એવું શું છે જે તમે ન કરવાની કસમ ખાધી હોય અને છતાં પણ કર્યું હોય? કેમ?
મેં નક્કી કર્યું તું કે મારી ઘરવાળી જોડે માથાકૂટ કરવી નહિ, કારણ કે દલીલબાજી માં એને જીતવી મુશ્કેલ છે જીતવા કરતા તો એને સમજાવવી ઘણી મુશ્કેલ છે. સમય સાથે મગજ ની થોડી કામ ની નસો સારી એવી ઢીલી થઈ જાય જયારે એની જોડે દલીલ કરવા ઉતરું. અને છેલ્લે વિજયપક્ષ માં તો મેડમ જ હોઈ.
પણ ગલૂડિયાં ની પૂંછડી વાંકી એમ હું હંમેશા એની મેથી માર્યા કરું અને છેલ્લે નક્કી કર્યું હોઈ કે આ નહિ કરું તો પણ થઇ જ જાય.
અને સારી વાત એ છે કે એ અહીં આ પ્લેટફોર્મ પર નથી બાકી આજે મારા લેવાના દેવા થઇ જાત ;)
Comments
Post a Comment