નવી નોકરીનાં પહેલાં દિવસે કઈ કઈ તૈયારી સાથે જવું જોઈએ?
પેહલો દિવસ કોઈ પણ વસ્તુ નો હોઈ જરા નર્વસ તો થઇ જ જવાય છે. પછી ભલે શાળા, કોલેજ, કોઈને મળવા જવાનું વગેરે વગેરે. પણ નોકરી નો પેલો દિવસ ખાસ છે કારણ કે આ જગ્યા એ તમારે તમારા દિવસ નો મોટોભાગ ગાળવાનો હોઈ છે અને ઘણી વાર તો એવું બને છે કે ઘરવાળા કરતા અહીં વધુ સમય પસાર કરીયે છીએ એટલે આપડા જોડે કામ કરવા વાળા સાથીઓ, નવા બોસ, કામ કરવાની ઓફિસ, કંપની નું વાતાવરણ બધું આપણા મગજ માં ઘૂમ્યા કરે છે કે કેવું હશે બધું હું સેટ તો થઇ જઈશ ને અને કામ તો મને ફાવશે ને. પણ આ બધું ખુબ નોર્મલ છે, માટે જો પેલો દિવસ હોઈ તો તમે જયારે ઓફિસે કે કામ માટે જાવ તો મોઢા પર સ્મિત જરૂર રાખજો અને બને તો તમે જોડે કેક કે કશુ તમારી ટીમ માટે નાસ્તો કે એવું લઇ જાય શકો છો અને તમારી ટીમ ને એક ઇમેઇલ કરી ને તમારા પેલા દિવસ ની પાર્ટી માં બોલાવી શકો છો. અહીં જર્મની માં આ ખુબ નોર્મલ કલ્ચર છે, અહીં કેક, ચોકલેટ, અહીં ની બ્રેડ કે સવાર નો નાસ્તો એવું બધું લઇ ને આવે છે પેલા દિવસે અને એ બહાને તમે તમારી ટીમ જોડે વધુ અનુભવ કેળવી શકશો અને જાણી શકશો કે કોણ કોણ છે તમારી ટીમ માં. અને આ નાસ્તા ના બહાને તમે કોણ શું કામ કરે છે અને તમારું શું કા...