યુરોપિયન દેશમાં રહેતા ભારતીય તરીકે, તમે ઘરે રસોઇ કરો છો કે બહાર જમો છો?

મારી વાત કરું તો મોટા ભાગે ઘરે જ રસોઈ કરું છું. એક વેજીટેરીઅન માટે બહાર બો ઓછા વિકલ્પો છે. થોડા ઘણા છે પણ રોજે બહાર જમવાનું પોસાઈ એમ નથી. જર્મની આવ્યા પછી હોસ્ટેલ માં બધા જાતે જ બનાવતા અને ગ્રુપ માં બનાવતા તો બનાવવાની મજા પણ આવતી.

આમ તો મને રસોઈ બનાવવાનો  શોખ છે, કદાચ મારા ફુવા પાસે થી આવ્યો હશે જે ઘરે ઘણી વાર જાતે રસોઈ બનાવતા અને હું જયારે નવસારી માં ભણતો ત્યારે એમને ત્યાં અવારનવાર જમવા જવાનું થતું. એમનો રસોઈ બનાવવનો શોખ અને બનાવવાં માટે જે જીણી જીણી કાળજી રાખતા તે જોઈ ને મને પણ થતું લાવ ને હું પણ રસોઈ બનાવું. અને પછી જર્મની આવવાનું થયું અને આવતા પેલા 2 મહિના જેટલો સમય હતો તો વિચાર્યું કે કોઈ રસોઈ ક્લાસ જોઈન કરી ને રસોઈ શીખી લઈએ એટલે ત્યાં સારો અનુભવ મળી ગયો. 

અને હવે તો રસોઈ એક મનગમતી પ્રવૃત્તિ થઇ ગઈ છે. અને મારા જેવા જ નવા નિશાળિયા માટે મારી યુટ્યૂબ ચેનલ માં હું રસોઈ ના પણ વિડિઓ મુકું છું જે રસોઈ માં નવા છે એમને ઉપયોગી થઇ પડે. મૂળ હેતુ તો જર્મન લોકો ને આપણું ઈન્ડિન ખાવાનું બનાવતા શીખવાડવાનો હતો, હું અહીં મારા ઓફિસે પણ ઇન્ડિયન ફૂડ લઇ જાવ છું જે મારી સાથે કામ કરતા લોકો ને બો ભાવે છે અને એ લોકો આપણું ખાવાનું કેમ બને કેટલો સમય લાગે ક્યાં ક્યાં મસાલા વપરાઈ એ માહિતી મળે એના માટે નો છે. 

https://www.youtube.com/playlist?list=PLQKGRJyk7H3szYFiprx85mIschkSc1PFp


આભાર.


Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?