શું ભગવાન વાસ્તવ માં છે?
માનો તો ભગવાન છે અને રાક્ષસ પણ છે અને ના માનો તો કઈ પણ નથી. પણ હું ભગવાન માં માનું છું એટલે મારા માટે તો છે એમ કહી શકું અને ભગવાન ને જોયા છે એમ પણ કહું તો ખોટું નહિ. આપડે બાળપણ થી સાંભળતા આવ્યા છીએ કે જીવ માત્ર માં ભગવાન વસેલો છે અને ક્યારે કોને ક્યાં સ્વરૂપે દર્શન આપે કઈ નક્કી નહિ.
આપડે જયારે મુશ્કેલી માં મુકાઈ જઇયે અને કોઈ જ રસ્તો ના મળે બહાર નીકળવાનો એટલે આપડે કેવા હતાશ થઇ જઇયે છીએ અને કહીયે છીએ હે ભગવાન કંઈક મદદ કર, અને એવા સમયે આપણ ને કોઈ મદદ માટે સામે આવે એ જ આપડા ભગવાન સમાન જ છે. જેમકે મેં મારા એક જવાબ માં લખ્યું હતું કે મારા જર્મન મિત્ર એ એક દાદી મને ફ્રી માં જમવાનું આપ્યું અને દાદી એટલા ખુશ થઇ ગયા કે વાત ના પૂછો, હવે એ દાદી કદાચ એટલા ભૂખ્યા હશે અને એને ખબર હશે કે મારી પાસે જે પૈસા છે એ પૈસા માં કઈ આવવાનું નથી તો પણ એક આશા સાથે દુકાન માં જમવાનું લેવા આવ્યા અને ત્યાં એને ભગવાન ના રૂપ માં મારો મિત્ર મળી ગયો અને દાદી ને બની શકે એટલું સારું ભોજન મફત માં આપ્યું.
હું જયારે ઇન્ટર્નશિપ શોધતો હતો તો ઓછા અનુભવ ના લીધે મળવી ઘણી મુશ્કેલ થઇ ગઈ હતી અને કેટકેટલીય આપ્લિકેશન કઈ પણ કઈ જ રસ્તો દેખાતો ન હતો અને લાગતું હતું કે હવે જો આમજ ભણવાનું પૂરું કરીશ અને આવા મંદી ના સમય માં જોબ શોધવા જઈશ તો મારા અનુભવ ના લીધે મને કોઈ ચાન્સ નહિ આપે એટલે મન થી ભગવાન ને કેતો કે કઈ રસ્તો બતાવ, અને એક સમયે ખબર નહિ ટ્રેન માં જતો હતો અને ત્યાં એક કંપની ની જાહેરાત દેખાઈ અને ખબર નહિ કેમ ત્યાં ઇન્ટર્નશિપ માટે એપ્લિકેશન કરી અને બીજા જ દિવસે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો અને નસીબ જોગે ઇન્ટરવ્યૂ લેવા વાળો પણ કેટલો ભલો માણસ કે એને સામેથીજ કહ્યું કે તારે જે શીખવું હોઈ એ અમે શીખવાડસુ અને ઉપર થી પગાર મળે એ અલગ થી હવે બોલો ભગવાન છે કે નહિ??
હવે તો યુટ્યૂબ માં ઘણા એવા વિડિઓ આવે છે જે ગરીબ લોકો ને મદદ કરતા હોઈ છે એમની પરિસ્થિતિ જોતા તો આપણ ને એમ થઇ કે આવું જો આપડા જોડે થયું હોત તો આપડે તો જીવી જ ના શકત પણ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ માં પણ જીવન પાર ઉતારે એ ભગવાન જ છે પછી ભલે તમે નસીબ કયો.
નાનપણ થી ભગવાન ની સિરિયલ જોતા અને થતું ભગવાન ને જોવા જ છે અને એને જો જોવા હોઈ તો એના પ્રિય બની ને રેવું પડે તો જ મેલ આવે એટલે આપડા થી બનતા બધા સારા કામ કરતા અને કોઈ ને દુઃખ ના પોહંચે એની ખુબ કાળજી રાખતા પણ દરેક વખતે બધું આપડે વિચારીયે એવું શક્ય ના હોઈ પણ મોટા ભાગે કોશિશ તો એવી જ રહેતી. અને નાના હતા ત્યારે એક સ્લોક હતો કે જ્યાં સ્ત્રીઓ ની પૂજા થાય છે ત્યાં ભગવાન ખુશ રહે છે એટલે ઘણા મારા મિત્રો છોકરીઓ ની મજાક મસ્તી કરતા અને ઘણીવાર ના ગમતું પણ બોલતા એટલે મારે અવાર નવાર એમના જોડે ઝઘડો થઇ જતો બસ એ જ વિચાર માં કે ભગવન ખુશ નહિ થશે.
આતો જો કે મારુ માનવું છે અને બાળપણ થી આ વાતાવરણ માં ઉછર્યા એની પણ અસર હોઈ શકે. પણ એ જ છે આપડે જો એમ માનશું કે ભગવાન છે જ અને એ આપણ ને હંમેશા જોવે છે તો આપડે ખોટું કામ કરતા પેલા જરૂર અચકાસુ અને કદાચ ખોટા કામ કરતા બંધ થશો તો સમાજ માટે અને દેશ માટે સારું જ છે ને.
Comments
Post a Comment