ડ્રીમ લૂપ રાયેનગોલ્ડ (Dream loop)
કેમ છો બધા, ચાલો આજે તમને જર્મની ના રાયૅલાન્ડ સ્ટેટ માં રાયેન નદી ના કિનારે આવેલ ડ્રીમ લૂપ રાયેનગોલ્ડ ની .મુલાકાત કરાવું. સામાન્ય રીતે હરવા ફરવાનો અને મોકો મળે તો પર્વતારોહણ નો મને શોખ છે. અને ખુશનસીબે જર્મની માં નાના મોટા પર્વતો અને જંગલો એટલા બધા છે કે વાત જ ના પૂછો. નદીઓ જંગલો અને નાના મોટા પર્વતો ના લીધે અહીં પર્વતારોહનો ના શોખીન માટે કહાની બધી જગ્યાઓ આવેલ છે.
હમણાં હું જયારે મારા ખાસ મિત્રો ને મળવા કોબલેન્ઝ ગયો હતો ત્યારે અમને આ હાઇકીંગ કરવાનો મોકો મળેલો. આ હાઇકીંગ નો રસ્તો બોપાર્ડ નામના ગામ પાસે આવેલ છે અને કોબલેન્ઝ થી 35 કિલોમીટર જેટલું દૂર આવેલ છે.હાઇકીંગ સૌથી સારી વાત એ હતી કે થોડા થોડા અંતર પર સરસ મજાના ના વ્યૂ પોઇન્ટ આવ્યા કરે જ્યાંથી તમને રાઈન નદી અને નદી ની આજુબાજુ આવેલી હિલ્સ ના સારા એવા નજારા આવ્યા કરે અને જંગલ અને પક્ષીઓ ના કલરવ ના લીધે સમય ક્યાં કપાઈ જાય એ પણ ખ્યાલ ના રહે. આવા મનોહર નજારા ને લીધે વાતાવર ખુબ રોમાંચિત થઇ જાય એટલે જ કદાચ આ હાઇકીંગ રૂટ ને 2016 માં સૌથી સુંદર હાઇકીંગ નો એવોર્ડ આપેલ છે.
આ રસ્તાની ખાસિયત એ છે કે તમે કોઈ પણ ઋતુ માં આવો અહીં તમને અલગ જ અનુભવ થશે, અમે ગયા હતા ત્યારે શિયાળો પૂરો થઇ ને ઉનાળા ના આગમન ની તૈયારી હતી એટલે વસંત ઋતુ ની શરૂવાત કહી સકાય એટલે અહીં નવા ફૂલ આવી રહ્યા હતા અને અમુક વૃક્ષઓ ને સરસ મજાના લીલા પાંડદાં ફૂટી રહ્યા હતા અને અમુક ને ફૂટી ગયા હતા. કદાચ અહીં જૂન જુલાઈ માં બધે સરસ મજા ની હરિયાળી થઇ જશે.
રાઈન નદી વિષે જેટલું લખીયે એટલું ઓછું છે મારા બીજા લેખ માં કોશિશ કરીશ એના વિશે લખવાની. બાકી મેં એક સરસ મજાનો વિડિઓ બનાવવની ટ્રાઈ કરી છે જેમાં તમને ઘરે બેઠા પુરી હાઇકીંગ કરી શકશો. અને હા જો વિડિઓ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. https://youtu.be/_-n6tkQ0lv0
Comments
Post a Comment