વિદેશોની લાઇફસ્ટાઇલ ભારતની લાઇફસ્ટાઇલ કરતા સારી કેમ છે?
એના માટે તો ગણો એટલા ઓછા એટલા કારણો છે. પોઇન્ટ 1: અહીં બાળપણ થી જ બાળકો ને શિષ્ઠતા નું પાલન કેમ કરવું એ શીખવાડવામાં આવે છે અને બાળકો પણ મોટા લોકો પાસે થી જોઈ ને શીખે છે એટલે પેલી કહેવત છે ને કે "કુવા માં હોઈ એવું અવેડા માં આવે એના જેવું છે". આપડે ત્યાં આજુ બાજુ નજર કરશો તો સમજાશે કે આપણું જીવન કેવું છે અને પછી આપડા છોકરાવ પણ એ જોઈ ને જ મોટા થઇ એટલે એ પણ જે જોયું છે એ જ અનુશરસે. અહીં બાળકો ને સ્કૂલ માંથી શીખવાડવા માં આવે છે કે શું કરવું જોઈએ અને શું નહિ. અને બાળકો વડીલો પાસે થી પણ એ જ શીખે છે. અહીં ચોખ્ખાઈ હોવાનું એક કારણ એ પણ છે, લોકો કચરો જ્યાં ત્યાં ફેંકતા નથી અને ઘણા ને તો પર્યાવરણ ને શુદ્ધ કેમ રાખવું એના પર પણ ચિંતન કરતા જોયા છે. અહીં ઘણી વાર કોઈ કચરો રોડ પર દેખાઈ તો બીજા લોકો પણ ઊંચકીને કચરાપેટી માં નાખી દે છે. આપડે ત્યાં સફાઈ અભિયાન ચાલુ થયું છે એ સૌથી ખુશી ની વાત છે, પણ આપડે ત્યાં હજુ ધાર્મિક રીત રિવાજો એવા છે જે પર્યાવરણ ને નુકશાન પોંહચાડે છે અને એના પર આંગળી ચિંધશો તો તમારો વારો પડી જશે જયારે અહીં એવું કઈ છે નહિ. હા હવે ઘણા નોન જર્મન આવી ગયા છે જે જરા અહીં નું...