં ભળતા ગયા જોબ અને નવા જર્મન અને નોન જર્મન મિત્રો જોડે ઓળખાણ પડી જીવન માં જે ઉદેશ થી આવ્યા તા એને મેળવવા મા સમય ક્યાં જતો રહ્યો એ પણ ખબર ના પડી. આપડે ત્યાં લોકો એક બીજા ની ઈર્ષા કરે અને જીવન જેટલું હાર્ડમારી વાળું છે એના કરતા અહીં જીવન ઘણુંજ સરળ અને શાંત છે. લોકો બીજા નું જોઈ ને પોતાનો જીવ નથી બળતા અને તમે કદાચ કોઈ અજાણી વ્યક્તિ ને હેલ્પ માટે પૂછશો તો વગર વિચાર્યે મદદ કરી દેશે. અમે જયારે નવા નવા અહીં આવ્યા હતા ત્યારે જે સિટી માં એરપોર્ટ છે ત્યાંથી અમારું ભણવાવાળા શહેર સુધી પોહ્ચવા માટે ટ્રેન કરવી પડે. અને અમે જયારે સ્ટેશન પર ટિકિટ મશીન માં ટિકિટ લેવા ગયા ત્યારે ત્યાં બધું જર્મન ભાષા માં હતું કઈ ખબર પડે નહિ કઈ ટિકિટ લેવી અને કઈ રીતે અમારા સિટી માં પોંહચવું. અમને આમ ટેંશન માં જોઈ ને એક લેડી અમારા પાસે આવ્યા અને પૂછ્યું કે કઈ હેલ્પ જોઈએ છે તો અમે કીધું કે હા અમને જરા સમજ નથી પડતી ટિકિટ કેમ કાઢવી અને અમે નવા છીએ તો હેલ્પ કરો અને એ લેડી એ પોતાના પૈસે અમને ટિકિટ લઇ ને ટ્રેન સુધી બેસાડી ગઈ, હવે આવું જો ઇન્ડિયા માં થઇ તો મને નથી લાગતું કોઈ ભાવ પણ પૂછવા આવે અને ઉપર થી નવા ભળી ને લૂંટી જાય એ અલગ થી. જર્મની માં હવે રેફયુજી ઘણા આવ્યા છે જે ના લીધે જરા વાતાવર બગાડ્યું છે પણ તો પણ જીવન ધોરણ ખુબ ઉંચુ છે એમ કહી સકાય. તમને ચોખ્ખું હવામાન, શાંતિ, ગામ ની કોઈ ની ચિંતા નહિ, કોઈ ના થી બળતરા નહિ, હરવા ફરવા માટે કેટ કેટલીયે જગ્યા બીજું તો શુ જોઈએ?? મહત્વનું એ પણ છે તમને અહીં તમારા માટે જોઈએ એના કરતા વધુ સમય મળી રહેશે, તમારી મનગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકશો.અને મારા માટે ખુશી ની કે સંતોષ ની વાત એ છે મારી નાની એવી મદદ થી ભારત માં કેટલા લોકો ને ખુશ કરી શકું છું એ જો હું ત્યાં હોત તો કરી ના શકત. અને અહીં સારા જીવન સાથે હેલ્થ વીમો , સરકાર તરફ થી મળતી અન્ય સહાયો અને એવું તો બો બધું છે જેના લીધે કદાચ લોકો વિદેશ માં આવી ને વસી જતા હશે. બીજું કારણ એ પણ હોઈ શકે કે તમારે ઇન્ડિયા આવવું હોઈ તો ક્યાં નથી આવી શકાતું, જયારે મન થઇ ત્યારે એક વિઝિટ કરી જાવ. પણ ઇન્ડિયા માં સ્થાયી થયા પછી કદાચ વિદેશ માં વસવું આસાન નથી.
બીજું મહત્વું નું કારણ મારા હિસાબે એ લાગે છે કે અહીં માણસ ની કિંમત છે જયારે ઇન્ડિયા માં મને નથી લાગતું કે માણસ ની કિંમત હોઈ. ત્યાં પૈસા હોઈ તો તમે ગમે તે કરી શકો પૈસા જ પાવર છે અહીં એવું નથી.
થોડું ટેન્શન એ રે કે આપડે આપડા સમાજ થી અને કલ્ચર થી દુર થઇ જઇયે, ધાર્મિક જીવન, મંદિર એ બધી પ્રેકટીસ છૂટી જાય. પણ ચાલે બધું જો આપડી ઈચ્છા પ્રમાણે મળતું હોઈ તો કોઈ દુઃખી જ થોડો હોતે.
Comments
Post a Comment