જર્મની, રશિયા અને જાપાન જેવા દેશોમાં શિક્ષણ અને ટેકનોલોજી ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે. શું આ માટે તેમનું માતૃભાષામાં લેવાતું શિક્ષણ જવાબદાર પરિબળ છે?
મારા ખ્યાલ થી ભાષા અને ભણવા ને કઈ લેવા દેવા નથી. આપડે 12 માં ધોરણ સુધી આપડી માતૃભાષા માં ભણવાનો વિકલ્પ છે જ. શિક્ષણ અને ટેક્નોલોજી ના વિકાસ માટે કોઈ ભાષા કરતા શું અને કઈ રીતે ભણાવવા માં આવે છે એ મહત્વનું છે. મારા ખ્યાલ થી આપડે ત્યાં પુસ્તકિયું જ્ઞાન વધારે આપે છે જયારે પ્રેક્ટિકલ જ્ઞાન પણ સામે એટલું જ મહત્વનું છે.
ઘણી વાર વિદ્યાર્થી ઓ ભણે તો છે પણ શા માટે ભણે છે એને ભવિષ્ય માં શું બનવું છે શું એમનો ગોલ છે એ જ ખબર નથી હોતી અને એમના મન ની મુંજવણ નો કોઈ સારો જવાબ આપી શકે એવી વ્યક્તિ પણ કદાચ આજુબાજુ હોતી નથી એટલે આગળ જતા એવું થાય કે આવા બાળકો અલગ રસ્તા પર ચડી જાય અને ભણવાનું સાઈડ માં રહી જાય.
કોઈ પણ દેશ ના વિકાસ માં શિક્ષણ એ મહત્વનો ભાગ ભજવે છે અને કોઈ પણ દેશ ને જો વિકસિત કરવો હોઈ તો એનું શિક્ષણ, સ્કૂલ અને એ ફિલ્ડ માં સામેલ લોકો સારી પરિસ્થિતિ માં હોઈ એ મહત્વું નું છે. શિક્ષણ જેવી ફિલ્ડ માં ધર્મ કે જાતિ એવા પરિબળો નો સમાવેશ કરવો મારા ખ્યાલ થી યોગ્ય નથી એમાં આવડત થી વિદ્યાર્થી ને પારખવા જોઈએ. એ આપડે ત્યાં કેવું છે એતો બધા ને ખબર જ હશે.
અહીં ની વાત કરું તો ઘણી વાર અમારી કંપની માં 8 થી 10 ધોરણ સુધી ના બાળકો 1 દિવસ થી લઇ ને 1 અઠવાડિયા સુધી કામ કરવા આવે છે એ કામ શાળા ના ભણતર નો જ એક હિસ્સો છે. અને શાળા માં બધા બાળકો ને કહેવામાં આવે છે એક કોઈ કંપની માં જઈ ને ત્યાં કેમ કામ કરે છે એ નો રિપોર્ટ બનાવો અને એમના જોડે થોડું નાનું મોટું કામ કરો જેમ કે કોમ્પ્યુટર માં નાના મોટા પ્રોગ્રામ, લેબ માં વાયરિંગ નું કામ કે બીજા અનેક કામો છે જેમાં એ સ્વેછાઈ એ જોડાઈ શકે છે. આ નું મહત્વ એ જ છે કે બાળકો ને ખબર પડે કે આગળ કઈ ફિલ્ડ માં જવું છે અને કંપની માં કેમ કામ થઇ છે. એ જ રીતે ઘણી વાર હોસ્પિટલ માં પણ બાળકો ને મોકલવામાં આવે છે અને ત્યાંના કામ થી પરિચિત કરવામાં આવે છે.
આવું જો કંઈક હોઈ તો બાળકો ને આગળ જય ને શું બનવું છે એ પસંદ કરવામાં આસાની રહેશે અને ઇન્ટર્નશિપ કે જેમાં અમુક મહિના સુધી કોઈ કંપની માં કામ કરવાનું હોઈ છે જે બાળકો ને એમનો ભવિષ્ય ને લાગતો નિર્ણંય લેવામાં મદદ કરે છે. એવા તો ઘણા રસ્તા છે કે પ્રોજેક્ટ છે જે આપડા ભારત ના ભણતર ને અહીં ના ભણતર થી અલગ પાડે છે.
જ્યાં સુધી યોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યા એ નહિ હશે ત્યાં સુધી વિકાસ થવો શક્ય નથી. પણ સવાલ નો ટૂંક માં જવાબ ના માતૃભાષા જવાબદાર પરિબળ નથી.
-------
હા ભણતર ભાર વગર નું હોઈ તો એમાં સારો વિકાસ થાય એમ મને લાગે છે. અત્યારે પેલા નંબર ની હરીફાઈ માં જીવન માં સ્ટ્રેસ લેવલ પણ વધી ગયું છે. પરિણામ ગમે તેવું આવે વાલીઓ એ પોતાના બાળકો ને મોટીવેટ કરવા જોઈએ.
Comments
Post a Comment