તમે પોતાને 10 માંથી કેટલા અંક આપી શકો, અને કેમ ?
પોતાને જ અંક આપવા છે તો ઓછા શા માટે આપું એટલે હું પોતાને 10 માંથી પુરા 10 આપીશ. હવે શા માટે એ જરા મોટો જવાબ થઇ જશે એટલે ટૂંક માં લખવા કોશિશ કરું, 1. જે બાળપણ માં શીખવાડ્યું હતું કે ભારત સર્વ ધર્મ સમભાવ માટે પ્રખ્યાત છે અને આપડે ત્યાં વિવિધતામાં એકતા રહેલી છે, અને એ નિયમ નું મેં અત્યાર સુધી સારી રીતે પાલન કર્યું છે. મારા માટે બધા ધર્મ સમાન છે અને માનવતા સૌથી મોટો ધર્મ છે એમ હું માનું છું. 2. જરૂરિયાત મંદ ને બને એટલી મદદ કરવી જોઈએ એમાં પણ આપડે અવલ છીએ, ઘણી વાર તો મારે ખુદ ને ફાંફા પડી જાય પણ બીજાનો સમય સાચવી લીધો છે. એક વાર મને એક મિત્ર મળ્યો હતો સ્ટુડન્ટ હતો અહીં ત્યારે એ કદાચ ઘાના(આફ્રિકા) નો હતો અને મેં પૂછ્યું કેમ છે તો કહે કે થોડું ફાઇનાન્સીયલ પ્રોબ્લેમ આવી ગયો છે અને હું મારી સાયકલ વેચવા જાવ છું તો વગર વિચાર્યે એને મદદ માટે મારા ખીચા માં 20 યુરો હતા જે એ દિવસે એક ને ઘર નો સમાન ફેરવવામાં મદદ કરી હતી 3 કલાક એમાં થી કમાયો હતો તો કીધું કે લે આ મારા પાસે છે એ રાખ કદાચ કામ આવશે તને અને સાયકલ મારે નથી જોતી એટલે એ વેચાઈ તો એના પણ તને જરા મદદ મળી રેસે. (તમે કરેલા સારા કામો બીજા ને બતાવ...