વિદેશ ભણવા જવા માટે દેશની પસંદગી કેવી રીતે કરવી?
વિદેશ ભણવા જવું એ એક મહત્વનું અને ખુબ મોટો નિર્ણય છે. કારણ કે પછી થી તમારું કૅરિયર અને કદાચ આખી લાઈફ પણ ત્યાં કાઢવાની થાય. મારા ખ્યાલ થી મહત્વની વાત એ છે કે તમે પેલા તમારા મનપસંદ દેશો ની યાદી તૈયાર કરો અને પછી એક પછી એક દેશ વિશે થોડું સંશોધન કરો અને ચેક કરો કે તમારા માટે તમે જે ભણ્યા છો એના માટે કયો દેશ સારો છે અને કેમ. પછી અત્યારે તો ફેસબુક અને એવા ઘણા માધ્યમ છે જ્યાં જે તે દેશ ના ગ્રુપ બનેલા હોઈ છે તો ત્યાં તમે થોડા ઘણા તમને મુંજવણ કરતા પ્રશ્ન પૂછી શકો છો અને મનમાં જે શંકા હોઈ તે હલ કરી શકો છો.
મારી વાત કરું તો મારા માટે મહત્વની વાત એ હતી કે કોઈ એવો દેશ પકડું જે બજેટ ફ્રેન્ડલી હોઈ અને એન્જીનીર માટે સારી તકો આપતું હોઈ. એટલે મેં કેનેડા, USA, ઑસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશો પસંદ કર્યા અને પછી કોઈ ને કોઈ ગુજરાતી આ દેશ માં વસતા જ હતા તો એ લોકો જોડે વાતચિત કરી ને જે તે દેશ નો તાળ મેળવ્યો. એટલે મહત્વું નું છે જરા શાંતિ થી બેસી ને પ્રશ્નો નું એક લિસ્ટ બનાવો કે તમે શું આશા રાખો છો જેતે દેશ પાસે થી તમારું કૅરિયર કઈ દિશા માં આગળ લઇ જવું છે અને એના માટે શું સારું રહશે. ક્યાં દેશ માં પાર્ટ ટાઈમ જોબ કેટલી આશાની થી મળે છે અને ખાસ કરી ને ભણ્યા પછી સેટ થવા માટે જે તે દેશ કેવો છે.
હવે કોઈ પણ સવાલ ના જવાબ કોઈ એક વ્યક્તિ ના મંતવ્ય ના આધારે નક્કી કરવું હિત ભર્યું નથી એટલે એક કરતા વધુ વ્યક્તિ ની સલાહ લો અને પછી કોઈ નિર્ણય કરો. બાકી જર્મની વિષે મને પૂછી શકો છો મારા થી બનતા જવાબ આપવા કોશિશ કરીશ.
તમે દેશ કોઈ પણ સિલેક્ટ કરો પણ મહત્વું છે કે હાર માન્યા વગર ખુબ ખંત થી મેહનત કરવી એટલે રસ્તો આપોઆપ મળી જશે. કોઈ પણ વસ્તુ મેળવવી કે આપડા જીવનના લક્ષ્ય સુધી પહોંચવું બધી વખતે આસાન નથી હોતું તમારે જીવન ની ઘણી પરીક્ષા માંથી પાસ થવું જ પડે છે અને વિદેશ ગયા પછી ઘણા એવા મહત્વના નિર્ણયનો છે જે તમારે જાતે લેવા પડતા હોઈ છે અને એ નિર્ણયો તમારા જીવન માટે તમારા કૅરીરર માટે ખુબ મહત્વના હોઈ છે એટલે ઘણી વાર મૂંઝવણ જેવું લાગે તો અંદર અંદર મુંજાવા કરતા કોઈ ના જોડે વાત કરો તો તમને જલ્દી થી ઉકેલ મળી જશે.
Comments
Post a Comment