એક દિવસ પ્રવાસઃ માયેન ગામ અને ડ્રાયમુહ્લે નામના પાણી ના ધોધ ની મુલાકાત.
કેમ છો?
આમ તો અમે જર્મની ના ઘણા બધા ગામો ની મુલાકાત લીધી છે પણ વિડિઓ રેકોર્ડિંગ હમણાં જ ચાલુ કર્યું એટલે હવે વિચાર્યું કે હવે કોઈ પણ જગ્યા એ જઇયે ત્યાંનો નો વિડિઓ લઇ લેવો જેથી દેશ વિદેશ માં રહેતા બધા લોકો ને પણ લ્હાવો મળે અને થોડું ઘણું જાણવા મળે કે અહીં કેવા ગામડા છે અને લોકો ની રહેણી કેહણી કેવી છે.
આજ નો વિડિઓ અમારા માયેન નામના ગામ નો છે. માયેન એ જ્વાળામુખી વાળા પ્રદેશ એઈફેલ માં આવેલ છે.જગ્યા ના લકોએશન ની સચોટ માહિતી વિડિઓ ના ઇન્ફોરમેશન બોક્સ માં આપેલ છે. આ ગામની વસ્તી અંદાજિત 19000 ની આજુબાજુ છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ખાસ કરીને 12 ડિસેમ્બર 1944 અને 2 જાન્યુઆરી, 1945 માં સાથી દળોના હવાઈ હુમલા દરમિયાન, આશરે 90% શહેરનો નાશ થયો હતો. યુદ્ધ પછી અને પુનર્નિર્માણના ખર્ચને ધ્યાનમાં રાખતા વિશેષ લોકમત બાદ, લોકોએ શહેરને ફરીથી બાંધવા માટે મત આપ્યો.
આ ગામ માં ચર્ચો, મ્યૂઝિમ, રાજા નો કિલ્લો અને કિલ્લા ની દીવાલો વચ્ચે આવેલ જૂનું ભૂતકાળ માં દોરી જતા બાંધકામ જોવા લાયક છે. મારા આ વિડિઓ માં અમે કિલ્લા ની અંદર જ ફર્યા હતા અને વિડિઓ માં તમને કિલ્લા ની દીવાલો પણ જોવા મળશે. અહીં બો બધા કોફી ની દુકાન, પિઝા ની દુકાનો અને ઘણા શોપિંગ મોલ પણ છે. એક વાર તો જોતા એવું જ લાગે કેટલું નાનું એવું સુંદર ગામ છે.
અહીં નું મ્યૂઝિમ છે એ રોમન સમયમાં, માયેન એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર હતું અને ત્રીજી સદીના અંતથી મધ્ય યુગ સુધી, માટીકામ અહીં ચલાવવામાં આવતું હતું, અને તેમના ઉત્પાદનોનો વેપાર અને વેચાણ સમગ્ર યુરોપમાં થતું હતું એના વિશે વિગત વાર માહિતી આપે છે અને પ્રાગૈતિહાસિક સમયગાળા દરમિયાન, સરકોફેગી (સરકોફેગી એટલે ઇજિપ્તની મમી જે લાકડાની પેટી માં દફનાવતા એ. ) બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલ સ્ટોન્સ અને ટફ બનાવવા માટે નજીકની બેસાલ્ટના સ્ત્રોત હતા એના વિશે માહિતી પણ ઊંડાણ થી જણાવે છે. આ સરકોફેગી કબરના માલ તરીકે કાચની નોંધપાત્ર વસ્તુઓમાંથી દફનાવવામાં આવી હતી.
આ ગામ ફરી ને અમે ડ્રાયમુહ્લે નામના નજીક માં આવેલ પાણી નો ધોધ જોવા ગયા હતા. ડ્રાય નો મતલબ 3 થઇ મુહ્લે નો મતલબ મિલ એવો થઇ. ડ્રાયમુહ્લે જર્મન નામ છે. આ ધોધ નાનો એવો છે અને 3 ભાગ માં વિભાજીત થયેલ છે એના લીધે કદાચ એનું નામ આવું આપ્યું હશે. આ ધોધ જંગલ માં અંદર આવેલ છે અહીં ચાલવાના ના સારા રસ્તા બનાવેલ છે એટલે ધોધ પર પોહ્ચવામાં ના કંટાળો નહિ આવે અને હા સાથે સાથે જંગલ ની મઝા તો અલગ થી જ. તમે મારો આ વિડિઓ જોશો તો તમને પણ આઈડિયા આવે જશે કે આ જગ્યા એ જવું કે નહિ.
ગમે તે હોઈ પણ મારી ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
I have visited many villages in Germany all looks really Beautiful and I always wish by seeing these Villages that all Indian villages will be like German villages.
Today's video is our one day trip to village called Mayen. Mayen is located in the volcanic region of Eiffel. Accurate location information is provided in the video's information box. The population of this village is around 19000.
During World War II, especially during the Allied airstrikes on December 12, 1944 and January 2, 1945, about 90% of the city was destroyed. After the war and after a special referendum considering the cost of reconstruction, people voted to rebuild the city.
The churches, museums, the king's fort and the old-fashioned construction between the walls of the fort are worth seeing in this village. In my video we walked inside the castle and in the video you will also see the walls of the castle. There are also coffee shops, pizza shops and many shopping malls. At first glance, it looks like such a small and beautiful village.
The museum here is an important economic center in Roman times, Mayen and from the end of the third century to the Middle Ages, pottery was run here, and details of how their products were traded and sold throughout Europe and during prehistoric times, Information is also given in depth about the millstones used to make sarcofegi (sarcofegi means a wooden box used for burried Egyptian mummy) and nearby basalt sources for making tuff. This sarcophagi was buried among the remarkable objects of glass as the tomb material.
After visiting this village, we went to see a waterfall near Driamuhle. Dri means 3 and muhle means mill. Drimuhle is a German name. The waterfall is small and is divided into 3 parts, hence the name comes from it. This waterfall is located inside the forest. If you watch this video of mine, you too will have an idea whether to go to this place or not.
Be sure to like, share and subscribe to my channel anyway :)
Thank you.
Comments
Post a Comment