તમે પોતાને 10 માંથી કેટલા અંક આપી શકો, અને કેમ ?

પોતાને જ અંક આપવા છે તો ઓછા શા માટે આપું એટલે હું પોતાને 10 માંથી પુરા 10 આપીશ.
હવે શા માટે એ જરા મોટો જવાબ થઇ જશે એટલે ટૂંક માં લખવા કોશિશ કરું, 
1. જે બાળપણ માં શીખવાડ્યું હતું કે ભારત સર્વ ધર્મ સમભાવ માટે પ્રખ્યાત છે અને આપડે ત્યાં વિવિધતામાં એકતા રહેલી છે, અને એ નિયમ નું મેં અત્યાર સુધી સારી રીતે પાલન કર્યું છે. મારા માટે બધા ધર્મ સમાન છે અને માનવતા સૌથી મોટો ધર્મ છે એમ હું માનું છું.

2. જરૂરિયાત મંદ ને બને એટલી મદદ કરવી જોઈએ એમાં પણ આપડે અવલ છીએ, ઘણી વાર તો મારે ખુદ ને ફાંફા પડી જાય પણ બીજાનો સમય સાચવી લીધો છે. એક વાર મને એક મિત્ર મળ્યો હતો સ્ટુડન્ટ હતો અહીં ત્યારે એ કદાચ ઘાના(આફ્રિકા) નો હતો અને મેં પૂછ્યું કેમ છે તો કહે કે થોડું ફાઇનાન્સીયલ પ્રોબ્લેમ આવી ગયો છે અને હું મારી સાયકલ વેચવા જાવ છું તો વગર વિચાર્યે એને મદદ માટે મારા ખીચા માં 20 યુરો હતા જે એ દિવસે એક ને ઘર નો સમાન ફેરવવામાં મદદ કરી હતી 3 કલાક એમાં થી કમાયો હતો તો કીધું કે લે આ મારા પાસે છે એ રાખ કદાચ કામ આવશે તને અને સાયકલ મારે નથી જોતી એટલે એ વેચાઈ તો એના પણ તને જરા મદદ મળી રેસે. (તમે કરેલા સારા કામો બીજા ને બતાવતા રહો કદાચ એને પણ તમારી જેમ બીજા ને મદદ કરવાની પ્રેરણા મળે) 

3. બને ત્યાં સુધી કોશિશ કરી છે કે કોઈ ને મારા કારણે દુઃખ ના થાય. ઘણી વાર કોઈ બીજો વિકલ્પ ના હોઈ તો મન થી માફી માંગવાની રીત જે ગુરુ લોકો એ શીખવાડી હતી એ પણ સારી રીતે પાલન કર્યું છે.

4. લોકો ને મોટીવેટ કરવા અને બનતી મદદ અને માર્ગસુચન આપવા અને સરસ વાત એ છે કે લોકો મદદ માંગવા આવે છે  એમને પણ આશા છે કે આની પાસેથી કંઈક મદદ મળી રહેશે.

5. ભલે વિદેશ માં રહું પણ દેશ માટે પ્રેમ હજુ એમનો એમજ છે અને હજુ પણ જીવ બળે છે જયારે દેશ માં નો થાવનું થઇ છે ત્યારે.
6. પોઝિટિવ એપ્રોચ, હું કોઈના પ્રતે સીધું અનુમાન લગાવવા કરતા એમના વિશે જાણી ને ખુદ અનુભવ કરી ને અનુમાન લગાવવાનું વધુ પસંદ કરું છું.

7. કોઈનો મિસ યુઝ નથી કરતા.

8. સ્વછતા અભિયાન ને આપડે જરા વધુ ગંભીર લઇ લીધું છે અને હું બને ત્યાં સુધી પાલન કરું છું અને બીજા પાસે કરાવડાવું છું.

8. જીવ માત્ર પ્રત્યે દયાભાવ રાખું છું.

બસ આનાથી વધુ વખાણ નહિ થશે મારા.

Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?