prichsenstadt || પ્રીચસેનસ્ટાડ: મધ્યકાલીન યુગ થી અડીખમ જર્મની નું એક ગામ
ચાલો આજે તમને મધ્યકાલીન યુગ ના ગામ માં લઇ જાવ. આ ગામ જર્મની ના બાયર્ન (બાવેરિયા ) રાજ્ય માં આવેલ કીટઝિંગેન જિલ્લાનું એક ટાઉન છે. આ ટાઉન નું નામ પ્રીચસેનસ્ટાડ છે.
પ્રીચસેનસ્ટાડ આમ તો જર્મની નું એક ટાઉન છે. વસ્તી આશરે 3000 જેટલી હશે. ટાઉન કઈ ખાસ પ્રવાસીઓ માટે પ્રખ્યાત નથી એટલે અહીં આવવાનું એક પ્રવાસી તરીકે ના પણ થાય, પણ આ ટાઉન માં આવેલ મધ્યકાલીન યુગ વખત નું ગામ ખરેખર જોવા અને માણવા લાયક છે. હવે એમ થશે કે ટાઉન અને એમાં ગામ હા એ આપડે જૂની દિલ્હી અને નવી દિલ્હી છે ને એમજ અહીં પણ જર્મની માં તમે કોઈ પણ શહેર માં કે ગામ માં જશો ત્યાં પૂર્વજો નો વારસો ખુબ સારી રીતે જાળવી રાખ્યો છે અને આવી જગ્યાઓ ને જરમન માં આલ્ટસ્ટાડ એટલે કે જૂનું શહેર કે ગામ કહે છે.
અહીં જર્મન સરકાર નો કાયદો છે કે જે જુના પુરાણ મકાનો, કિલ્લા જે પણ કઈ છે એનું રૅનોવેશન કરો તો એનું બહારથી બાંધકામ જે મૂળ બાંધકામ છે એના જેવું જ હોવું જોઈએ એમાં કોઈ ફેરફાર ના કરી શકો. એટલે જ તમને અહીં કોઈ પણ શહેર માં કે ગામ માં જાસો તો ત્યાં જે કોઈ પણ રાજા એ પોતાની વસાહત બાંધી હશે એનું એવું જ હૂબહૂ બાંધકામ જોવા મળશે અને તમને ઘડીક એમજ લાગશે કે તમે ખુદ મધ્યકાલીન યુગ માં જતા રહ્યા છો.
તો આ પ્રીચસેનસ્ટાડ ટાઉન માં એક બાજુ નવા બાંધકામ વાળું ટાઉન છે અને બીજી બાજુ આ મધ્યકાલીન યુગ વખત નું ટાઉન છે. એક રીતે જોઈએ તો આ ટાઉન ની ફરતે બાજુ ઉંચી ઉંચી દીવાલો આવેલી છે જેવું આપડે કિલો હોઈ અને એની રક્ષા માટે દીવાલો બનાવી હોઈ એવી જ અને સમજી લોને કે જે રાજા અહીં વસતો હતો એને અહીં કિલો બનાવી ને આજુ બાજુ મોટી દીવાલો અને સુરક્ષા માટે વોચટાવર પણ બનાવ્યા છે જે આજે પણ જોઈ સકાય છે. આ ગામ માં પ્રવેશ માટે સરસ મજા નો પ્રવેશ દ્વાર છે જે ઉપર ના ચિત્ર માં બતાવ્યો છે અને એમાં ગામ ની ફરતે ની દીવાલો પણ જોઈ શકાય છે.
કિલાં ની અંદર સુંદર એવું પ્રજા માટે ગામ છે અને સાંકડી ગલીઓ અને જૂનું બાંધકામ તમારું મન જરૂર મોહી લેશે.
આ ગામ માં એક નાનું એવું સરસ મજાનું સરોવર પણ છે અને આજુ બાજુ વાઈન બનાવવામાં માટે જે દ્રાક્ષ નો ઉપયોગ થાય એના ખેતરો પણ છે. વાતાવર એકદમ જ શાંત, ગાડીઓ નો અવાજ ભાગ્યે જ સંભળાઈ અને પક્ષીઓ નો કલરવ ચાલુ ને ચાલુ એટલે તમને એમજ લાગે જાણે પ્રકૃતિ અંતાક્ષરી રમતી હોઈ અને પક્ષીઓ, પાણી નો અવાજ અને ઝાડ પાંદડા જાણે એમાં ભાગ લીધો હોઈ.
ગામ ની વચ્ચે સરસ મજાનું એક ચર્ચ છે જયારે કોઈ પ્રાર્થના કે એવું થાઈ એના માટે એક ઉંચો ટાવર છે જેમાંથી કોઈ પણ પ્રાર્થના કે સંદેશાઓ ગામ માં રહેતા લોકો ને પોહચાડી શકાય. આ ટાવર આજે અહીં નો લેન્ડમાર્ક ગણાય છે. આ ગામ માં એક નાનું એવું મ્યૂઝિમ પણ છે કોરોના ના લીધે એ બંધ હતું પણ ટૂંક માં જોવો તો બધું જે જીવન જરૂરિયાત ની વસ્તુઓ છે એ તમને મળી રહે.





Comments
Post a Comment